________________
શુભસંગ્રહ ભાગ ચેાથો વિચારો તન્મય થઈને કરવા. આપણા શાસ્ત્રકારે નિરંતર જપ કરવાને, અથવા તત્ત્વવિચાર કરવાને, અથવા ઈશ્વરનાં કીર્તન કરવાનો, અથવા ઈશ્વરશ્ના સ્વરૂપનું ચિંતનાદિ કરવાનો આ પ્રસંગે જે આપણને આમહયુક્ત બેધ કરે છે, તેનું આજ કારણ છે. આવા સદ્વિચારો કરવાથી અગ્ય વિકારેનાં આંતર મનમાં ઉંડાં મૂળ નંખાતાં નથી, અને સદ્વિચારોનાં વારંવાર ઉંડાં મૂળ નંખાવાથી આપણું હિત થાય છે. વાચકજપથી ઉપાંશુ જપનું હજારગણું, ઉપશુપથી મનમય
હજારગણું, મનોમય જપથી ધ્યાનજ૫નું હજારગણું, અને ધ્યાનજપથી શૂન્યજપનું હજારગણું ફળ મળવાનું આપણાં શાસ્ત્રોમાં જે વર્ણવ્યું છે, તેનું પણ આજ કારણ છે; કારણ કે વાચકજપમાં આપણી જેટલી તન્મયતા થાય છે તેના કરતાં ઉપાંશુ જપમાં અધિક થાય છે, અને ઉપાંશુ જપ કરતાં મનોમયમાં, ધ્યાનમાં અને શૂન્યમાં ઉત્તરોત્તર અધિક થાય છે; અને જે જ૫માં અધિક તન્મયતા હોય છે, તે જપનાં આંતરમનમાં વધારે ઉંડાં મૂળ નંખાતાં હોવાથી ફળ આપવામાં તે ઉંડાં મૂળ નાખનાર જપ કરતાં આધક બળવાન હોયજ એ સ્પષ્ટ છે. ધ્યાનમાં અને શૂન્યજપમાં જપ કરનાર અત્યંત ઉંડે ઉતરી જાય છે, અને તેથી આંતરમનમાં તેના સૌથી ઊંડા સંસ્કાર પડવાથી ધ્યાનજ એ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવનાર અને શન્યજ૫ એ તેમનાથી અભેદભાવને પમાડનાર હોયજ, એ સુસિદ્ધ છે.
આ પ્રમાણે બુદ્ધિમાને આંતરમનમાં સર્વદા એવા વિચારનાં બીજક ઉંડાં નાખવાં કે જેથી કોઈ ૫ણ અ૫ વિકારને કે અયોગ્ય સ્થિતિને પ્રકટવાનો અવકાશજ ન રહે, અને આંતરમન સર્વદા સુખને અને આનંદને પ્રકટાવે.
(૨) તમારે જે કાર્યને સિદ્ધ કરવું હોય; જે વિચારે જોઈતા હોય; જે પ્રયુક્તિઓની અગત્ય હોય; જે કર્મક્ષમતા( કાર્ય કરવાની યોગ્યતા)ની જરૂર હોય; જે નિપુણતાની ઇચ્છા હોય; જે બુદ્ધિની વાંછના હોય; જે સહિષ્ણુતાની કામના હોય–તે સર્વે તમને આપવાને માટે તમારા મનને આજ્ઞા કરો. દઢ નિર્ણાયક પણ સ્વસ્થતાપૂર્વક, મનને સવિસ્તર આજ્ઞા કરે. પ્રતિદિન એક વાર અથવા પ્રતિદિન અનેક વાર તમારા મનને આ પ્રમાણે આજ્ઞા કર્યા કરો. આજ્ઞા કર્યા પછી પરિણામ કેવું આવશે, તે સંબંધી કશી પણ ચિંતા ન કરો. તમારે કેવા પરિણામની અથવા કુળની ઈરછા છે, તેજ માત્ર તમારા મનને જણાવો, અને જે તમારે જોઈતું હશે તેને માટે તમે અધિકારી થશે કે તે વસ્તુ તમારી પાસે આવેલી તમને જણાશે. તમારી આજ્ઞા કરેલી વસ્તુ તમારા સંમુખ તમારું મન લાવીને મૂકશે. - જ્યારે તમારે કોઈ ખાસ કામ કરવાનું હોય અને કોઈ નવી પ્રયુક્તિઓની તમારે જ... રૂર હોય, ત્યારે તમારા મનને તે પ્રયુક્તિઓ ઉપજાવી કાઢવાની આજ્ઞા કરો. તે યુક્તિઓ. તમારું મન તમને ઘડીને આપશેજ, એવી શ્રદ્ધાથી વાટ જોયા કરો અને તે યુક્તિઓ તમારું મન તમને ઇડીને આપે તે અરસામાં કોઈ બીજા કામમાં તમારી વૃત્તિને જોડે. આ સંધિમાં તમારા આંતરમનની કર્મશાળામાં ( કારખાનામાં છે તમારી આજ્ઞા અમલમાં મૂકવાની ક્રિયા ચાલવા માંડશે, અને યેચ સમય વીતતાં જે યુક્તિઓ ઘડી કાઢવાનું તમે તમારા મનને સંપ્યું હશે, તે યુક્તિઓ ઘડીને તમારું મન તમને સોંપશે.
બીજું જે કંઈ તમારે જોઈતું હોય તે સંબંધમાં પણ આ પ્રમાણે જ કરે. જે કંઈ અટપટી બાબતે કરવાની તમારે માથે આવી પડે, તે સર્વનો નિકાલ કરવાને માટે તમારા આંતરમનને સેપે. સ્મરણમાં રાખો કે, પ્રત્યેક ગુંચવણનો ઉકેલ હોય છે અને ગમે તેવી ગુંચવણને ઉકેલ કાઢવાને તમારું મન સમર્થ છે. કોઈ કઠિન પ્રશ્નનું સમાધાન તમને ન જડતું હોય, તો તે આપવાનું તમારા મનને કહે. આ પ્રમાણે કહીને પછી તમારે કામે વળગે. તેનું સમાધાન કેવા ઉપાયો લેવાથી અને શું કરવાથી થશે, એવી ચિંતામાં પડશો નહિ. તમારું મન તમારી ગમે તેવી શંકાનું સમાધાન કરવાને સમર્થ છે, એવી શ્રદ્ધાને ધરતા નિશ્ચિંત રહે.. માત્ર આરાજ કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com