________________
મેડમ લેનિનની મહત્ત્વાકાંક્ષા
૨૫
સરકારી વૈજ્ઞાનિક શિક્ષણવિભાગની પણ તે પ્રમુખ છે, પણ પેાતાના એ હેાદ્દાનુસાર કરજ ખજાવતાંની સાથે તેણે રશિયાની અભણુતા ટાળવાના કાર્યમાં રચનાત્મક ભાગ લીધા છે. તેનું દિલ સતત એ કાર્યંમાં રાકાયેલું રહે છે. તેણે મને પૂરા સàાષથી જણાવ્યું છે કે “ઝારની સત્તા વખતે રશિયાની ૧૪૦૦ લાખની પ્રજાને અર્ધો ભાગ અભણ હતા; પણ તે પછી વધુ ૯૦ લાખ માણસા લખતાં-વાંચતાં શીખી ગયાં છે. લશ્કરમાં તે ભાગ્યે એક પણ માણસ અભણુ હાય. શરૂઆતમાં તે પ્રજાને ભણવાનું જણાવવુ' એજ બહુ મુશ્કેલ કાર્યં હતુ; ને તેમને શિક્ષણુ લેવાના કાર્યમાં રસ લેતા કરવા માટે તેમની અનેક સગવડતા અમે સાચવતા અને તેમને માત ખાણાં આપતા. આજે સમગ્ર રશિયામાં અભણુતા ટાળવા માટે ૪૦,૦૦૦ મથકા મારફત પ્રયાસેા થાય છે. છેલ્લાં બે વર્ષામાં સરકારે ૧૦૦ લાખ રૂખલા એ પાછળ ખર્ચ્યા છે. રશિયામાં આને પ્રતાપે જ્ઞાન મેળવવાની પિપાસા વધતી જાય છે અને બધાં ગામડાંઓને પૂરતા પ્રમાણમાં સાહિત્ય-પુસ્તકા અને છાપાંઓ–અમે પૂરાં પાડી શકતાં નથી. આજે પણ સરહદનાં એવાં અનેક ગામડાંઓમાં જૂના છાપાની એક પ્રત ખેડુતનાં પાંચ કુટુંબેામાં વહેંચાય છે ! '' આ બધી નવી ખખરે આપતાં મેડમ લેનિનના મુખપર સંતેાષની ને સુખની રેખાઓ દેખાઇ.
રખડેલ છે.રા
પરંતુ રખડેલ છેકરાઓને કામે લગાડવાના ને સુધારવાના પ્રશ્નવિષે મે પૂછ્યું, ત્યારે તેના દિલમાં નિરાશા ઉદ્ભવી. તેણે કહ્યું કે “ તે પ્રશ્ન બહુજ વિષમ છે, પણ અમારે તેના નિવેડા લાવ્યેજ છૂટકા છે, અને અમે ધીમે ધીમે એમાં સારી પ્રગતિ કરી છે. સેકડા કુટુબેના રઝળતા છેકરાઓને અમે સમજાવીને કામે લગાડયા છે અને તેમને અમે ચેાગ્ય પગાર આપીએ છીએ. આ પ્રશ્નને નિવેડા લાવવા માટે બીજા અનેક ગંભીર સવાલેાની માફક પૈસાની મેાટી જરૂર રહે છે; પરંતુ જો નૈતિક ધન હેાય તે બહુ વેગવાન પ્રગતિ થશે, એમ હું માનું છું. તમે જોયું હશે કે, અમે રશિયામાં કામ કામ ને કામજ કયે જઈએ છીએ-નવુ' કામ પૂરૂં થાય તે જૂનું પાછું હાથ ધરીએ છીએ અને જ્યારે લેનિન–મારા પતિ–જીવતા હતા, ત્યારે અમે દેશપાર થયેલાં તે તે વખતે લંડનમાં કે પેરિસમાં, નિવામાં કે મુનચેનમાં-જ્યાં જઇએ ત્યાં અમને એક દિવસ આ કા કરવુ પડશે એની ઝંખનાજ થયા કરતી હતી અને સખીરિયાના એ એકાંત દિવસેામાં આશાના તંતુપર ધીરજ રાખી કેમ જીવવુ તે પણ અમે શીખ્યાં.”
તેની આકાંક્ષા
આ સુશીલ ભાઇની વાગ્ધારા એકસરખી વહેતી ગઈ. કાય કરવાના ઉત્સાહ કેટલા હાઇ શકે, તે તેના મુખપરથી હું જોઇ શકી. મેં તેને પૂછ્યું કે રશિયા છેાડીને તમે પરદેશમાં જવાનાં છે, એવી વાત કેટલાક વખતપર છાપાંઓમાં આવી હતી એ ખરી છે ? ”
"
“ જરા પણ નિહ તેણે કહ્યું “મારા દેશને હું ખૂબ ચાહુ છું તે અહીંજ હું સુખી છું. મારા પતિની મરજીથી હું રશિયા કદીયે છે।ડવાની નથી. મારી જીંદગીમાં મેં ખૂબ-ખૂબ પÖટન કર્યું છે ને હવે મારા જીવનમાં મને માત્ર એકજ આકાંક્ષા છે તે તે એ કે, મારા આઝાદ થયેલા દેશભાઈઓના હિતમાટે મને સોંપાયલુ કાર્ય કરવું. ”
મેડમ લેનિનની મુલાકાત લઇ હું મારે મુકામે આવી ને તરતજ ટેલિફેાનની ધંટડી વાગી. મે ટેલિફોન હાથમાં લીધેા, મેાસ્કામાંની મારી એક સ્ત્રીમિત્ર, કે જેને મેં મેડમ લેનિનની મુલાકાત કાઇ પણ ભાગે ગોઠવવાનું જણાવ્યું હતું, તેને એ ટેલીફેાન હતા. તેણે મને ખાખરે અવાજે જણાવ્યુ કે - ખહેન ! મેડમ લેનિન સાથે તમારી મુલાકાત ગાઠવવાના વારંવાર અનેક પ્રયાસ કર્યો છતાં પણ મારાથી તે બની શક્યું નથી; હું નથી ધારતી કે તમે તેને મળી શકશો.” પરંતુ તેને ક્યાં ખબર હતી કે, મેડમ લેનિનને હું મળી આવી હતી !
( ત!. ૩૧-૭-૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાન”માંથી )
શુ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com