________________
વ્યાયામપ્રેમીઓનું યાત્રાસ્થાન--અમરાવતી
૨૨૭ : તેની જાહેર સ્થાપના થઈ. વિદર્ભ દેશના તરુણ વૃદ્ધોમાં વ્યાયામને પ્રેમ ઉત્પન્ન કરી તેમને બળવાન, તેજસ્વી અને નિર્ભય બનાવવાને તેનો ઉદ્દેશ રખાયો. શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળે રાજકીય, સામાજિક અગર ધાર્મિક બાબતોમાં કોઈ પણ પ્રકારને પ્રત્યક્ષ સંબંધ ન રાખવાની અને જાતિ, ધર્મ, મત, પંથે ઈત્યાદિ ભેદભાવોમાં ન માનવાની' નીતિ નક્કી કરી પિતાનું કામ આરંભ્ય. એને પરિણામે આજ દશ વર્ષમાં આ મંડળ વરાડને ગામડે ગામડે જાણીતું થઈ ચૂકયું છે. ૧૯૨૭ની આખરસુધીમાં તેની ૧૪૭ શાખાઓ સ્થપાઈ છે અને દિવસે દિવસે એ સંખ્યા વધતી જાય છે. મંડળના સંચાલકોનો નિરધાર વરાડમાં કમમાં કમ પાંચસો
વ્યાયામશાળાઓ સ્થાપવાનો છે. આજે આ હનુમાન વ્યાયામપ્રસારક મંડળની વરાડમાં જેટલી શાખાઓ છે, તેમાંની પ્રત્યેક સંસ્થામાં અમરાવતીની મુખ્ય સંસ્થામાં તૈયાર થયેલા વ્યાયામશિક્ષક કામ કરી રહ્યા છે. આ બધી સંસ્થાઓમાં મળીને કુલ ચાર હજાર જેટલા જુવાને હમેશાં વ્યાયામ કરી બલધર્મનો મહિમા ગાઈ રહ્યા છે. આ બધી સંસ્થાઓની માતૃસંસ્થાઅમરાવતી હનુમાન વ્યાયામમંદિરમાં અત્યારે ૬૦૦ વિદ્યાથી એ પ્રતિદિન તાલીમ લઈ રહ્યા છે.
હનુમાન વ્યાયામપ્રસારક મંડળની આટલી વરાડની શાખાઓ ઉપરાંત, વરાડની બહાર પણ તેની શાખાઓ પથરાઈ છે. પૂના, મીરજ, સોલાપુર, જબલપુર, નાગપુર, નાશિક, યંબકેશ્વર, યવતમાળ, અમલનેર, વડોદરા, જંજીરા વગેરે સ્થળોએ તેની શાખાઓ છે; જેની સંખ્યા પચાસ સુધી પહોંચે છે. એ ઉપરાંત જ્યાં ખાસ શાખા ન નંખાઈ હોય, પણ સ્થાનિક શાખાની સાથે અગર બીજી રીતે, આ મંડળમાં તૈયાર થયેલો વ્યાયામશિક્ષક અખાડો ચલાવી રહ્યો હોય એવાં સાઠ જેટલાં સ્થળ છે.
*
- હિંદભરમાં વ્યાયામને વધારે ને વધારે પ્રચાર થઈ શકે તે ઉદ્દેશથી શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળ તરફથી સને ૧૯૨૪ થી ઉનાળાની રજાઓમાં શારીરિક તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. એ વર્ગ આ ચાર વર્ષમાં બહુજ લોકપ્રિય નીવડ્યો છે. સને ૧૯૨૪ માં એ વર્ગમાં ૩૨ વિદ્યાર્થીઓ આવેલા: ૧૯૨૫માં ૫૦, ૧૯૨૬માં ૨૫૦, ૧૯૨૭માં ૪૭૫ અને ૧૯૨૮માં ૫૦૩; એ પ્રમાણે વિદ્યાર્થી સંખ્યા થયેલી. આ વર્ગમાં હિંદુસ્થાનના દરેક ભાગમાંથી વિદ્યાર્થીઓ જાય છે. આ વર્ષે કાઠિયાવાડમાંથી અમરેલીથી ભાઈ ભગવાનજી મહેતા અને રાજકોટથી ભાઈ છોટાલાલ માકડ ગયેલા. તે બન્ને વ્યાયામપ્રેમી બંધુઓ ઉપર આ મંડળની અને તેના આ વર્ગની સરસ છાપ પડી છે. શ્રી. માકડ એક પત્રમાં એક મિત્ર ઉપર લખે છે કે, ‘હિંદુસ્થાનના જુદા જુદા પ્રાંતમાંથી આવતા પાંચસો જેટલા ભાઈઓ છાવણીઓ નાખીને લશ્કરી ઢબે દાઢ માસ સુધી સાથે રહે અને દરરોજ ઘડીઆળના કાંટાની નિયમિતતાની સાથે હરિફાઈ કરે એવી નિયમિતતા અને નિયમબદ્ધતાથી કવાયત કરે એ દશ્ય અદ્ભુત બની રહે છે. એકજ ઉદ્દેશથી, એકજ વિચારના અને એકજ વિષયનું સેવન કરનારા પાંચસો હિંદી જુવાને લશ્કરી ઢબ સાથે વ્યાયામની
લીમ લે અને સાથે ભારત દ્વારનાં સ્વને સેવે, એ વાતાવરણનો ખ્યાલ શબ્દોમાં હું ન આપી શકું. એ જાતે જોવું જોઇએ અને અનુભવવું જોઈએ.... કાઠિયાવાડમાં આવું પવિત્ર અને મર્દાનગીભર્યું જીવન જીવતા વ્યાયામપ્રેમીઓની છાવણીઓ નંખાઈ હોય એ દિવસ ક્યારે આવશે?
આ શારીરિક તાલીમના વર્ગમાં આવનારાઓ માટે ત્રણ વર્ષને અભ્યાસક્રમ રખાય છે. ત્રણ ઉનાળાની રજાએ આ મંડળની વ્યાયામશાળામાં ગાળી કોઈ પણ ભાઈ સરસ વ્યાયામશિક્ષક બની શકે છે. આ સંસ્થામાં પૂર્વ અને પશ્ચિમની બનને વ્યાયામ પદ્ધતિઓના જૂદા જૂદા ત્રીસ વિષયોનું જ્ઞાન અપાતું હોવાથી, એ શિક્ષક કેઈ પણ અખાડામાં વ્યાયામવિશારદતરીકે દીપી નીકળે છે. આ સંસ્થામાં મુખ્યત્વે સ્વરક્ષણની તાલીમ અપાય છે. એ ઉપરાંત તરવાર, લાઠી, ભાલા, લકડી, જમૈયા, પશુ, પટ્ટા તેમજ બોકસીંગ, જુજુલ્સ વગેરેનું ખાસ જ્ઞાન આપવામાં આવે છે, એ તેની ખાસ વિશિષ્ટતા છે. આવી તાલીમનું એક વર્ષ પૂરું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com