________________
આંતરમન વિષે કેટલાક વિચારે વાગે છે. પરંતુ એ વિચાર છે મગરાના કે ચંપાના વૃક્ષનું બીજક હોય છે અથવા આંબાના વૃક્ષનું બીજક હોય છે, તો સુવાસિત પુષ્પ અથવા સ્વાદિષ્ટ ફળ આપણને પ્રાપ્ત થાય છે.
આપણું મને વાટિકામાં ઉગેલાં કાંટાનાં વૃક્ષોને નાશ કરવાને માટે આપણે તેમને આખા ને આખાં મૂળસહિત ઉખેડી નાખવાં જોઈએ; પરંતુ તે કંઇ ખેંચી શકાય અથવા કાપી શકાય એવાં હોતાં નથી. તેમને તળેથી ઠેલો મારીને બહાર કાઢી નાખવાં જોઈએ, એટલે કે જે કાંટાનાં વૃક્ષને કાઢી નાખવા આપણે ઈચ્છતા હોઈએ તે વૃક્ષના મૂળતળે, આંતરમનમાં વધારે ઉડે આપણે બીજું બીજક વાવવું જોઈએ. આંતરમનમાં જેમ વધારે ઉંડાં બીજ રોપવામાં આવે છે, તેમ તે બીજકેમાં વધારે જીવન અને વધારે બળથી ઉગવાની શક્તિ હોય છે. આમ હેવાથી જે બીજકને માનભૂમિમાં સૌથી ઊંડું રાખ્યું હોય છે, તે બીજક એટલે ઉડે નહિ રોપાયેલાં બીજકેને ધક્કો મારીને બહાર કાઢી નાખે છે, અને પિતે ઉપર આવે છે. આ બીજે નિયમ પણ સુખની ઈચ્છાવાળા આપણે સર્વદા સ્મરણમાં રાખવાનું છે.
દેને, દુર્ગુણોને અથવા પ્રતિકૂળ સ્થિતિઓને ટાળવાને માટે જ્યારે આ નિયમાનુસાર આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તેમને ટાળવામાં આપણે વિજયી થયા વિના રહેતા જ નથી. પહેલી ટે ટાળવાને ગમે તેવો બળવાન નિશ્ચય કર્યો હોય છે, તે પણ તે છૂટતી નથી. ખરું કહીએ તો કોઈ પણ સ્થિતિ, કામના, દુર્ગુણ અથવા દોષ એ રીતે ટાળી શકાતો નથી. આપણને ન ગમે આપણા શરીરમાં તથા મનમાં જણાવેલો કોઈ પણ દોષ ત્યારેજ સહેલાઈથી અને સંપૂર્ણપણે ટળી જાય છે, કે જ્યારે આપણે જે આપણને ગમે છે, તેનાં આપણું આંતરમનમાં વધારે ઉંડાં મૂળ નાખીએ છીએ. તમારા દોષો પ્રતિ દષ્ટિ પણ ન નાખે; તેમના સંબંધી વિચારસરખો પણ કદી ન કરે અને જે સદગુણોની તમને ઈચ્છા હોય તેનાજ, ઉંડા ઉતરી તન્મય થઈ વિચાર કરે. જેમ વધારે ઉંડા ઉતરી તમારે જોઈતા સહગુણેને તમે વિચાર કરશો, તેમ તમારી માનસિક આંતરભૂમિમાં તેનાં વધારે ઉંડાં મૂળ નંખાશે, અને તેમ તમારા દોષ છૂટવાનો સત્વર યુગ આવશે. દેષથી મુક્ત થવાનો અને સદ્દગુણોને સિદ્ધ કરવાને આજ માર્ગ છે; દુઃખથી છૂટવાને અને સુખને પ્રાપ્ત કરવાનો આજ રાજમાર્ગ છે; જીવત્વને નાશ કરવાનું અને શિવત્વને અનુભવ કરવાનું આજ અમેઘ સાધન છે.
જે તમારે ન જોઇતું હોય તેને તન્મય થઈને કદી વિચાર કરતા ના; પણ જે તમારે જોઈતું હેય તેનેજ જેમ બને તેમ અધિક વાર અને જેમ બને તેમ અધિક તન્મય થઈને વિચાર કરો. જેને તમે ઉંડા ઉતરી વિચાર કરો છે અથવા જેની તમે અત્યંત તીવ્રપણે ઈચ્છા કરો છો, તેનાં આંતરમનમાં બીજક રોપાય છે; અને જેનાં આંતરમનમાં બીજક પડે છે તે થોડા સમયમાં વૃક્ષ થઈને ઉગી નીકળે છે. આમ હોવાથી જે ગુણે અથવા ધારણ કરવાયેગ્ય નથી તેવા પ્રત્યેક ગુણની અથવા ટેવની સંપૂર્ણ ઉપેક્ષા કરવાથી, તેમના તરફ દૃષ્ટિસરખી પણ કરવી છેડી દેવાથી તમારી માનસવાટિકામાં સર્વ પ્રકારનાં કાંટાનાં વૃક્ષોને ઉગતાં તમે અટકાવી શકશો; અને જે ગુણે અને ટે ધારણ કરવા યોગ્ય છે, તેવા પ્રત્યેક ગુણનો અને ટેવને જેમ બને તેમ ઉંડા ઉતરી વારંવાર વિચાર કરવાથી તમારી માનસવાટિકામાં તમે સર્વ પ્રકારનાં ઉત્તમ અને સુખદ ફળને તથા પુષ્પવૃક્ષોને ઉછેરી શકશે. તમારી માનસવાટિકા ઈદ્રના નંદનવન જેવી સર્વદા ખીલી રહેશે, અને તમને નિરંતર આનંદ તથા સુખને આપનાર થઈ રહેશે.
પ્રત્યેક ભયને વિચાર આંતરમનમાં ઉંડાં મૂળ ઘાલે છે. આ કારણથી જ જેનો આપણે નિત્ય ભય ધર્યા કરીએ છીએ, તેના પંજામાં આપણે સપડાઈ જઈએ છીએ. ચિંતા, ઉદ્વેગ, સંતાપ અને તેવી જ બીજી મનની વ્યાકુળતાવાળી સ્થિતિઓમાં પણ આમજ બને છે. આ કારણુથી ગમે તેમ થાય તો પણ આવા વિકારોને તથા સ્થિતિએને મનમાં કદી પણ ન પ્રકટવા દેવી જોઈએ. અને આમ કરવું, એ કંઈ કઠિન નથી. આવા વિકારો મનમાં ઉઠવા માંડે કે તરત જ સાવધાન થઈ, કોઈ સારા વિચારોમાં મનને જોડી દેવું. આનંદના, શાંતિના, સુખના, અવિરાધના, સામટ્યૂના, શ્રદ્ધાના, સદાગ્રહના અથવા જે કઈ ઉચ્ચ ઉદ્દેશ તમે સિદ્ધ કરવા ધાર્યો હોય તેના જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com