________________
૪
શુભસંપ્રહ-ભાગ મુખદ્વાર આગળ મેડમ લેનિન એ નામની પટી ચુંટાડેલી જોઈ હું તે ચકિત જ બની ગઈ !
મેડમ લેનિન-અરે જેને મળવા માટે મેં ખૂબ ફાંફાં માર્યા, રશિયાના મારા પ્રવાસદરમિયાન જેની મુલાકાત લેવાને મેં પહેલને મક્કમ કાર્યક્રમ ઘડેલો તો પણ તે વ્યર્થ ગયો હતો અને ચારે પાસ ચળવળ જગાવી તેની મુલાકાત માટે આકાશ-પાતાળ એક કરવા હું મથી, તે મેડમ લેનિનઆમ અચાનક રીતે મળી ગઈ એ જોઈ મને નવાઈ લાગે નહિ !
એક પળ હું ગભરાઈ, મને લાગ્યું કે મારે ત્યાંથી તરતજ તેની માફી માગી ચાલ્યા જવું જોઈએ; પણ તેના મમતાળુ મુખ સામે મેં જોયું તો તેની સ્નેહાળ આંખમાં હેતભાવ નીરખે એટલે મને હિંમત આવી અને હું ધીમે રહીને તેની પાસે ગઈ. હું કેળવણીને લગતી જે ખબર મેળવવાને આવી હતી તે માટે મેં તેને વિગતવાર કહ્યું. તેને મારી વાતમાં રસ પડયો; કેમકે તેના પિતાનાજ ખાતાનું આ ક્ષેત્ર હતું. આ કામ માટે મેં કેવી રીતે ત્રાસજનક પ્રયાસ કર્યો તેની કહાણી મેં એને સંભળાવી એટલે એનું હાસ્ય તેનાથી રોપું રોકી શકાયું નહિ. મેં તેની સામે ફરી વાર જોયું. તેનું સ્મિતભર્યું મુખ, શાંત સૌમ્ય નયને, ભુરખા વાળની લટ ને વિશાળ ભાલ-એ પળવારમાં મેં જોઈ લીધાં અને તેની છબી ઉપરથી તેને કપી હતી, તેના કરતાં તે તદ્દન જૂદી લાગી. તેના મુખના એક ખૂણા પર સહેજ કરચલી પડી હતી, તે જોતાં તેને થડે જખમ થયો હેય એમ લાગ્યા વિના નહિ રહે. તેણે સાદ કાળે ગાઉન પહેર્યો હતો. શરીર પર કાંઈ ઝવેરાત હતું નહિ. તેની વાત કરવાની કળા પરથી અને હલન-ચલન પરથી તે સુશિક્ષિત અને સંસ્કારી બાઇ છે. તેની ખાત્રી થયા વિના રહે નહિ અને અગાધ કાર્યશક્તિ-જેને પ્રતાપે લેનિનની સેક્રેટરીતરીકે રશિયાના કપરા સમયમાં તેણે કામ કર્યું–તેનું ભાન થાય. તેના જીવન અને કાર્યવિષે ટુંક હકીકત જણાવવાને માટે મેં એને કહ્યું ત્યારે તેણે સ્વાભાવિક સ્મિત કર્યું ને જવાબ આપ્યો કે “નવા રશિયામાં અમે જુદા વ્યકિતત્વથી કામ કરતાં જ નથી, પણ સર્વે જણું સામટાં મળીને કામ કરીએ છીએ ને દરેક જણ જાહેરસેવામાં જીવન સમર્પણ કરે છે. હું ધારું છું કે, પશ્ચિમ યૂરોપમાં આ દૃષ્ટિબિંદુ સમજાતું નથી–” ને તેપણ પિતાને રોમાંચક જીવનના કેટલાક પ્રસંગો તેણે કહેવાનો પ્રયાસ કર્યો.
બાળપણ અને અઢ્યાસકાળ તેનું બાળપણ સેંટ પિટર્સબર્ગમાં-જ્યાં તે જન્મી ત્યાં–વીત્યું; ને ત્યાં એક બળવાર સ્ત્રીશિક્ષિકાના હાથ હેઠળ શાળામાં શિક્ષણ મેળવ્યું. આમ બાળપણથી જ બળવાની ભાવના તેના હૃદયમાં વિકાસ પામી. શિક્ષણના ક્ષેત્રમાં તેનું જીવન વીતાવવાની પ્રેરણા આપનાર પણ આજ શિક્ષિકા હતી; એટલે અભ્યાસ પૂરો થતાં તેણે શિક્ષિકાની પદવી મેળવી અને અઠવાડીઆમાં ચાર દિવસોએ અને રવિવારે પીટર્સબર્ગની ઉદ્યોગશાળામાં તે શીખવવા જતી.
એ વિખ્યાત શાળામાં રશિયન ભાષા, સામન્ય ઇતિહાસ અને ગણિતનું શિક્ષણ તે આપતી. એ નિશાળ મહાન છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં આવતા હોવાથી તેને ત્રણ વિભાગમાં વહેંચી નાખવામાં આવી હતી. તેમાં એક વિભાગ સ્ત્રીઓ માટે ને બે પુરુષ માટે હતા.
લેનિન સાથે પરિચય પણ શાળામાં શીખવતી વખતે તેને રાજકારણમાં રસ પડવા માંડે અને નવી સંસ્થાઓના બંધારણમાં તેણે ધ્યાન આપવા માંડયું. વૈગાને કિનારે આવેલા ઉજનવાસ ગામના કાયદાના વિષયનો અભ્યાસ કરતો એક જુવાન આવી સંસ્થાનો એક આગેવાનો કાર્યકતાં હતા. એ એ યુવાન સાથેનો વર્ષોને સહવાસ અને ધીખતી ચળવળમાં ભાગ લેવાના અપૂર્વ ઉત્સાહનાં રોમાંચક વને મેડમ લેનિને કર્યા, ત્યારે જાણે તે બધું સ્વપ્નામાં બોલતી હોય એવું લાગ્યું. તેના મુખ પર પ્રેમની ઝલક ફેલાઈ ને લાલાશભરી અપૂર્વ સુંદરતા તરી આવી. તેણે કહ્યું કે “હા, એજ સમયમાં હું મારા પતિને ઓળખી શકી-પણ એ ઇતિહાસ લાંબો છે.” એમ કહી તેણે વાત ટુંકાવી નાખી.
રશિયામાં શિક્ષણપ્રચાર રાજદ્વારા શિક્ષણના કમીશનના પ્રમુખપદનો હોદ્દો મેડમ લેનિન શોભાવે છે અને ૧૯૨થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com