________________
શુભસંગ્રહ ભાગ ચોથો
४-निकारागुआनो शूरवीर सेनापति
જનરલ સેન્ડીની ભીષણ પ્રતિજ્ઞા પ્રજાતંત્રી તરીકે જગતમાં પંકાયેલું અમેરિકાનું સંયુક્ત સંસ્થાનનું રાજ્ય હવે મધ્યઅમેરિકાની સ્વતંત્ર પ્રજા તાબે કરી લેવા મથી રહી છે. નિકારાગુઆ આમાંનું એક નાનું સરખું રાજ્ય છે, કે જે સર કરી લેવા અમેરિકા અનેક જાતનાં કાવત્રાં રચી રહ્યું છે, અને જે જનરલ સેંડીને ન હોત તો તે આજે અમેરિકાની ગુલામીની બેડીમાં ક્યારનુંય જકડાઈ ગયું હેત; પરંતુ આ તેજસ્વી યુવકે અમેરિકા સામે બાથ ભીડી અને વર્ષોથી પોતાના મુઠ્ઠીભર વફાદાર સાથીઓની મદદથી અમેરિકન શાહીવાદની પ્રચંડ સત્તા સામે તે ઉગ્ર લડત લડી રહ્યો છે.
સેંડીનેને ફસાવવાના પ્રયાસ જનરલ સેડીનની આ તેજસ્વિતાથી અમેરિકાના મહાન સેનાપતિઓ પણ છક બની ગયા છે અને તેને ગમે તે ઇલાજે પણ સપડાવી દેવાનાં ભેદી કાવત્રાંએ રચે જ પ્રસંગે સેનાપતિ જનરલ જે. મેંકાડાએ ઝનુની સ્વાતંત્ર્યવીર સેંડીને હા માટે આમંત્રણ આપી “અસંભવિત વસ્તુ” માટે નાહક ખુવાર નહિ થવાની ભલામણ કરી તેને અમેરિકાની સેવામાં જોડાઈ જવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. જનરલ મેકડાને લાગ્યું કે, તે સેંડીને બનાવી જશે; પણ અત્યારે તેની મુરાદ નિષ્ફળ નીવડી. ફરી એક વાર તેણે એક મીજબાની ગોઠવી અને યુવાન સેંડીનોને આમંત્રણ આપ્યું. મીજબાનીમાં બાટલીઓ પણ ખૂબ ફૂટી.
બાદ એક દ:ખદાયક-અથવા મનોરંજક બીના બની. મીજબાનીમાં એક ડોશી એક તેર વર્ષની સુંદર કુમારિકાને લઈ આવી હતી. તેને સેંડીને આગળ ઉભી કરી મકાડાએ કહ્યું કે “નકારાગુઆમાં અમેરિકાની નીતિને સ્વીકાર કરે તે આ છોકરી તને બહાલ કરું.” બિચારી બાળા ભયભીત મૃગ જેવી ટગર ટગર જોતી આંસુ ઢાળતી હતી.
છોકરી સાથે પસાર થયો સેંડીનોએ સિંહગર્જના કરી કહ્યું કે “નીકારાગુઆની આ આદર્શ બાળાને તમે કે બીજો કોઈપણ હાથ અડાડી શકશે નહિ” અને તરત તે બાળાને ઉપાડી ઘોડેસ્વાર થયે તથા વિજળીને વેગે દર નીકળી જઈ અદશ્ય થઈ ગયો. આ બાળા આજે એક આશ્રમમાં સિસ્ટર મેરિયા ઓગસ્ટને નામે ઉછરી રહી છે. એ દિવસથી સેંડીનોના દુશ્મને તેનાથી કંપે છે અને આ બહાદૂરીને લીધે જ પ્રજામાં તેને માટે ઘણુંજ માન વધી પડયું છે.
તે પછી થોડા વખતમાં એવી ખબર ફેલાઈ ગઈ કે, વિમાનમાંથી ફેંકવામાં આવેલા બેંમ્બથી સેંડીને માર્યો ગયો! તે જીવતો હોત કે મરણવશ થયો હેત, પણ તે એક મહાન પુરુષ છે, એ વિષે શક નથીપણ આ સમાચાર ખોટા હતા. સેંડીને હજી જીવતો છે અને અમેરિકન શાહીવાદીઓ તેને ડાકુ ચોર ચંઘીસખાન ને નાદીરશાહને નામે ઓળખાવે છે; છતાં પ્રજાના અંતરમાં તેને દેશોદ્ધારક વોશિંગ્ટનની ઉપમા કયારનીય મળી ગઈ છે.
નિકારાગુઆમાં સીગોવિયા નામનો એક પર્વતની ખીણમાં વસેલો પ્રાંત છે અને તેમાં સેંડીનેએ “સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય” સ્થાપ્યું છે. અમેરિકાના વિનીતે જો કે તેની સામે હરહમેશ ટીકા કરે છે, છતાં તેમને પણ સંડીનેની પ્રમાણિકતા અને ઉજવળ દેશભક્તિનાં વખાણ કરવાં પડયાં છે.
સેંડીને પૂર્વવૃત્તાંત ૧૮ વર્ષને યુવાન સેંડીને દેશસ્વતંત્રતાની ઝંખનામાં યધેલો બની આખા મેક્સિકોમાં મિતે ભમતો એક ખાણમાં મજુરતરીકે જોડાઈ ગયે. તેને ભાઈ અમેરિકન માલીકેની મંડળીના એક ભાગીદાર છે. ખાણમાં મજારજીવનને અનુભવ મેળવી તે નિકારાગુઆ પાછો ફર્યો. તે પહેલાં તે સોનાની ખાણમાં કારકુનનું કામ કરતો ને તેના માલીક મિ. ચાર્લ્સ બટરસને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com