________________
બ્રાહ્મણના પુત્ર ગાહત્યારા કેમ બન્યા ?
૨૦૧
“મુસલમાન બાદશાહની પુત્રી દુલારી કાષ્ટ રીતે હિંદુ બની શકતી નથી, તેમજ કાલિય દ રાય હિંદુ રહીને તેની સાથે કાઇ પણ જાતના સંસગ રાખી શકે નહિ. જો આ નિય પ્રમાણે તે ન વર્તે, તે તેને જ્ઞાતિમાંથી દૂર કરી તેની સાથેના સર્વ વ્યવહાર બંધ કરી દેવા.' કાલિચંદ રાય આ નિર્ણય સાંભળી ધણેાજ ક્રેાધિત થઈ ગયા. તેને ઈચ્છા થઇ આવી કે, ઘેાડેસ્વારાને ખેલાવી આ પપ તેને પાંસરા કરૂં; પરંતુ તેમાં કેટલાક સ્વજના તેમજ ગુરુજને હાવાથી તે વિચાર તરતજ બદલાઇ ગયા.
મનુષ્ય સધળું છેાડી શકે છે, પરંતુ માતાપિતાદિ સ્વજને, મિત્રજના અને એવા નિકટનાં સગાં-વહાલાંથી સદાને માટે દૂર થવા તેની હિ ંમત ચાલતી નથી. આ સધળાંના સંબંધ જળવાઇ રહે અને શાહજાદી શુદ્ધ થાય એવા મા કાલિચંદ્ર રાય શોધવા લાગ્યા. તેણે વિચાર્યું કે, જગન્નાથ પુરી જઇને ત્યાંના બ્રાહ્મણેાની મારફતે શાહજાદીને શુદ્ધ કરવાની ગાઠવણ કરવી. એવી આશાથી તે જગન્નાથપુરી આવી પહોંચ્યા. અહીં તેણે વિદ્વાન બ્રાહ્મણેાની સભા મેલાવી તેમની સામે પેાતાને પ્રસ્તાવ રજુ કરતાં જણાયું કે
મહાશયા ! દુનિયામાં આપણે કહીએ છીએ કે, સમસ્ત સંસારમાં વેદ એ સથી અધિક પવિત્ર ધર્મગ્રંથ છે. વળી વેદવાણી પ્રભુપ્રેરિત છે. તેના પવિત્ર મત્રા ગમે તેવા પતિતને પણુ ઉદ્ધાર કરવાની શક્તિ ધરાવે છે. કેવળ ગાયત્રીમત્રથી મનુષ્યનાં પાપ દૂર થાય છે. આવી આવી આપણે અનેક વાર કથા અને વાર્તાએ સાંભળી છે, તે શું આ શાહજાદી જેવી એક નિર્દોષ મહિલાને પાવન કરવા જેટલી ગાયત્રીમંત્ર કે વેદના કાઇ મંત્રમાં શક્તિ કે પવિત્રતા છે કે નહિ? વેદ ઈશ્વરની વાણી છે અને શાહજાદી અન્ય પ્રાણીએની પેઠે ઈશ્વરનુ જ ખાળક છે. તેને શુદ્ધ કરવા માટે ઈશ્વરની વાણી આજ્ઞા આપે છે કે નહિ તેના નિય હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું.”
પડિતાએ કાલિચંદ રાયની વિનતિ સ્વીકારી નહિ અને તેને મ`દિરની બહાર ચાલ્યા જવા કહ્યું. આથી કાલિચંદના હૃદયમાં બહુજ આધાત થયા. તે મંદિરની બહાર એટલા ઉપર બેસીને વિચારમાં ડૂબી ગયા. તે હતા તે મૂર્તિપૂજક બ્રાહ્મણ ! તેના હૃદયમાં હિંદુ દેવી-દેવતાઓ માટે અખૂટ શ્રદ્ધા ભરેલી હતી. તેણે જગન્નાથ દેવ પાસેથી શાહજાદીને શુદ્ધ કરવાની આજ્ઞા મેળવવાના નિશ્ચય કર્યો અને પ્રાર્થના કરવા લાગ્યાઃ-હું સશક્તિમાન ! હે સર્વાન્તર્યામિન! હે જગતપિતા ! તમારા દરબારમાં રાય અને રંક સરખાં છે. હે પ્રભુ! તારી પાસે ઉંચ નીચના કાઇ ભેદ નથી. તે। આ શાહજાદીને આશીર્વાદ આપેા.”
આ પ્રમાણે છ દિવસસુધી અન્નજળનેત્યાગ કરી કાલિચંદ્ર રાય પ્રાના કરતા મદિરના આટલા ઉપર પડી રહ્યો, પરંતુ પેલા બ્રાહ્મણ્ણાએ બેસાડેલા દેવના મુખમાં જીભજ નહેાતી. તેણે કઇ પણ ઉત્તર ન આપ્યા. અનંતકાળપર્યંત એસી રહેત તાપણુ ઉત્તર મળત નહિ. કાલિચંદ રાયતું ભૂખ, ક્ષેાભ અને અપમાનથી માથું ફરી ગયું. તેની નસામાંથી હિંદુજાતિ અને હિંદુધર્માંપ્રત્યે ક્રોધાગ્નિ સળગી ઉઠયે। અને ક્ષણ વારમાં તે બ્રાહ્મણ મટી જઈ રાક્ષસ બની ગયા. આઠમા દિવસે આવેશમાં આવી જતે મંદિરના ઓટલા ઉપર ઉભા થઈ તે ખેલવા લાગ્યાઃ
*
“જે ધર્માંમાં પીડિત માટે આશ્રય નથી, સહાનુભૂતિ કે પ્રેમ નથી, તે ધર્માંજ નથી; અને હે જગન્નાથના બ્રહ્મ! હું સમજી ગયા કે તું કેવળ લાકડાનું પૂતળુ ંજ છે ! હું આજે પ્રતિજ્ઞા કરૂ છું કે, આ પાખંડ અને પ્રપંચના ફેલાવા કરનારી મૂર્તિ પૂજાને, તેમજ તેના નામે પેાતાનું પેટ ભરવાના વેપાર કરનારા બ્રાહ્મણેાના સમૂળ નાશ કરવા માટે મારૂ` તનમનધન હેામી દઈશ. આ પ્રમાણે ક્રોધથી સળગી ઉઠેલેા કાલિચંદ હિંદુધર્મના ધ્વંસ કરવાની પ્રતિજ્ઞા લઇ ગૌડનગરીમાં આવી પહોંચ્યા. જે કાલિંદ રાય ભગવાનની મૂર્તિ સામે તેનું ધ્યાન ધરીને હંમેશાં લાંબે કાળ ખેસી રહેતા, તે આજે મૂર્તિઓના સંહાર કરવાને તૈયાર થઇ ગયા હતા. જે કાત્રિચંદ રાય બ્રાહ્મણુ અને સાધુઓના ચરણની રજ પેાતાના મસ્તક ઉપર ધારણ કરવામાં માઢુ પુણ્ય સમજતા હતા, તે આજે બ્રાહ્મણજાતિનેા કટ્ટો વૈરી બની ગયા અને જે કાલિચદ રાય મ્લેચ્છાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com