________________
૨૩૬
શુભસંગ્રહ ભાગ ચાયા ને યાતનાઓ સહેવી પડે તે પ્રસન્નચિત્ત સહી.
અસહકારને જુવાળ ઉતર્યો; લાલાજી જેલમાંથી પાછા ફર્યા દેશબંધુએ સ્વરાજયપક્ષ સ્થાપે; ધારાસભાએ સર કરવાનો કાર્યક્રમ છે . લાલાજી એ નવા સંગ્રામમાં મેખરે રહ્યા. વડી ધારાસભામાં બેઠા પછી, ત્યાં પણ જીદગીની છેલ્લી ઘડી સુધી લાલાજી સદા દેશહિતાર્થે સિંહની મિસાલે ગજ છે.
- દેશને કાજે જેનું જીવન જીવંત કુરબાની સમું હતું એવા લાલાજીના જીવનનો છેલ્લો પ્રસંગ પણ એ નરસિંહના ઉન્નત મસ્તક ઉપર સાચી શહીદીને યશમુકટ પહેરાવનાર બની ગયો. આ દેશનું કિસ્મત ઘડવાને માટે દરિયાપારના બ્રિટિશ ટાપુઓમાંથી આવેલા સાત પરદેશીઓના બનેલા સાયમન કમિશનને તેના લાહોરના આગમન વખતે જાકારો આપવાને પંજાબી પ્રજાનું સરઘસ લાહોર સ્ટેશને ગયેલું. એને મોખરે લાલાજી, માલવીયજી અને બીજા સ્થાનિક વિખ્યાત નેતાઓ હતા. સરકારી પોલિસથી એ સરઘસની પ્રચંડતા અને સાયમન પાછા જા'ની ગગનભેદી ગર્જનાઓ ન સાંખી શકાઈ. તેણે માથું ગુમાવીને લાડી ઉછાળી. લાલાજીના હૃદયભાગ ઉપર લાઠીના પ્રહાર થયા. લાલાજીની પડખે ઉભેલા નેતાઓએ આડા ધા ઝીલી લાલાજીને ઉગાર્યા: એમ ન થયું હોત તો લાલાજી ત્યાંજ ઢગલો થઈ પડવા હેત એમ લાલાએ સ્વમુખે ઉચ્ચાયું છે. એ પ્રહાર લઈને લાલાજી પાછા ફયો ૩૦મી એંકટોબરે અને પછી ૧૭ મી નવેમ્બરે તેમનું હૃદય બંધ પડી ગયું; પંજાબને સિંહ પટી ગયો. લાલાજીના ડોકટરો કહે છે કે, એ લાડીનાજ હુમલાને પરિણામે લાલાજીનું મૃત્યુ થયું છે. લાલાજીના દોસ્ત દિવાન ચમનલાલ કહે છે કે “ લાલાજીએ મને કહ્યું, હતું કે તેમનો ઈરાદે મારું ખૂન કરવાનો હતે.” લાલાજીની સાથે તે વેળા સરઘસના મેખરે ઉભેલા પ્રતિષ્ઠિત પુષે પોકારે છે કે, લાલાજી ઉપરનો એ હુમલો જીવલેણ હતો. આ બધાં વચનો એમ પૂરવાર કરે છે કે, લાલાજીનું મૃત્યુ સરકારી પિલિસની લાઠીના ઘાથી નીપજ્યું છે; સાયમન કમિશને લાલાજીનો ભોગ લીધે છે; અર્ધી સદી સુધી બ્રિટિશ વહીવટદારોને હંફાવનાર વીર લાલાજીની આખરે બ્રિટિશ કિન્નાખોરીએ કલ કરી છે અને આગાહી કરવામાં ખોટું ન હોય તે, બ્રિટિશ વહીવટદારે ભલે જાણે કે લાલાજીના ખૂનથી તૃપ્ત થનાર એ શયતાની બ્રિટિશ તત્વની
છીજ હિંદને પ્રબુદ્ધ આત્મા નિરાંત અનુભવશે. લાલાજી તેિજ, એ લાઠીના ઘા પડયા પછી અમર આગાહી કરી જાય છે કે “ એ ઘા અમારા આત્મામાં ઉંડા ઉતરી ગયે છે... હું આ સરકારને ચેતાવવા માગું છું કે, આ દેશમાં રક્તપાતભરી રાજ્યક્રાન્તિ થાય તે એવી દિવસ લાવવાની જવાબદારી આજના જેવું વર્તન કરનારા તેના યૂરોપીયન અમલદારેને શિર રહેશે... સરકાર અને તેના અમલદારો આજની રાતેજ વર્તવા માગતા હોય તે અમારા જીવનને અમારો કાબુ ફેકી દેતા અને તેમના દેશની સ્વાધીનતા સર કરવા મરજી મુજબને માર્ગ લેતા જોઈને હું તાજુબ નહિ થાઉં... એ દિવસ જેવાને હું જીવતે હોઈશ કે નહિ તે હું નથી જાણ; પણ જીવતો હોઉં કે ન હોઉં તોયે સરકાર મારા દેશના જુવાનોને તે માર્ગ લેવાની ફરજ પાડશે તો તે મારો આતમા અંતરિક્ષમાંથી તેમના એ યુદ્ધમાં વિજય મળે એવી આશિષ વર્ષાવશે.”
રાજકીય રણાંગણમાં સદા શહીદનાં સાહસ, શૌર્ય, આવેશ અને નિર્ભયતાથી ઝઝૂમનાર લાલાજીના જીવનની બીજી બાજુઓ પણ એટલી જ જવલંત છે. દેશહિતની પ્રત્યેક પ્રકૃત્તિમાંવિધાતક ને વિધાયક એવી સર્વ પ્રવૃત્તિઓમાં-એ નરવીર સદા અગ્રેસર હતા. એ રાજકીય લડવા, શિક્ષણશાસ્ત્રી, ઈતિહાસકાર, સમાજસુધારક, દલિતોદ્ધારક, અખબારનવેશ–અને શું શું ન હતા ? એ નરપુંગવનું જીવન સંપૂણ હતું-એનું હદય યોદ્ધાનું અને એનો આત્મા સંતનો હતો. એની લેખિની તલવારમી હતી અને છહવા જવાળાનાં તની બનેલી હતી. દેશને કાજે ભોગ ધરવાની એની શક્તિ અજોડ હતી. એણે આજ દિવસ સુધીમાં હિંદી સરકારે અંત્યજોના ઉદ્ધારને માટે નથી કર્યું એટલું એકલે હાથે કર્યું છે. એણે એનું દેશકાર્ય એના મૃત્યુ પછીયે અવિરત ચાલુ રહે એટલા માટે ગોખલેજીની હિંસેવકસમાજ જેવી “ હિંદ-લેકસેવક-સમાજ' સ્થાપી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com