________________
5
૨૦૨
શુભસંગ્રહ-ભાગ ૨ ભણેલો વિદ્વાન અને નેકચાલવાળો આદમી છે. તેના બાહુમાં ૧૦ યુવકે જેટલું બળ છે અને યુદ્ધકળામાં પણ તે એ નિપુણ છે કે ભલા ભલા યોદ્ધાઓ તેની બરાબરી ભાગ્યેજ કરી શકે. માટે એ માણસને જ તે જગાએ નિયત કરવો જોઈએ.”
આ સલાહ પ્રમાણે બાદશાહે કાલિચંદ રાયને તેના ગામથી ગૌડ નગર બેલાવ્યો અને તેને ફોજદારની જગાએ નિયુક્ત કર્યો. કાલિચંદ રાય શાહી મહેલ પાસે એક મકાન રાખી રહેવા લાગ્યો. અને અતિદક્ષતાપૂર્વક પિતાની નોકરી કરવા લાગ્યો.
તેને નિત્ય પ્રાતઃકાળમાં સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ કરવાનો નિયમ હતે. પશ્ચાત દરબારી વસ્ત્ર પહેરીને ઘોડેસ્વાર થઈ અથવા પાલખીમાં બેસીને દરબારમાં જતો.
કાલિચંદ રાય જ્યારે નિત્ય પ્રાતઃકાળે મહાનંદા નદીમાં સ્નાન કરવા જતો, ત્યારે તેને શાહી મહેલની નીચેથી પસાર થતા માર્ગ ઉપર થઈને જવું પડતું હતું. તે નદીસ્નાન કર્યા પછી વેત વસ્ત્ર પહેરી ધીરે ધીરે પોતાના મકાન ઉપર આવતો. તેનું તેજસ્વી મુખ અને વિશાળ કપાળ ઉપર જળથી ભીંજાયેલા સુંદર કાળા કેશ અને અંગ ઉપર પવિત્ર વેત ઉપવીત જોઈ માર્ગમાં સામાં મળતા લોકે બાજુ ઉપર હડી જતા; પરંતુ આ સમયે એક વ્યક્તિ જેમ નયનાભિરામ ઘનઘટાને ચાતક જોઈ રહે, તેમ હંમેશાં તેના સુંદર સ્વરૂપ સામું જોઈ રહેતી હતી. બાદશાહ સુલેમાન'ની પુત્રી દુલારી નિત્ય પ્રાતઃકાળે આ બ્રહ્મકમારની મનોહર મૂર્તાિનાં દર્શન કરવા માટે નિત્ય શાહી મહેલની અટારીમાં ઉભી રહેતી. કાલિચંદ રાયને મહાનંદામાં સ્નાન કરવા માટે જતાં આવતાં બંને સમય જ્યાં સુધી તે દૃષ્ટિમર્યાદામાં દેખાય ત્યાંસુધી એકીટશે તેની સામે જોઈ રહેતી અને તે દષ્ટિમર્યાદાથી દર–દેખાતે બંધ થઈ જાય એટલે લાંબો શ્વાસ ભરીને બેસી રહેતી. કાલાન્તરે આ બ્રહ્મકુમાર શાહજાદીનો આરાધ્ય દેવ બની ગયો.
એક દિવસ પ્રાતઃકાળે શાહજાદી નિત્યના નિયમ પ્રમાણે અટારીમાં બેઠી હતી, તેની બાજુમાં મેતી નામની દાસી બેઠેલી હતી. તે સમયે કાલિચંદ રાય ગંગાસ્તોત્રનો પાઠ કરતો કરતે ઘર તરફ ચાલ્યો આવતો હતે. દુલારી પિતાના આ આરાધ્ય દેવ તરફ એક ધ્યાનથી જોઈ રહી હતી, તે જોઈ મેતીએ કહ્યું-“ શાહજાદી ! શું જોઈ રહ્યાં છે ?”
શાહજાદી—-“આ સામે ચાલ્યા આવે છે તેમને !” મોતી-“એ તો કાઈ બ્રાહ્મણ જેવો નદી સ્નાન કરીને આવતે જણાય છે. તેમાં શું જોવાનું છે?”
શાહજાદી– “તારા માટે કંઇ જોવાનું નહિ હોય, પરંતુ મારા માટે તે તે દેવનું દર્શન સ્વર્ગસુખ સમાન છે.”
મોતી(આશ્ચર્યથી) “શું કહ્યું ? તેનું દર્શન સ્વર્ગસુખ સમાન ?” શાહજાદી–“હા, એ મારા હૃદયને અધિષ્ઠાતા-માથાને મુકુટ અને શરીરને સ્વામી છે.”
મોતી-(વધુ આશ્ચર્યથી ) “હું ? એક હિંદુ બ્રાહ્મણ તે તમારા પતિ ? તમારું ચિત્ત તે ઠેકાણે છે ને ?”
શાહજાદી—“મારૂં ચિત્ત અને શરીર મેં તેને જ અર્પણ કરી દીધાં છે! ” મેતી–“એ તે ઘણીજ બુરી વાત કહેવાય !” શાહજાદી–“એમાં બુરી વાત શાની ? મનમાં જેની ઈચ્છા થઈ, તેને મન અર્પણ કરી દીધું!” મોતી-“પણ શું તમારી ઈચ્છા સફળ થઈ શકશે ?”
શાહજાદી—“મોતી ! એક આકાશમાં બે સૂર્ય કદી રહેતાજ નથી. હવે આ શરીર અને મન કદી બીજાનાં થઈ શકવાનાંજ નથી.”
મેતી–“પણ શાહજાદી ! માર્ગે ચાલનાર અજાણ્યા પુરુષની કંઈ પણ પરીક્ષા કર્યા વિના બાદશાહની પુત્રી તેને પોતાનો પતિ બનાવવા ઇચ્છે એ છોકરવાદ કે ઉતાવળ ન કહેવાય ?”
શાહજાદી–“મેં સઘળી પરીક્ષા કરી લીધી છે. એ પુરુષ મારા ગ્ય–બબ્બે મારાથી પણ શ્રેષ્ઠ છે.” મેતી—“ તે કેમ જાણ્યું ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com