________________
ઈસુ ખ્રિસ્તની વાણી
૨૧૫ “કોઇના આંતરિક ઉદ્દેશ વિષે કલ્પના નહિ કરતાં સૌના પ્રત્યે ઉદાર બુદ્ધિજ રાખજો
“ભાઈઓ! શું કોઈ આંધળે બીજા આંધળાને માર્ગદર્શક થઈ શકે છે? શિષ્ય શિષ્યો કરવા એ પણ એવું જ છે, જ્યાં સુધી શિખ્ય શિષ્ય છે ત્યાં સુધી તે ગુરુથી આગળ વધી શકતા નથી. જ્યારે તે પૂર્ણ થશે ત્યારે જ તે ગુરુની બરાબરી કરી શકશે.”
જ્યાં સુધી તમારી આંખમાં મોતીઓ છે ત્યાં સુધી બીજાની આંખમાંની રજ જેવાનો પ્રયત્ન ના કરો. પહેલાં પિતાનાજ દેષને દૂર કરજે.”
“સારા વૃક્ષનું ફળ કદી ખરાબ થઈ શકતું નથી અને ખરાબ વૃક્ષ ઉપર કદી સારૂં ફળ લાગતું નથી. વૃક્ષની જાત તે તેના ફળ ઉપરથી જાણી શકાય છે. તે પ્રમાણે તમારાં કર્મ અને વાણુથી તમારા હૃદયને પરિચય થાય છે.”
“તમે મને તમારે ગુરુ કહે છે, પણ જ્યાં સુધી તમે મારા શિક્ષણ પ્રમાણે તમારું આચરણ નહિ કરો ત્યાં સુધી તમે મને ગુરુ કહે એ મિથ્યા છે. જે મારા શિક્ષણનો અમલ કરશે, તેનાજ કામને પાયે ઉડે અને મજબૂત નંખાશે. જે તેનો અમલ નહિ કરે તેઓ તો માત્ર પાયા વિનાની ઇમારત ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. (અને તેના પરિણામે) તેમને સર્વથા નાશજ થશે.”
ભાઇઓ ! તમારાં સત્કર્મોને ગુપ્ત રાખજે. જમણા હાથે કરેલાં દાનની ખબર ડાબા હાથને પણ પડવા દેશે નહિ, તમારી પૂજા અને પ્રાર્થનાને કદી પણ આડંબર કરશો નહિ. રસ્તા ઉપર અને મંદિરમાં તમારી ભક્તિનું કદી પ્રદર્શન કરશે નહિ. તમારા હૃદયના એકાંત ખૂણામાં બારણાં બંધ કરીને પ્રભુને યાદ કરજે. પ્રાર્થનામાં નકામી રીંગ મારવાની જરૂર નથી. ઘણા શબ્દોના ઉપયોગથી પ્રભુને કોઈ રાજી કરી શકશે નહિ. તમે પ્રભુની આ પ્રમાણે પ્રાર્થના કરજોઃ-હે દિવ્યધામવાસી પિતા ! તારો જયજયકાર હો, તારૂં ધર્મરાજ્ય સર્વત્ર ફેલાઓ, સ્વર્ગ અને પૃથ્વીમાં પણ તારી આજ્ઞાનું પાલન થાઓ. તું અમને અમારી રોજી હમેશાં આપ. અમને વિકારમાં ન લલચાવ. જેમ અમે અમારા ગુનહેગારોને માફ કરીએ છીએ, તેજ પ્રમાણે તું પણ અમને ક્ષમા કર; કેમકે તારૂં જ ધર્મરાજ્ય, પ્રભુતા અને યશ સર્વત્ર ફેલાયેલાં છે.”
“ભાઈઓ! તમે ઉપવાસ કરો ત્યારે તમારૂં મુખ પ્રસન્ન રાખજે, કે જેથી કોઈ ન જાણું જાય કે તમે ઉપવાસ કર્યો છે.”
ભાઈઓ! તમે શેતાન અને ઈશ્વરની એકસાથે સેવા નહિ કરી શકે. તેથી ધન અને કીર્તિની લાલસા રાખતાથકા, અન્ન અને પ્રાણની ચંતા કરતાથકા, તમે પ્રભુનાં દર્શન પામી શકશેજ નહિ. શરીરની ચિંતા કરીને તમે તમારા શરીરને એક ઇંચ પણ પુષ્ટ કરી શકશો નહિ. દિલમાં દઢ શ્રદ્ધા રાખે કે, જે ચરાચર સૃષ્ટિની રક્ષા કરે છે; પશુ, પક્ષી અને વૃક્ષોને જે પોષણ આપે છે, તે જ તમારું પણ પિષણ કરશે.” - “હે શ્રદ્ધાહીન લોક ! તમે શ્રદ્ધાને મહિમા નથી જાણતા; તેથીજ અન્ન, પાણું અને વસ્ત્રની ચિંતા કરે છે. શુદ્ધ બનશે, એટલે તમને સર્વ કાંઈ આપોઆપ મળી જશે,
શ્રદ્ધાપૂર્વક માગવાનીજ વાર છે; શોધવાની જ વાર છે; અને અંદર દાખલ થવા માટે પ્રભુનો દરવાજો ખખડાવવાનીજ વાર છે. શું તમારામાં કોઈ પણ એ છે કે જે રોટી માગનારા પોતાના પુત્રને પથ્થર આપે? તે પછી જ્યારે તમે પ્રભુ પાસે કલ્યાણકારી વસ્તુ માગશે, ત્યારે શું તે તમને અનિષ્ટકારી વસ્તુ આપશે?”
પરંતુ પ્રભુના ધામને માર્ગ સાંકડે છે, નર્કને માર્ગ પહોળો અને પ્રસિદ્ધ છે. પરંતુ ઈશ્વરના ઘરને રસ્તો સાંકડે અને મુશ્કેલ છે.
(“સાગભૂમિના માઘ ૧૯૮૪ના અંકમાંથી શ્રી. વૈજનાથ મહદયના લેખનો અનુવાદ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com