________________
૨૧૪.
શુભસંગ્રહ-ભાગ ચોથો પ્રમાણે તમે તમારા નૂરને જગતમાં ફેલાવો અને તેને ઉજજવળ કરો-કે જેથી જનતા તમારાં સત્કર્મો જોઇને તમારા સરજનહારનાં યશગાન ગાય.”
ભાઈઓ ! એમ ના સમજશે કે, હું પ્રાચીન શાસ્ત્રોનો ઉછેદ કરવા આવ્યો છું. હું તો તેનું રહસ્ય સમજાવી તેમાં છુપાયેલાં તને આપની પાસે વિશેષ પૂર્ણતાપૂર્વક પળાવવા ઇચ્છું છું.”
ખચિત માનજે કે, જ્યાં સુધી પૃથ્વી અને સ્વર્ગ છે, ત્યાં સુધી પરમાત્માના નિયમોથી છૂટવું અસંભવિત છે. જે તેને સહેજ પણ ભંગ કરશે તે તેના આગળ તુરછ અણુ જેવોજ રહેશે, અને જે તેનું પાલન કરશે અને બીજાઓને શીખવશે તે માલિકને ત્યાં પણ મહાન ગણાશે. શિષ્યો !' યાદ રાખો કે, જ્યાં સુધી તમે સતિ સ્ત્રીઓના કરતાં વધારે શીલવાળા (અને અનન્ય ભક્ત) નહિ બને ત્યાં સુધી પ્રભુના ધામના દરવાજે તમારે માટે ઉઘડશે નહિ.”
“તમે એ તે જાણે છે કે, કદી કેઈને પણ ઘાત કરવો નહિ. તમે એ પણ જાણો છે કે, હત્યારો અધોગતિને પામે છે. પણ હું તો કહું છું કે, માત્ર હત્યાજ હિંસા નથી કહેવાતી: પણ તમારા ભાઈ ઉપર ગુસ્સે થશે તો પણ તમે નર્કના અધિકારી થશો; અને તમારા ભાઈને ગાળ દેશે તોપણ અધોગતિ પામશે. તમે તેને માત્ર મૂર્ખ કહેશે તો પણ તમને સજા થશે. યજ્ઞની વેદી ઉપર ઉભા રહીને બલિદાન આપતી વખતે પણ જો તમને એમ લાગે કે તમારા ચિત્તમાં તમારા ભાઈ પ્રત્યે જરાપણ ગુસ્સે છે (અથવા તમારા પર તેને ગુસ્સો છે) તે. હું કહું છું કે તમે રોકાઈ જાઓ, અને પહેલા એ ભાઈ પાસે જઇને તેને સંતોષ આપે; ત્યારપછી બલિદાન ચઢાવો. તમારા વિરોધી સાથે નિવેડો લાવવામાં કદીપણ વિલંબ કરશે નહિ.”
એ તે તમે જાણો છે કે, વ્યભિચાર એ શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ છે; પણ હું કહું છું કે જે કઈ પરસ્ત્રી તરફ કુદષ્ટિ કરશે તે પણ તે માનસિક વ્યભિચારને પાપ-ભાગી થશે. જે તમારી જમણી આંખ ચંચળ થઈને કેઈના તરફ પાપદષ્ટિથી જેવા લાગે તો તેને તેજ વખતે ફાડી નાખજે. જો તમારો જમણો હાથ કદી તમારી પાસે નહિ કરવાનું કાર્ય કરાવે તો તેને પણ તમે તેજ સમયે કાપી નાખજે; કેમકે તમારા સત્વની હાનિ થાય તેના કરતાં તો તમારું એક અંગ એાછું થઈ જાય એજ બહેતર છે, કેમકે એથી બહુ ભારે નુકસાન નથી.” - “ભાઈઓ! “જેવા સાથે તેવા” એ તો સામાન્ય લેકેને ન્યાય છે; પણ હું તે (જે તમે સત્ય સુખદાયક પ્રભુના પ્રેમી છે તે તમને એમજ કહું છું કે દુષ્ટની સાથે પણ દુતા ન કરો. બકે જે કોઈ તમારા જમણું ગાલ ઉપર લપડાક મારે તો તેની સામે ડાબો ગાલ પણ ધરી દેજે. અને જો કોઈ તમારી સાથે લડવા આવે અને તમારૂં ખમીસ માગે છે. તેને તમારે ડગલો પણ આપી દેજે.”
મિત્ર સાથે પ્રેમ રાખો અને શત્ર સાથે દ્વેષ કરે, એ તો લૌકિકદષ્ટિ કહેવાય છે. મારી તે સલાહ છે કે, તમે તમારા શત્રુ ઉપર પણ પ્રેમ કરે, અને દ્વેષ તો કોઈને પણ ના કરે. જે તમને શાપ દે તેનું પણ તમે ભલુંજ ચાહો અને તમને હેરાન કરે, તેના ઉપર પણ ઉપકાર કરજે. પ્રભુપ્રાપ્તિને એજ ઉત્તમ માર્ગ છે.”
જેમ સૂર્ય સજજન અને દુર્જનને સરખે પ્રકાશ આપે છે અને મેઘ ન્યાયી–અન્યાયીને વિચાર નહિ કરતાં સૌ ઉપર એકસરખી વૃષ્ટિ કરે છે. તે જ પ્રમાણે હે ભાઈઓ ! સૌની સાથે સરખી સંસ્કૃત્તિથી વ્યવહાર કરજે. જે તમને ચાહે તેને જ તમે ચાહો તો એમાં તમારી વિશેષતા શું? એમ તો સ્વાથી મનુષ્ય પણ વર્તે છે. ભલાઈને બદલે ભલાઈ કરી તે એમાં શી માટી વાત છે? એ તો જંગલી લોકો પણ એમ કરે છે. કોઈની ચીજને પાછી આપવાનું (કે ઉપકારને બદલો આપવાનું કોઈને કહેવું પડતું નથી; કેમકે એવું તે એક પાપી પણ કરે છે. સાચું દાન-સાત્વિક દાન તે એ છે કે, જ્યારે આપણે પાછી ન વાળી શકે એવી વ્યક્તિને સહાય આપીએ. આ ઉપરાંત તન્ન ઉપર પણ દયા રાખજે. કેમકે પ્રભુ દયામય છે. વળી હે ભાઈઓ! તમે પૂર્ણ બનો. કેમકે તે પરમાત્મા પૂર્ણ છે. તે સમસ્ત શા ગુણોનો ભંડાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com