________________
*
*
**
*
*
*
*
****
*
૧૯૪
શુભસંગ્રહ-ભાગ ચા આવે તો પણ અમારામાં રહેલી સઘળી દયા અને સુજનતાને એકત્ર કરી તેને સદુપયોગ કરો, એજ ઈષ્ટ છે.” અમારે અમારી સુજનતા કદી ત્યજવી નહિ જોઈએ.
સેન્ટ ફ્રાન્સિસના સંબંધમાં કહેવાય છે કે, તે સાધુ પુરુષ એવા તો શાંત અને દયાળુ હતા કે સર્પ પણ તેમની ગોદમાં સુખપૂર્વક સૂઈ રહેતો ! શું આ અહિંસાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નથી ? એથી વધુ ઉદાહરણ જોઈએ તો ભગવાન શેષ નારાયણનું આપણી સમક્ષ કયાં નથી? ભગવાન વિષ્ણુ તો તેમની બનાવેલી શયા પર સૂતા હતા અને આ અહિંસાની પરમાવધિ! ભક્તનાં લક્ષણ વર્ણવતાં કહેવાયું છે કે “તેજ ભક્ત છે, કે જે કોઈની ઘણા કરતું નથી અને કઈ તેની પણ ઘણા કરતું નથી !” ભક્તને ઓળખવાની એ બે કસોટી છે. પ્રથમ કસોટી અર્થત લોકેની ઘણા ન કરવી, એ તે સરળ વાત છે, કારણ કે તે તો તેના પિતાના અધિકારની જ વાત છે. પરંતુ બીજી કસોટી અત્યંત કઠિન છે. લોકો આપણું પર ઘણું ન દર્શાવે, એ કંઈ પિતાના હાથની વાત નથી. આથી આપણે એવી રીતે વર્તવું જોઈએ, કે કે આપણા પર પુષ્કળ પ્રેમ કરે; અને એ તે અતિશય કઠિનજ છે. સેન્ટ ફ્રાન્સિસનું ઉદાહરણ પહેલી કસોટીનું ઉદાહરણ છે; પરંતુ ભગવાન વિષ્ણુનું ઉદાહરણ તો બીજી કસોટીનું અત્યુત્તમ ઉદાહરણ છે. બન્ને ઉદાહરણોમાં નાગપૂજા છે. એકમાં નાગની પૂજા કરવામાં આવી છે અને બીજામાં નાગે પોતે પૂજા કરી છે. નાગપંચમીનું થોડા શબ્દોમાં વર્ણન કરવું હોય તે રાતાજ્જા મુરાથનમ્......
કહે છે કે, જેના મસ્તક પર નાગ પોતાની ફણાની છાયા ધરે, તે ચક્રવતી બને છે. અમે કહીએ છીએ કે, કેમ ન થાય ? સર્પની ફણાની છાયામાં શાન્તાકાર વૃત્તિથી શયન કરનાર વ્યક્તિ સાક્ષાત અહિંસાની મૂર્તિ છે. નાગપંચમીને આ સંદેશ છે. નાગપંચમીને સંદેશ જેણે ઝીલ્યો, તેના હૃદયમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થપાય છે. આથી એ સનાતન સિદ્ધાંત છે કે, જેના હૃદયમાં પ્રેમનું સામ્રાજ્ય છે, તે સમસ્ત સંસારનો રાજા છે, તે સર્વરોલાનાથ છે; કેમકે તે પોતે પોતાને નાથ છે !x
જે કોઈ નાગપંચમીનું રહસ્ય સમજી વિચારપૂર્વક તેનું પાલન કરશે, તેના હૃદયમાંથી દેશભાવ નાશ પામશે અને તેને સ્વારાજ્યસિદ્ધિ પ્રાપ્ત થશે. ફરિ ધરરાયનાળકg I
( “વેદિક ધર્મ” પરથી શ્રાવણ-૧૯૮૪ના “પ્રબોધ” માંનો રા. રત્નશંકર પંડયાને અનુવાદ )
९१-दांतना दुखावानो तात्कालिक इलाज
દદીને દાંતના ડોક્ટરની મદદ મળી શકે તે પહેલાં દુખતા દાંતોનું દર્દ અટકાવવાની ઘણી જરૂર છે. એ વખતના તાત્કાલિક ઈલાજ ગરમ શેક છે. શરીરના લગભગ દરેક કીસમના દુખારા વખતે ગરમ શેક વેદનાને શાંત કરી શકે છે, કેમકે કુદરતના કાયદાની રૂએ ગરમીથી દુખાવો નરમ પડે છે. એજ મુજબ દાંતના દુખારા માટે પણ ગરમ પાણુની કોથળીને શેક અથવા ગરમ રેતીનો શેક ઘણીક વાર રામબાણ થઈ પડે છે.
અગર જે આ ઇલાજથી દાંતના દુખારાનું દર્દ નરમ પડે તો તે પછી દાંતને હવા અને શરદી ન લાગે તેને માટે ખાસ સંભાળ રાખવી જરૂરી છે.
કેટલાક નામાંકિત તબીબનો એવો મત છે કે, ગરમ શેકથી અગર જે દાંતનું દર્દ નરમ ન પડે તે ગરમ પાણીથી પગ શેકવાથી તાત્કાલિક અસર થઈ શકે છે.
(દૈનિક “હિંદુસ્થાનમાંથી)
૪ આમાં ભગવાન શંકરનું ઉદાહરણ પણ ઉમેરી શકાય. સેન્ટ ફાસિસ જેમ તેમને સુખપૂર્વક સુવાડતા; ભગવાન વિષ્ણુ જે નાગપર શયન કરતા; તેમ એકાન્તનિવાસી ભગવાન શંકર તેમને પિતાના કંઠે ધારણ કરતા.
અનુવાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com