________________
બ્રાહ્મણના પુત્ર હત્યારે કેમ બને
૨૦૩ શાહજાદી—“ તેનું સુંદર મુખજ તેની યોગ્યતાની સાક્ષી આપે છે. કેવું સુંદર છે ?” માતી-“શું કેવળ સુંદર હોવાથી જ કાઈ મનુષ્ય બાદશાહની પુત્રીને પતિ થવાને લાયક ગણાય? શાહજાદી–“તું જરા આંખો ઉઘાડીને જો તો ખરી! તેની પાસે કેવળ સુંદરતાજ નથી!” મોતી“હું તો કંઇ દેખાતી નથી, તેની પાસે બીજું શું છે ?”
શાહજાદી-“પહેલવાન જેવી મજબૂત કાયા છે, ખીલતું યૌવન છે, શરીર ઉપર કોઈ ધનપતિ જેવા અલંકારો છે અને આગળ પાછળ બે સેવકે ચાલ્યા જાય છે. એથી જણાય છે કે, તે કોઈ મોટો અધિકારી અને લક્ષ્મીવાન છે. વળી તેના સુંદર શરીર ઉપર ત જનોઈ ધારણ કરેલું છે, તેથી તે કોઈ કુલીન બ્રાહ્મણ કે ક્ષત્રિયપુત્ર હોવાની ખાત્રી થાય છે. હિંદુઓમાં સર્વથી કુલીન બ્રાહ્મણ અને ક્ષત્રિય ગણાય છે. બોલ ! આ સઘળું એક શાહજાદીના પતિ થવાને માટે થોડું છે?”
મોતી-“પણ તે હિંદુ હોવાથી તમારી સાથે વિવાહ કરશે? તે દેખાય છે તે બ્રાહ્મણ જે, અને તમે છો પઠાણની દીકરી!”
શાહજાદીએ આ વાતને વિચારજ નહોતો કર્યો. તે મેતીના કથનમાં રહેલી સત્યતા જોઈ શકી અને એકદમ નિરાશામાં ડૂબી ગઈ. શાહજાદીની આ દશા જોઇને દાસીને દયા આવી. તેણે કહ્યું - “શાહજાદી! જે તમે તે પુરુષને જ પિતાના પતિ તરીકે માની લીધું હોય તો તેમાં તમારી કંઈ ભૂલ નથી થઇ. પરંતુ નાતજાતની આ મુશ્કેલી ખરેખર વિચારવા જેવી છે. છતાં તમારા : વાતમાં સંમત થાય તે ચાહે સો કરી શકશે. શું હું આ હકીકતથી બેગમ સાહેબને જાણીતાં કરું ?”
- શાહજાદી-“બહેન ! તારી વાત અક્ષરે અક્ષર સાચી છે. બ્રાહ્મણનો પુત્ર મુસલમાનની દીકરીને પરણવા તૈયાર થાય એ બનવું અશક્ય લાગે છે. પરંતુ તું બેગમ સાહેબને સમજાવે તો ખુદાની મહેરબાનીથી કદાચ મારું કાર્ય સફળ થાય ખરૂં. બહેન ! આ વાતમાં જે તું મને મદદ કરીશ, તો હું તારો કદી પણ ઉપકાર નહિ ભૂલું.”
મોતીએ સમય જોઈને એક દિવસ આ વાત બેગમ સાહેબને કહી. બેગમ સાહેબ પ્રથમ તે વિચારમાં પડી ગયાં; પરંતુ અંતે તેમણે પુત્રીની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો.
એક દિવસ બાદશાહ આનંદમાં હતા, તે સમયે બેગમ સાહેબે તેમને પુત્રીની પ્રેમકથા સંભળાવી. તેઓ આ વાત સાંભળી ક્ષણ વાર સ્તબ્ધ બની ગયા; પરંતુ પિતાના યૌવનકાળ અને તે સમયની પ્રેમલીલા આદિનું સ્મરણ થઈ આવતાં આ વાત તેમને બિલકુલ સ્વાભાવિક લાગી. તેઓ થડી વાર વિચાર કરી બેલ્યા-“કાલિચંદ રાય છે તે બહાદૂર અને નેક આદમી; પરંતુ તે બ્રાહ્મણને પુત્ર આપણી દીકરીને રવીકાર કરવા તૈયાર થશે?”
બેગમ “આપની ઈચ્છા હશે તે કોઈ વાત અશક્ય નથી.”
બાદશાહ-“પરંતુ પ્યારી ! મને આશ્ચર્ય થાય છે કે, બંગાળના બાદશાહની શાહજાદીએ એક હિંદુ બ્રાહ્મણને કેમ પસંદ કર્યો?”
બેગમ– “ પ્રેમને વળી કોઈ જાતની મર્યાદા હોય છે? પ્રેમ નાત-જાત, ઉંચ કે નીચ એવું કંઇ જોતજ નથી. તે માત્ર પોતાના પ્રેમપાત્રનેજ સર્વસ્વ સમજે છે. શું આ વાત આપ જાણતા નથી?”
બાદશાહ–“ એ વાત બરાબર છે, પરંતુ આ મામલે બહુ ગુંચવણભર્યો છે; કારણકે વિવાહ કરવા માટે શાહજાદી કદી હિંદુ થઈ શકશે નહિ અને કાલિચંદ રાયને મારે બળાત્કારે મુસલમાન બનાવવા પડે તે પણ ઠીક નહિ. એથી લોકોમાં આપણી નિંદા થવાનો સંપૂર્ણ સંભવ છે.”
બેગમ–“ શહેનશાહ ! આ વાતનો મેં ખૂબ વિચાર કરી જોય છે. મારો એવો મત છે કે, કાલિચંદ રાય ભલે કાલિચંદ રાયજ રહે. તેને મુસલમાન બનાવવાની કશી જરૂર નથી. માત્ર તે શાહજાદી સાથે લગ્ન કરે એટલે બસ. પછી ભલે તે લગ્ન કેાઈ મૌલવીના હાથે થાય કે કાઈ બ્રાહ્મણના હાથે થાય, તેમાં કોઈ વાંધો છે ?”
બાદશાહ– “બરાબર, એ વાત ઠીક કહી. બંને પોતપોતાનો ધર્મ સાચવી રાખે અને લગ્ન કરે તે કાંઈ વાંધો નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com