________________
શુભસંગ્રહ-ભાગ ૨ ५-आंतरमन विषे केटलाक विचारो
મહાકાલમાં આવતા વિવિધ લેખમાં જેને વારંવાર આંતરમન (સબન્શિયસ માઈન્ડ) કહેવામાં આવે છે, તે વસ્તુતઃ કાઈ બીજું મન નથી, પણ એકજ મનને તે એક ભાગ છે. મનને જે ખેતરની ઉપમા આપીએ તે આંતરમન એ ખેતરની જમીનનું અંદરનું પડ છે. જેમ જમીનની ઉપરના ભાગમાં ઝાડ હોય છે અને અંદરના ભાગમાં ઝાડનાં મૂળ હોય છે, તેમ મનની અંદરની બાજુ જેને આંતરમન કહીએ છીએ, તેમાં આપણી માનસિક સૃષ્ટિમાં જે કંઈ ઉગ્યું હોય છે, તેનાં મૂળ હોય છે.
આપણામાં જે કંઈ છે, તેને જે પૂરેપૂર અને સર્વોત્તમ ઉપયોગ આપણે કરવો હોય તો આપણા મનની આ અંદરની બાજુનું સ્વરૂપ સમજવાની આપણે અત્યંત અગત્ય છે થીજ આંતરમન સંબંધી વિવિધ લેખ આ માસિકમાં વારંવાર આપવામાં આવ્યા છે, તથા ભવિષ્યમાં આપવામાં આવનાર છે.
આપણું શરીરમાં અને મનમાં જે કંઈ સારા અથવા નઠારા ફેરફારો થાય છે, તેને આંતરમનજ પ્રકટાવે છે. આંતરમનમાં ચાલતી ક્રિયાજ આપણું શરીરમાં અને મનમાં સારાં અને નઠારાં ફળે ઉપજાવે છે. જેમ જમીનના અંદરના ભાગને ખાતર વગેરેથી પેષણ આપવાથી ઉપર ઉગી નીકળતાં વૃક્ષો બળવાન થાય છે, તેમ આંતરમનને કેળવવાથીજ શરીર તથા મન ઉત્તમ પ્રકારનું કરી શકાય છે.
આપણું શરીર તથા મનમાં જે કંઈ પ્રતિકૂળ ઉગી નીકળ્યું હોય છે, તેને આંતરમનમાં ચાલતી ક્રિયાજ નિવારી શકવા સમર્થ હોય છે. આપણું શરીરમાં કોઈ રોગ હોય અથવા મનમાં કોઈ દોષ હોય તો જ્યાં સુધી આંતરમનમાંથી તેનાં મૂળ કાઢી નાખવામાં નથી આવતાં, ત્યાં સુધી તે કદી પણ નિવૃત્ત થતો નથી. આંતરમનમાં ચાલતી પ્રતિકૂળ ક્રિયાથીજ શરીરમાં તથા મનમાં વ્યાધિ પ્રકટે છે. આથી શારીરિક તથા માનસિક વ્યાધિ નિવારવાને માટે આંતરમનમાં બળવાન અનુકૂળ ક્રિયા પ્રકટાવવાની મુખ્ય અગત્ય છે.
આંતરમનમાં હાલ જે ક્રિયા ચાલતી હોય છે, તેને ફેરવી નાખ્યાવિના આપણું શરીરની તથા મનની હાલ જે સ્થિતિ છે તે કદી પણ બદલી શકાતી નથી. આંતરમનમાં જેવો જે ફેરફાર જ્યારે જ્યારે કરવામાં આવે છે, ત્યારે ત્યારે તેવો તેવો ફેરફાર આપણું શરીરમાં તથા બાહ્યમનમાં અવશ્ય પ્રકટે છે. આ નિયમ અત્યંત મહત્ત્વનું છે, અને તેના ઉપર આપણા સુખદુ:ખને આધાર રહેલે હાવાથી જે આપણે આપણાં શરીરને તથા મનને ઉંચા પ્રકારનું કરવું હોય, તથા દુઃખને નાશ કરી સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરવું હોય તો આપણે તે નિયમને બરાબર સમજીને તેને અનુકૂળ વર્તન કરવું જોઈએ. સતશાસ્ત્રો જ્યારે “મન એજ બંધમોક્ષનું અથવા સુખદુઃખનું કારણ છે એમ કહે છે, ત્યારે તે આજ મહત્ત્વના નિયમનું આપણને સૂચન કરે છે.
મનની ઉપરની બાજુમાં કેટલીક બાબતોનું અસ્તિત્વ પ્રસંગે થોડી વાર દેખાતું હોય છેપ્રસંગે થોડી વાર આપણે સુખી અને સદાચરણ થયેલા દેખાઈએ છીએ-પરંતુ આ સુખનાં અને સદાચરણનાં ઉંડાં મૂળ આંતરમનમાં જ્યાં સુધી નાખવામાં નથી આવતાં, ત્યાં સુધી આપણું જીવન હમેશને માટે સુખી અને સદાચરણ થતું નથી. આંતરમનમાં જે ઉંડું પ્રવેશ્ય હોય છે, તેજ આપણું જીવનમાં ફળ પ્રકટાવતું દેખાય છે, અને જ્યાં સુધી આંતરમનમાંથી તેને દૂર કરવામાં નથી આવતું, ત્યાં સુધી તે તેની તે જાતનું ફળ પ્રકટાવ્યાજ કરે છે.
જે જે વિચારો આપણે ઉંડા ઉતરીને કરીએ છીએ, તે આંતરમનમાં પ્રવેશે છે; મનની જમીનના અંદરતા પડમાં તે મૂળ નાખે છે; અને ત્યાંથી શાખા, પત્ર, પુષ્પ અને ફળરૂપે ઉપર બાહ્યમનમાં તથા શરીરમાં ઉગી નીકળે છે. જે એ વિચાર કેઈ કાંટાના વૃક્ષનું બીજક હોય છે. તો આપણા મનમાં તથા શરીરમાં કાંટાનું વૃક્ષ ઉગે છે, અને તેના કાંટા નિત્ય આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com