________________
નામદીની વાણી અમને મંજુર નથી. ९७-नामर्दीनी वाणी अमने मंजुर नथी.
કોણ કહે છે કે, આ બધા હિંદુમુસ્લીમ ઝઘડામાં આપણને કોઈ મારી જાય, આપણું ખૂન કરી જાય, તે આપણે એની સામે ગુસ્સે થવું નહિ ? એમ કશું કહે છે? કયો માનવી નામર્દીઈ. ની, મનુષ્યત્વહીનતાની સલાહ આપવા નીકળે છે ? પુરુષત્વહીન બનેલા આપણું આ દેશમાં નામઈન આ ઝેર આજે આ કણ રેડે છે ? આપણું પવિત્ર ધર્મો અને શાસ્ત્રોને નામે. ધર્મના રક્ષણની શક્તિ ગુંગળાવનારી, ધર્મભાઈઓની ઈજજતઆબરૂને સુરક્ષિત રાખવાની તાકાત મારી નાખવાની આ સલાહ આપવાને આ અધર્મ આજે કેણ કરી રહ્યું છે ? માણસની માણસાઈને જગાડનાર, રાખ નીચે છુપાઈ ગયેલ અગ્નિને ફરી સચેત કરનાર અત્યારે શરૂ થયેલ આ પાવકયુગમાં પાણી રેડવાનું પાતક કોણ કરી રહ્યું છે ?
પૂજનીય મહાત્માજીની આ સલાહ હોય તે અમે કહીએ છીએ, કે તે અમને માન્ય નથી; પણ અમને ખબર છે કે તે સલાહ તેમની નથી. તે તે એમ કહે છે કે, મરીને તમે તમારું, તમારા સ્નેહસંબધીઓનું, તમારી બહેન દીકરીનું, તમારી માલમીકતનું, તમારી પ્રતિષ્ઠાનું, તમારા દેશબંધુએનું તમે રક્ષણ કરી શકતા હે, તે એ સૌથી સરસ માર્ગ છે. મહાત્માજી ફરમાવે છે કે, પિતે મરવું અને મરીને બીજાનું રક્ષણ કરવું. મહાત્માજી વિશેષ ફરમાવે છે કે, તેમ થવું અશક્ય હોય તો સામાને મારીને પણ જેનું રક્ષણ કરવાનું છે તેનું રક્ષણ કરવું, પરંતુ કાઈ પણ કિસ્સામાં રક્ષણ કરવાની' ફ૨જ માનવી ચૂકી શકે નહિ. રક્ષણ કરવું એ એને ધર્મ છે. પ્રથમ દરજજે, સામાને ઈજા કર્યા સિવાય, પોતે મરીને એ રક્ષણ કરે; એ આત્મભેગને માર્ગ છેએ દેવી માર્ગ છે. એ માર્ગને અનુયાયી દેવમાનવ બને છે; પણ માણસ “દેવમાનવ” ન બની શકે, તો તેણે “માણસ” તે અવશ્ય બનવું જ જોઈએ. તેણે સામે આવનારને–પિતાની અને બીજાઓની આબરૂ–પ્રતિષ્ઠા-માલમીક્ત લૂંટવા આવનાર લૂંટારૂને-પિતાના હાથનો ચમત્કાર
ઇએ. એ રક્ષણકાર્ય માટે હિંસાના હથિયારથી પણ સામાવાળા સામે ઝઝવું જોઈએ. માણસમાત્રનો એ ધર્મ છે. એ ધર્મ ચૂકે તે મર્દ નથી, નામર્દ છે. રક્ષણ ન કરવું, ચૂપ બેસી રહેવું, માર ખાઈને મુંગા મરી રહેવું, પોતાની અને પિતાનાં બૈરાંછોકરાંની આબરૂ લૂંટાવા દેવી, એમાં સામા માણસના હાથે થતી હિંસામાં નપુંસકતાભરી મદદગારી કરવાનું મહાપાતક છે. એ માણસ નથી, એ હેવાન છે; એ નાચીઝ જીવજંતુ છે; એ મરવાને લાયક, રગદોળાઈ જવાને લાયક, શરમનો, નામોશીનો અવતાર કઈ કહેવાતો માણસ છે. એવો માણસ સમાજને શરમરૂપ છે, તેની કેમને શરમરૂપ છે, તેના કુટુંબને શરમરૂપ છે. એવા માણસે વહેલા લૂંટાઈ જાય, વહેલા મરી ફીટી જાય, વહેલા રગદોળાઈ જાય, જગતને ભાર વહેલો ઓછો થઈ જાય, એમાંજ જગતનું કલ્યાણ છે. મહાત્માજીનો સિદ્ધાંત અમે એ રીતે સમજીએ છીએ. એજ એમનો સિદ્ધાંત છે એવી અમને ખાત્રી છે. આજે કે ભવિષ્યમાં તેમ ન હોય તે અમને તે નામંજુર છે.
કહે છે કે, કાઈ જૈન સાધુજીનાં એ વચન છે કે “આપણને મારનાર તરફ પણ આપણે ક્રોધ ન કરવો, એની સામે ન થવું, આપણે અખાડા ઈત્યાદિની પ્રવૃત્તિ ન કરવી.” એ સાધુજી કેણું છે એ જાણવાની શી જરૂર છે ? જે હોય તેને આપણે કહી લઈએ કે, આપ જે માર્ગ પ્રબોધો છે તેને આપશ્રી મહાવીરનું સમર્થન ટાંકે છો. મહાવીરને તપશ્ચર્યા અને યાતનાએજ પ્રભુ બનાવ્યા, એ અમે જાણીએ છીએ. એવી યાતનાઓ વીરત્વપૂર્વક સહન કરનારને જ જૈનોએ તીર્થંકર માન્યા છે. આજે પણ એ માર્ગે પળનારને તીર્થંકર નહિ તો મહાન તપસ્વી સાધુપુરુષ તરીકે વંદન કરવા અમે તૈયાર છીએ; પણ મહારાજશ્રી ! આપને એ ક્યાં માલુમ નથી, કે એ સઘળાં સિંહનાં સાધન છે? એ સાધનો માત્ર બેધવાથી માણસ સિંહ નથી થઇ જતા; એ આપને માલૂમ છે કે નહિ ? અને આજે આપણામાં એક લાખે એક સિંહ પણ નથી; અને આપ ઇચ્છો છો એ સિંહ થવાનો નથી એ પણ જાણો છો ને? તેમ, આપ એ પણ જાણો છોને કે, માનવીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com