________________
- ૨૭
મેડમ લેનિનની મહત્ત્વાકાંક્ષા १०४-मेडम लेनिननी महत्त्वाकांक्षा
આઝાદ દેશભાઇઓની સેવા રશિયાના રાષ્ટ્રવિધાયક સાથેના તેના પરિચયની કહાણી, બળવાખોર શિક્ષિકાના હાથ નીચે અભ્યાસ, ખૂબ ફાંફાં માર્યા હતાં જેને એક પત્રકાર મળી શકી
નહિ તેનો તેને અચાનક મેળાપ યાં અને કેવી રીતે થયો? (જાહેરજીવનમાં આગેવાની લઈ કીતિને મોહ નહિ રાખનારા રશિયાના તારણહાર મહાન લેનિનની વિધવા ક્રાપ્સિકાની છે જે કઈ પણ પત્રકારને કદીએ મુલાકાત આપતી નથી, તેને એની કવેસેલ નામની એક જીપત્રકાર કેવી રીતે અચાનક મળી અને તે મુલાકાત દરમિયાન મેડમ લેનિને રશિયાના શિક્ષણપ્રચારના કાર્યની, પેતાના બાલ્યકાળની, લેનિન સાથેના પ્રથમ પરિચયની ને બીજી અનેક વાતે કેવી રોમાંચક રીતે કહી સંભળાવી, તેનું રસિક ખ્યાન આ લેખમાં તે પત્રકાર આપે છે. )
બશેવિઝમના પ્રણેતાતરીકે રશિયાની ભૂમિમાં ને પરદેશમાં લેનિનની કીર્તિ ચોમેર ગવાઈ છે, પણ તેની પત્ની તેના જેટલી હજી જાહેરમાં આવી નથી. અત્યારસુધીમાં તેણે માત્ર એકજ વાર જાહેરમાં સ્થાન લીધું હતું કે તે માત્ર લેનિન અવસાન પામ્યા ત્યારે લેનિનના હજારો ભક્તો તેના શબપર ફૂલો ચઢાવીને પસાર થયા હતા ત્યારે છ દિવસો સુધી અખંડ રાત્રિના ઉજાગરા કરીને તે શબની સમક્ષ તે પૂતળાની પિઠે બેઠી હતી. રશિયાનું ભાવિ સંગીનપણે ઘડવામાં વર્ષોસુધી લેનિન જહેમત ઉઠાવતો હતો ત્યારે, તેમજ તેના અવસાન પછી તેની પ્રિયતમાએ જાહેરમાં આગળ આવવાનો વિચારસરા પણ નથી કર્યો. રશિયાનાં બજારમાં જાણીતા બળવાખોરો-લેનિન ને ટ્રોટસ્કી તથા સ્ટોલીન ને કેમેનેફની છબીઓ સસ્તા ભાવે વેચાતી મળી શકશે, પણ મેડમલેનિનની છબી જોઇતી હોય, તો તેને માટે ભટકી ભટકીને થાકી જઇએ, તો પણ તેની છબી ભાગ્યે મળે. એ પરથી જ ખાત્રી થશે કે, જાહેરમાં આવવાની તેને બીલકુલ ઉત્કંઠા છેજ નહિ.
તેણે બહાર આવી આગેવાની લેવી હોત, તે તે તેને માટે બહુ સહેલું હતું. રશિયાના રાષ્ટ્રવિધાયક લેનિનની સાથે જ તે રશિયામાં કાર્ય કરી પોતાના પતિના જીવતાંજ આગળ પડતું સ્થાન લઈ શકત ને તેના અવસાન પછી પતિવ્રતા રાણીતરીકે રશિયામાં પોતાની કીર્તિ ફેલાવી શકત: પણ લેનિનની પત્ની કે જેનું નામ એન. કે. ક્રાઉસકાની આઉર્જાનોવા છે, તે શાંતિ ચાહે છે ને પિતાના કાર્યમાં નિશદિન મશગુલ બની બહારની ધાંધલને અવગણે છે. લેનિનની પત્ની તરીકેના તેના જીવનમાં દુનિયાને રસ પડશે, એ ખ્યાલ તેને આવતો જ નથી ને તેથી જ દુનિયાના અનેક દેશોનાં વર્તમાનપત્રના પ્રતિનિધિઓ કે જેઓ રશિયા જાય છે અને તેની મુલાકાત લેવાની ઇચ્છા દર્શાવે છે, તેને તે સાફ સાફ ના કહેવરાવી દે છે.
અચાનક મેળાપ પણ હું તેને અચાનકજ મળી શકી. રશિયામાં અભણુતા ટાળવા માટે થતા ઉપાયો વિષે ખબરો મેળવવાનો મેં પ્રયાસ કર્યો અને તે વિષે સત્તાવાર વિગતે મને કોણ પૂરી પાડશે તે વિષે મેં ખબર મઢી, ત્યારે સેવિયેટ સરકારના કેળવણી ખાતામાં તપાસ કરવા માટે મને જણાવવામાં આવ્યું; એટલે કેળવણીખાતાના મકાન પાસે હું ગઈ. ત્યાં મેં ગેલેરીઓમાં ને ઍફીસોમાં આંટા માર્યા, પણ મારે જોઈતી ખબર મને ક્યાં મળશે તે હું જાણી શકી નહિ. કેમકે તે વખત અપાર હતું ને ઑફિસમાંના અમલદારે ને બીજા માણસો મોટે ભાગે હા-નાસ્તો લેવા બહાર ગયા હતા; એટલે હું ખૂણેખાંચરે તપાસ કરીને આખું મકાન ફરી વળી, ત્યારે છેવટે એક પ્રૌઢ સ્ત્રી એક ઍફીસમાં શાંતિથી કામ કરતી હતી તેને મળી. મારે જે કામવિષે પૂછવું હતું, તે તેને જણાવ્યું. મેં તો જર્મન-ઇંચ ને રશિયન ભાષાનો શંભુમેળો કરીને ગાડું હાંક્યું, પણ તે એ બધું કેમ સમજી શકી તે હજી હું જાણી શકી નથી; પરંતુ મારા સવાલો સાંભળીને તે તરતજ પાસેની રૂમમાં ગઈ ને થોડી વારે પાછી ફરી તથા મને એ રૂમમાં લઈ ગઈ. તે રૂમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com