________________
શુભસંગ્રહ-ભાગાથા
સ્પર્શથી દૂર ભાગતો હતો, તેણે બાદશાહ સુલેમાનની હાજરીમાં મૌલવીઓને બોલાવી, કલમ પઢી પિતાનું નામ “મહમદ ફન્લી” (જેને બંગાલમાં કાળો પહાડ કહે છે) રાખ્યું અને શાહજાદી સાથે નિકાહ પઢીને કટ્ટર મુસલમાન બની ગયો.
વિવાહ પછી ડા દિવસે તેણે મારી સેના એકઠી કરી જગન્નાથ પુરી ઉપર ચઢાઈ કરી. ઓરીસાનો રાજા તલંગ મુકુંદદેવ તેની સામે થયે, પરંતુ કાલીચંદની ભયંકર સેના આગળ તેનું કઇ પણ ચાલું નહિ. આખા એરિસા પ્રાંતમાં હાહાકાર મચી રહ્યો. કાલિચંદ જગન્નાથ પુરી જઈ પહોંચ્યો. મંદિરની રક્ષા માટે પંડ્યાઓ તથા નગરનિવાસીઓએ થોડી વાર પ્રયત્ન કર્યો, પરંતુ તે સઘળા કપાઈ મુ. યવન સૈનિકાએ મંદિરને ધૂળભેગું કરી નાખ્યું અને અંદરથી જગન્નાથની કાછની મૂર્તિઓ બહાર લઈ આવ્યા. સમુદ્રકિનારે એક મોટો અગ્નિકુંડ સળગાવવામાં આવ્યો. તેમાં “કાલિચંદે પોતાના હાથે જગન્નાથ. બળરામ અને સુભદ્રાની મૂર્તિઓને હોમી દીધી. આ પ્રમાણે મંદિરને લૂંટી અને ઓરિસાને જીતી પઠાણ સેના ગૌડનગરીમાં પાછી આવી.
હજી પણ “કાલિચંદ” નો ક્રોધાગ્નિ શાંત પડયે નહોતો. તેણે થોડા સમય પછી આસામના કામાખ્યા' નામના પ્રસિદ્ધ મંદિર ઉપર હુમલો કરી તેનો નાશ કર્યો અને હજારો લોકોને મુસલમાન બનાવ્યા.
આ પ્રમાણે એરિસા અને આસામમાં રમખાણ મચાવીને તે આખા હિંદમાં અત્યંત પરાક્રમી યોદ્ધાતરીકે ખ્યાતિ મેળવી શકે. હિંદુઓ તેના નામથી જ પ્રૂજવા લાગ્યા. તેને “કાળા પહાડ' ના નામથી લોકે એળખતા હતા.
છેવટે તેણે હિંદુઓના સર્વથી પવિત્ર ગણાતા કાશીક્ષેત્રનો વિધ્વંસ કરવાનો નિશ્ચય કર્યો અને એક મેટી સેના લઈ તેના ઉપર ચૂઢી ગયા. અહીં વિશ્વનાથ, ભેરવ, હનુમાન આદિ અનેક દેવો નિવાસ કરતા હતા, પરંતુ કોઇએ “કાળા પહાડ’ સામે આવવાની હિંમત કરી નહિ. દેવળે ઉપર દેવળે તટવા લાગ્યાં. તેના સૈનિકોએ કાશીમાં પ્રલયકાળ જેવો હાહાકાર મચાવી દીધા. બે-ચાર મંદિર સિવાય સઘળાં જમીનદોસ્ત થઈ ગયાં. તેણે પિતાના સેનાપતિ રહિમખાનને પૂછયું–“વિશ્વનાથની મૂર્તિનું શું કર્યું ?'' રહિમખાને સલામ કરીને ઉત્તર આપે- “જી હજુર ! તેને પણ તોડી નાખી.”
આ રીતે બ્રાહ્મણોની આ તહાસિક ભૂલથી હજારે હિંદુએ વટલાયા અને હજારો ગાયે કતલ થઈ ગઈ. અત્યારે હિંદુઓ કરતાં અધિક મુસલમાનોથી બંગાળ ખીચોખીચ ભરાઈ ગયો છે, તે આ ભૂલનું જ પરિણામ છે. ' હજી પણ જે હિંદુભાઈઓ શુદ્ધિના કાર્યમાં આર્યસમાજને મદદ નથી આપતા તેઓ ઉપલી વાતમાંથી કંઈ સાર ગ્રહણ કરશે કે ? ?
(“આર્યપ્રકાશ”ના તા. ૩૧-૯-૨૮ ના અંકમાં લેખક:-શ્રી. અષ્ટાવક્ર)
5
.
ઉપર
* ઉપલી ઐતિહાસિક ઘટના “શુદ્ધિસમાચાર” માં પ્રકટ થયેલી, તે ઉપરથી લેવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com