________________
શુભસ’ગ્રહ-ભાગ ચા
१०५ - व्यायामप्रेमी ओनुं यात्रास्थान - अमरावती હિંદુસ્થાનની એક અજોડ વ્યાયામસંસ્થા
હનુમાન વ્યાયામપ્રસારક મંડળના પરિચય
સૌરાષ્ટ્રમાં યુવકપ્રવૃત્તિ અને વ્યાયામપ્રેમ પ્રસારવાનાં સ્વપ્નાં સેવનારાઓને, એ કાય કર્યો રીતે થઈ શકે તેનું દૃષ્ટાંત પૂરૂ પાડનારૂ એક વ્યાયામપ્રસારક મ`ડળ આજે વરાડના પાટનગર અમરાવતીમાં અસ્તિત્વ ધરાવે છે. એ મડળનું પૂરૂ નામ શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળ છે. નાયમાત્મા વનિન જન્મ્યા એ એનું ધ્યેયસૂત્ર છે. જેટલેા અદ્ભુત તેને જન્મતિહાસ છે તેટલીજ તાજુબ કરનારી તેની આજસુધીની નાની આવરદાની સિદ્ધિઓ છે. હિંદભરમાં એ અજોડ સંસ્થા મનાય છે. લાલાજી સમા નેતાવર તેને ‘વિસ્મય' કહે છે. મહાત્માજી તેના મુખ્ય વ્યાયામમંદિરની ઉદ્ઘાટન ક્રિયા કરવા અમરાવતી દોડવા જઈ તેના ઉપર શુભાશિષા વર્ષાવે છે. પ્રત્યેક હિંદી નેતા, જેને આ વ્યાયામપ્રસારક મંડળના અસ્તિત્વનું જ્ઞાન છે તે તેનાપ્રત્યે પૂર્ણ આદર અને પ્રેમથી જુએ છે. આજે વરાડમાં દોઢસેા કરતાં વધારે શાખાઓ ધરાવતી અને વરાડની બહાર એટલીજ બીજી પ્રશાખાએ પાથરનારી, હિંદભરમાં પેાતાના બાહુએ ફેલાવતી આ અદ્ભુત સંસ્થાના જન્મ અને જીવનવિકાસને છતહાસ જાણવા જેવા છે.
*
૨૨૬
*
વરાડ રાષ્ટ્રીય લડતમાં સદા અગ્રેસર સ્થાન રાખવાના અને ખીજા કાઇ પ્રાંતથી ઉતરતે નહિ એવા હિસ્સા આપતું હાવાનેા દાવા કરે છે. હિંદુસ્થાનમાં વીસમી સદીનું પ્રભાત ઉગ્યું અને તેના પ્રથમ દશકના ઉત્તરાર્ધમાં બંગાળાએ સ્વદેશીની ચળવળ શરૂ કરી અને તેની પાછળ સ્વાધીનતા અને શરીરબળની જમાવટના સ'દેશ છૂટછ્યા ત્યારે વરાડમાં પણ એ આંદેલન મચેલું. વરાડ અભિમાન લે છે કે, ૧૯૦૮ની સાલમાં તેને ગામે ગામ અખાડા નંખાયા હતા અને એ અખાડાએમાં ગામના તમામ જીવાને! બલધનેા મહિમા સમજવાને આવતા. ગામેગામ જીવાનેામાં સ્વદેશીની અને શરીરજમાવટીની ઝંખના જાગી હતી; શસ્ત્રની તાલિમ લેવાની, સ્વાધીનતાના લડવૈયા અનવાની તાલાવેલી પ્રગટી હતી. વરાડના વૃદ્દો ૧૯૦૮ ના એ વાળ જોઇ દુઘેલા બની જતા. પણ પછી ૧૯૦૯ થી એ વાળ ઉતરવા માંડયેા. બ્રિટિશ શાસકેાએ દમનનાં ચક્રો ગતિમાં મૂક્યાં, ગામેગામ સરકારના લેાખડી મુક્કાએ અખાડાને ભુક્કો કરી નાખ્યા. પાણીદાર જીવાને જેલમાં ગયા. સ્વદેશી, અખાડા, ખજર`ગ-ઉપાસના, એ બહુ બધ પડી ગયું. ૧૯૧૪સુધી એ સ્થિતિ રહી.
*
*
*
૧૯૧૪ની સાલમાં વરાડના પાટનગર અમરાવતીના એક નાના મકાનમાં ત્રણ ચાર જીવાન ટેકરા ભેગા થયા. તેમને થયું કે, આજનું બધું દૌલ્ય ખ'ખેરી નાખવા આપણે કંઈક સંગીન પ્રવૃત્તિ આરંભવીજ જોઇએ. દેશના જીવાનેામાં પ્રાણ આવે, ઢીલી પાટલીએ અને ત્રૈણ ચાલે ચાલવાના મેાહમાંથી તેએ છૂટે, તેએ દેશદાઝથી સળગતા સશકત જોધમલ્લા ખને, એ અર્થે અખાડાપ્રવૃત્તિ એજ સાચી પ્રવૃત્તિ છે એમ તેમને થયુ'; અને તેમણે વૈદ્યા એના અગ્રેસરપણા હેઠળ એક ખાનગી અખાડા શરૂ કર્યાં.
૧૯૧૪ થી ૧૯૧૭સુધી એ અખાડે! ખાનગી રહ્યો. તેમાં ઘેાડા જીવાનેા નિયમસર હાજરી આપતા અને શરીર કસવાને માટે કસરત કરતા. અખાડાને જે મામુલી ખ` આવતે તે, તેને લાભ લેનારા શ્રીમંત છેાકરાએ તેમની પાસેની વધારાની વસ્તુઓના વેચાણમાંથી પૂરા કરતા. વૈદ્યબંધુઓને આ અખાડા આ રીતે ચૂપકીથી આગળ વધતા ગયા અને ચાર વર્ષમાં તા અમરાવતીમાં મશહુર બની ગયે!.
૧૯૧૭માં વૈદ્યખ’એનુ જાહેર વ્યાયામમંડળ બન્યું. શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળતરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com