________________
નિકારાગુઆના શૂરવીર સેનાપતિ
૧
કામકાજમાટે ઘણાજ ઉંચા અભિપ્રાય હતા. દરમિયાનમાં નિકારાગુઆમાં કૅાન્ઝરવેટિવ અને લિખરલ પક્ષ વચ્ચે ઝુજ જામી ત્યારે સેડીને ત્યાં ઉપડી ગયા. ગયા (ઈ. સ. ૧૯૨૭ના) જુલાઈ માસમાં લિબરલા અને પ્રમુખ કુલીજ વચ્ચે સમાધાની થઇ, પણ સેડીનાએ તેની સામે પણ ખંડ ઉઠા ને ઉપર જણાવેલા ભાગમાં સ્વતંત્ર રાજતંત્ર સ્થાપન કર્યું. તે પેાતાને પહાડેાના જંગલી પશુ” તરીકે ઓળખાવે છે.
તરતજ તેણે લશ્કરનુ સંગઠન કર્યું. તે એક ઉમદા કદાવર સફેદ ઘેાડાપર સ્વારી કરે છે. તેનાજ નામના સિક્કા તેના રાજ્યમાં ચાલે છે. રાજ્યમાં તેણે એવે કાયદા કર્યાં છે કે, તેના લશ્કરમાં જે કાઈ દારૂ વેચે તેને ફ્રાંસીને માંચડે લટકાવવામાં આવશે. વળી પરદેશીઓની માલમિલકત પણ તેણે જપ્ત કરી.
હાલ તેની પાસે એક હજાર બંદુકા અને ૮૦ હજાર કારતુસા હેાવાનું તેના દુશ્મને આપણતે જણાવે છે. વધારામાં ત્રણ મશીનગન્સ ને થાડી તાપા પણ છે. આ સંખ્યા સાથે આપણને કાષ્ઠ જાતની પંચાત છે નહિ, પણ આપણે એ તે અનુભવથીજ જાણ્યું છે કે, અમેરિકન સેનાએ સાથે જ્યારે જ્યારે લડાઇએ થઈ, ત્યારે સેડીનેાની સેનાજ પ્રભાશાળી નીવડી હતી.
આજસ્વી આશાવાદ
એક મિત્રપર તેણે કારણપરત્વે એક વાર પત્ર લખ્યું! હતેા અને તે ખાનગી હતા, છતાં તેમાં એ વાયા તે હતાંજ કે “તમે ખાત્રી રાખજો ને ખીજાઓને પશુ ખાત્રી આપજો કે, જ્યાંસુધી મધ્યઅમેરિકામાંથી વિદેશીએ ચાલ્યા નહિ જાય, ત્યાંસુધી લડાઇ ચાલુજ રહેવાની. તમે જ્ઞાની છે, દેશભક્તિના ઉપદેશ યુવકેને તમે આપેા છે. તમારા ઉપદેશથીજ હુ` પણ જાગૃત થયા હતા. મારા હૃદયમાં દેશભક્તિના પડધા તે તમારા પ્રભાવશાળી લેખને પરિણામેજ. તમારા ઉપદેશને વશ થઇનેજ મેં સ્વતંત્રતાનું વ્રત લીધું છે અને ધણા લાંબા કાળથી તરસી થયેલી મધ્યઅમેરિકન ભૂમિને શત્રુના લેાહીથી સતાખવાની પ્રતિજ્ઞાને હું વરી ચૂકયા છું. આપણા દેશમાં વિદેશીઓને કાઈ પણ રીતે દખલ કરવાના હક્ક નથી.
સેડીનાની ભીષણ પ્રતિજ્ઞા
ખૂનખાર લડાઇના પ્રસંગ નજીક આવી રહ્યા છે. ગમે તે થાય, પણ સેડીનેાની છાતીમાં ધગશ છે. તેની નસેામાં જીવતુ લેાહી વહે છે, ત્યાંસુધી નિકારાગુઆ શાહીવાદીઓના હાથમાં પસાર થશે નહિ! ખૂનખાર લડાઈ ચાલુ રહેશે, શૂરા સનિકા જાનમાલને ત્યાગ કરશે. મારી પાસે આજે પાંચ ટન ડાયનેમાઇટ ભર્યું છે. હું જો ચેાગમથી છેકજ અકળામણુના સંજોગામાં આવી પ ુ અને તેમાંથી છૂટવું મારે અશકય થઇ પડે તે! મારે હાથે એ ડાયનેમાઇટ સળગાવી મૂકીશ. તેના ધડાકા આજુબાજુના ૨૫૦ માઇલમાં સંભળાશે; એટલે દુનિયાએ માની લેવું કે, સેંડીને એ પેાતાની કાયર જીંદગીનેા અંત આણ્યા છે, દેશદ્રોહીએ તેમ શત્રુએ આ દેહને સ્પર્શી કરી શકશે નહિ, તે પ્રચંડ અગ્નિપ્રલયમાં ખાખ થઈ જશે.
આયર્લેડમાં ડી'વેલેરાનુ જે સ્થાન છે તે નિકારાગુઆમાં નિર્ભીય દેશભક્ત જનરલ સેડીનેાનું છે. આજે પણ તે પેાતાના ઘેાડાક ઝનુની સિપાઈએની મદદથી મહાન શક્તિવાળી અમેરિકાની શાહીવાદ સત્તા સામે ખૂનખાર લડત લઈ રહ્યો છે.
માનવજાતિના ઉદ્દારકાની જ્યારે તવારીખ લખાશે, ત્યારે જનરલ સેડીનેનું નામ તેમાં અગ્રસ્થાન ભાગવશે. ( દૈનિક હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com