________________
૧૫
આંતરમનવિષે કેટલાક વિચારે અને પરિણામની વાટ જોયા કરો. તમે નિરાશ નહિ થાઓ. કેટલાક સેવકો એવા તે સ્વામીભક્ત હોય છે કે તેમને જે કાંઈ આજ્ઞા કરવામાં આવે છે, તેનું તેઓ હમેશાં પાલન કરે છે; અને તમારૂં પિતાનું મન તમારે આવા પ્રકારને જ સેવક છે.
(૩) | સર્વદા સ્મરણમાં રાખો કે, આંતરમનમાં–મભૂમિના અંદરના પડમાં તમે જે કંઈ રોપશે તે ઉગ્યાવિના રહેવાનું નહિ. વળી એ પણ રમરણમાં રાખો કે, જેમ તમે રોપેલું બીજક ઉત્તમ હશે, તેમ જે વૃક્ષ થશે તે ઉત્તમ પ્રકારનું થશે. વિજ્ઞાનનુસાર બીજકોને પસંદ કરીને રોપવાથી ખેડુત બમણો પાક લણે છે, એ શું તમે નથી જાણતા ? શામાટે ત્યારે તેજ નિયમ મનના અને વિચારના સંબંધમાં નથી લગાડતા?
સામાન્ય મનુષ્યો પિતાની મનોવાટિકામાં નજરમાં આવે તે વાવે છે–બાવળીયા, આકડા, થોરીઆ, ધંતુરા, ઝાંખરાં, ધૂળધમાસ વગેરે ગમે તે માલવિનાનાં વૃક્ષો વાવે છે. શામાટે ત્યારે પછી તેમણે વિપત્તિ, વ્યાધિ, નિરાશા અને નિષ્ફળતા લણવાના પ્રસંગે આશ્ચર્યને પામવું જોઈએ?
પ્રતિદિન જે તમે તમારા મનને કહ્યા કરો છો કે, હું ઘરડો થતો જાઉં છું, તો તમે તમારી મનવાટિકામાં વૃદ્ધાવસ્થાને પ્રકટાવનાર બીજકેનેજ રોપે છે. આથી તમારા શરીરના પ્રત્યેક ભાગમાં તમે ઘડપણુરૂપી વૃક્ષ ઉગી નીકળેલું અનુભવો છો.
તમે જુવાન છે, એવા જ વિચાર કરો અને વસ્તુતઃ તમે તેવા છે, એમજ જાણે; તમારામાં યૌવનનું ભાન કરા; વારંવાર તમારા મનને કહે કે, તમારું યૌવન સ્થિર રહે છે; યૌવનને ટકી રહેવાની અથવા હાલ તમે વૃદ્ધ હે તે યૌવનને પાછું તમારા શરીરમાં પ્રકટેલું જોવાની જ વાટ જોયા કરે; યુવાન રહેવાને દઢ નિશ્ચય કરો; યુવાવસ્થાથી પ્રતિકુળ એક પણ વિચારને અંતઃકરણમાં કદી પણ ન કરે. આ પ્રમાણે કરવાથી યૌવનને ઉત્પન્ન કરનાર ઉત્તમ બીજકોને જ તમે તમારી મને વાટિકામાં રોપે છે; અને જેવું આપણે રેપીએ છીએ, તેવું જ આપણે લણીએ છીએ.
તમારા આંતરમનને તમને નિરંતર યુવાન રાખવા આજ્ઞા કરો, અને આંતરમન તે પ્રમાણે વર્તવાનું જ, એવી શ્રદ્ધા રાખ્યા કરે. આંતરમનને આજ્ઞા કરતી વખતે જરા પણ સંશયને ન ધરો, અને તમારું ધારેલું ફળ તમને મળ્યાવિના રહેશેજ નહિ.
નિદ્રાપૂવે શાંતિથી અને અંતરમાં ઉંડા ઉતરી જેને તમે વિચાર કરો છે, તેનાં બીજો આંતરમનમાં રોપાય છે; અને આંતરમનમાં રોપાયલું પ્રત્યેક બીજક મોટા વૃક્ષરૂપે થઈને તમારા રીરમાં તથા મનમાં ઉગી નીકળે છે. આથી કરીને નિદ્રા આવતાપૂર્વે જેની તમારે તમારા જીવનમાં નિત્ય જરૂર હોય, તે વિના બીજા કેઈ પણ વિષયને તમારે વિચાર ન કરવાની અત્યંત અગત્ય છે.
પથારીમાં સૂતા સૂતા ઉંધ આવે ત્યાંસુધી ઉત્તમ વિચારો કરવા જોઈએ, ઉત્તમ ઉદ્દેશનું ચિંતન કરવું જોઇએ, પરમેશ્વરના મંગળમય નામનો જપ કરવો જોઈએ અથવા તેમના સ્વરૂપની ધારણું અથવા ધ્યાન કરવું જોઈએ. ભવિષ્યમાં જે તમારે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેનાજ ચિંતનમાં સૂવા પહેલાં એક કલાક સમર્પણ કરવો જોઈએ. આ પ્રમાણે તમારી મનવાટિકામાં તમે વિજ્ઞાનાનુસાર ઉત્તમ બીજકેને પસંદ કરીને રોપો છો, અને તમે બમણો અથવા ત્રમણ પાક લણવાના.
આંતરમનને ઘણાં કર્તવ્યો હોય છે. બીજાં કર્તવ્યોમાં બુદ્ધિમાન સેવકનું પણ કર્તવ્ય તેણે સ્વીકાર્યું છે. જે કંઈ તેને કહેવામાં આવે છે, તે તે કરે છે, અને આજ સુધી તેને સામર્થ્યનું માપ કઈ કાઢી શક્યું નથી.
તમારા આંતરમનને યોગ્ય સૂચનાઓ પ્રતિદિન આપ્યા કરો, અને તમારા સમગ્ર મનને, તમારી પ્રત્યેક માનસિક શક્તિને, તમારા પ્રત્યેક સામર્થને અને તમારા આખા શરીરને તમે નિરંતર ઉંચી અને ઉંચી કળાવાળું કરતા જશે. તમે તમને સંપૂર્ણ રીતે બદલી નાખશે અને જીવના શિવ થશે.
આજે બહુ તાપ છે, આજે બહુ ટાઢ છે, આજે બહુ વરસાદ છે, આવા આવા વિચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com