________________
ઇશુખ્રિસ્તની વાણી १०५-इसुखिस्तानी वाणी
૨૫ મી ડિસેમ્બર–એ તે આશા અને નવીન ચિતન્યને તહેવાર. પ્રત્યેક દેવળ અને ખ્રિસ્તી કુટુંબમાં આજે આનંદની ઉમિઓ ઉછળી રહી છે. મહાન ઉત્સવનો દિવસ છે. આજે તેમની જન્માષ્ટમી છે-એકહજાર નવસો સત્તાવીસ વર્ષની વાત છે. એજ દિવસે પાપ, દુરાચાર, દંભપાખંડ અને અનીતિમાં ડૂબેલા યહૂદી સમાજનો ઉદ્ધાર કરવા માટે મહાત્મા ઇસુ ખ્રિસ્ત આ સંસારમાં અવતર્યા હતા. જ્યારે તેમણે પિતાના સાર્વભૌમ ધાર્મિક સિદ્ધાંતનો પ્રચાર કરવા માંડયો, ત્યારે પિતાના વિલક્ષણ વિશ્વપ્રેમ અને સાધુતાથી સમસ્ત સામ્રાજ્યમાં ખળભળાટ મચાવી દીધા હતા. સમ્રાનું સિંહાસન ડોલી ઉઠયું હતું અને ધર્માધ, દંભી, પાખંડી ધર્માધિકારીઓના બાર વાગી ગયા હતા.
, પ્રત્યેક મહાપુરુષ એજ પ્રમાણે ભુલવણીમાં ભટકતા સંસારને જગાડવાને આવે છે અને તેના ચાલ્યા ગયા પછી તેના અનુયાયીઓ તેના શબ્દોના મનગમતા અર્થ કાઢીને ફરીથી એક નવી ધર્મ-જાળ ખડી કરી દઈ મૂળ વાતોને ભૂલાવી દે છે. આત્મા નીકળી જાય છે અને તેઓ શરીરને પકડીને બેસી રહે છે. આજે કૃષ્ણ, ખ્રિસ્ત અને મહમ્મદનો અવાજ ફરીથી વાયુ
૧માં ગુંજી રહ્યો છે અને ભટકતા સમાજને સન્માર્ગ ખેલાવી રહ્યો છે. આજે ખ્રિસ્તને જન્મદિવસ છે. આજથી બે હજાર વર્ષ પહેલાં સંસારની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ આજે પણ છે. તેથી તેમના ઉપદેશ આજે પણ તે વખતના જેટલાજ ઉપકારક છે.
ખ્રિસ્તનું સૌથી પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ પ્રવચન તે તેમણે પોતાના બાર શિષ્યોને દીક્ષા આપ્યા પછી તેમને પર્વત ઉપર લઈ જઈને સમજાવેલું તેજ છે. તેમણે એ પ્રવચનમાં પિતાના જીવનનું સંપૂર્ણ રહસ્ય ભરી દીધેલું છે. જરા એકાગ્રચિત્તે એ યુગનિર્માતાની વાણી સાંભળે.
એ સાચેજ ધન્ય છે કે જે આ સંસારમાં દીન-દુઃખી, નમ્ર, સ્વધર્મ સમજવા આતુર, દયાળ, શુદ્ધ હૃદયવાળા અને શાંતિ તથા એકતાના ઉપાસક છે. કેમકે તે આજ મેક્ષના સાચા અધિકારી છે, તેજ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકશે, તે જ પ્રભુના પુત્ર બનવા મેગ્ય છે અને તેઓ જ ધર્મરાજ્યમાં રહી શકશે.”
જેમને સ્વધર્મ પાલનમાં અત્યાચાર સહન કરવા પડયા છે તેમનું જીવન ધન્ય છે. કેમકે તેએજ સાચા ઈશ્વરી સ્વાજ્યના અધિકારી છે.”
“ભાઈઓ! જ્યારે કે તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને મારે રસ્તે ચાલવા ખાતર તમારા ઉપર જુઠા આપે મૂકે ત્યારે તમારી જાતને ભાગ્યશાળી સમજજે. કેમકે તેથી તમારું કલ્યાણજ થશે. સંસારમાં જેટલા જેટલા સંતો થઈ ગયા છે તેમણે તિરસ્કાર અને કષ્ટ સહીને જ સાધુતા પ્રાપ્ત કરી છે.” - “ભાઈઓ ! તમને દુનિયા સંપત્તિ સુખ આપી શકશે નહિ. એનું અભિમાન ના કરશો. એ જ્યારે જશે (કે જ્યારે મરશો, ત્યારે તમને એનાથી સુખ નહિ થાય.”
આ લૌકિક સુખથી તમે તમને ભાગ્યશાળી સમજશે નહિ. કેમકે એ સુખ તો તમને એક દિવસ રડાવશેજ, કે જે વખતે એ સુખને હાલને અનુભવ તમારા દુઃખને કોઈ પણ પ્રકારે ઘટાડી શકશે નહિ.”
“પતાની પ્રશંસા સાંભળીને કદીપણુ ફૂલાઈ જશો નહિ. કેમકે એથી તમને સાધુતા નહિ મળે.”
“ભાઈઓ! તમે પિતાને દીન અને દયાપાત્ર માનશો નહિ. તમે તો આ સંસારનું નિમકપ્રાણ છો. નિમકજ સૌ રસોના સારરૂપ છે; પરંતુ જે તે સ્વાદરહિત થઈ જાય તો તે કોઈપણ કામનું નહિ રહે-માટી થઈ જાય માટે તમે પણ તમારું સત્વ ખાઈને તમારા મૂલ્ય અને મહત્ત્વને ગુમાવી દેશે નહિ.”
તમે તો આ દુનીઆનું નૂર છે. જેમ પર્વત ઉપર વસેલું શહેર છુપાઈ શકતું નથી અથવા મીણબતીને કવરથી ઢાંકી રાખી શકાતી નથી, તેને તે ઉંચે સ્થાને અથવા હાંડીમાંજ રખાય છે; એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com