________________
નાગપંચમી
૧૩
રાજ્યના હુન્નર-ઉદ્યોગ ખાતા તરફથી જરૂર પડયે સલાહસૂચના પણ આપવામાં આવે છે. આ બધાને પરિણામે વણાટનાં કારખાનાંઓ, તેલની મીલે, ચોખાની મીલો, દવાનાં કારખાનાંઓ, વાનિશ અને રંગનાં કારખાનાંઓ, સ્લેટ-પેન્સીલનાં કારખાનાંઓ વગેરે એટલી મોટી સંખ્યામાં ચાલી રહ્યાં છે કે તેમનો માત્ર નામે લેખક ઘણી જગ્યાને રોકી લે તેમ છે.
ખાતાની ખાસ વિશિષ્ટતા તો એ છે કે, કેઈ ન હુન્નર શરૂ કરવા પ્રજાજના આગળ આવતા ન હોય અગર અમુક કારણોને લીધે સંકોચાતા હોય તો આ ખાતું પોતે રાજ્ય તરફથી એ હન્નર શરૂ કરે છે અને એ રીતે તેની ઉપયોગિતા, લાભકારકતા વગેરે લોકોને બતાવી, તે પરત્વે તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે છે. આ ઉદ્દેશથી રાજ્ય એક ધાતુકામનું કારખાનું, એક સાબુનું કારખાનું, એક બટનનું કારખાનું, એક વણાટનું કારખાનું અને એક ઔદ્યોગિક “વર્કશોપ
ડેલાં, તેમાંથી ધાતુકામનું કારખાનું અને બટનનું કારખાનું, સફળ પ્રયોગ પછી ખાનગી પ્રજાજનોને સેવાઈ ગયાં છે અને આજે તે સંતોષકારક રીતે ચાલી રહ્યાં છે.
(“સૌરાષ્ટ્ર” ના તા. ૨૪-૯-૨૭ તથા ૧-૧૦-૨૭ ના અંકમાંથી)
९०-नागपंचमी
જે સ્વભાવથી જ દુષ્ટ છે, જેનો નાશ કરવાને મહારાજ જનમેજયને સર્પસત્ર કરવો પડશે, દૂધ પીને પણ જે વિષનો ત્યાગ કરતા નથી, તે સર્પની પૂજાને આ દિવસ છે. ઉપકારનો બદલે અપકારથી વાળનાર આ જીવની પૂજાને માટે એક ખાસ દિવસ આપણે શામાટે રાખ્યો હશે?
સાપ’ શબ્દ સાંભળતાં જ લોકો તેને મારવા માટે દંડ લઈ તૈયાર થઈ જાય છે. જનસમાજમાં જેવો ભૂતવિષેનો વહેમ પ્રવેશેલો છે, તે જ આ સપનો પણ છે. દેશના કેટલાક ભાગોમાં સર્પની સંખ્યા વિશેષ છે; પરંતુ એથી વિશેષ તે તે વિષેના વહેમો છે. બ્રહ્મવિદ્યાની માફક સર્ષાવિદ્યામાં પણ પ્રત્યક્ષ પ્રમાણને બદલે શ દ માણને લોકો વધારે માને છે. બધાય સાપ કંઈ વિક્ત હતા નથી; અને જે સર્પો વિષવાળા હોય છે, તેમાં બધાય સરખા પ્રમાણના વિષવાળા નથી હોતા–અર્થાત દરેક જાતના સર્ષના દંશથી માણસ મરણ પામતો નથી. આથી સાપના મંત્ર જાણનારાઓ વધી પડ્યા અને તેથી સર્પ પોતેજ ડરપોક બન્યા છે. આવી સ્થિતિમાં જયારે આપણે જોઈએ છીએ કે, સાપ નીકળતાં જ તેને મારવા માટે પાંચ-દશ માણસે દંડા લઈને નીકળી પડે છે, ત્યારે મનુષ્યના અજ્ઞાનપર અને તેના દીર્ઘષ પર નિઃશ્વાસ છૂટે છે. સાપ તે વિષધર છે જ, પરંતુ મનુષ્યનું દીર્ઘષરૂપ વિષ તેથી ઉતરે તેવું નથી હોતું. મનુષ્યનો દીર્ઘષ સાપથી કેટલાય ગણે તીવ્ર કહી શકાય.
નાગપંચમીને ઉત્સવ આ દીર્ઘષરૂપ વિષને નાશ કરવાનો એક ઉપાય છે. વર્ષાઋતુને મુખ્ય માસ શ્રાવણ છે. શ્રાવણની વર્ષોઝડીમાં સર્ષ ખાસ કરીને બહાર નીકળે છે. તે બિચારા વરસાદના પાણીથી બચવાને માટે પિતાનાં દરને ત્યાગ કરી આશ્રયસ્થાન શોધતા શોધતા મનુષ્યનાં ઘરોમાં આવે છે. તે સિવાય તેમને અન્ય આશ્રય નહિ હોવાથી તેમને તે ઘરોનો આશ્ર પડે છે; પરંતુ એ તે એકાંતપ્રિય પ્રાણી છે. મુમુક્ષુઓને મનુષ્યોના ત્યાગનો ઉપદેશ દેતી વખતે સનું ઉદાહરણ આપવામાં આવે છે. આમ સપ એ એકાંતમાં જ રહેનારું પ્રાણી છે; પરંતુ બિચારું લાચારીથી વરસાદની ઝડીઓમાંથી બચવાને માટે જ અતિશય સંકેચાતું અને ડરતું ડરતું તે મનુષ્યોના શરણે રક્ષણની ભિક્ષાથે તેનું અતિથિ થાય છે. હિંદુઓમાં માન્યતા છે કે, પરમેશ્વર અતિથિનાં રૂપો લઈને મનુષ્યની પરીક્ષા કરે છે, અને આથી જ હિંદુઓમાં અતિથિસત્કારનું ભારે મહત્ત્વ છે. જે અતિથિ દુષ્ટતાને માટે પ્રસિદ્ધ હોય તે ભક્તની સર્વપરીક્ષાને જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું તે વખતે અમારે અતિથિની સાથે દુષ્ટતાનું વર્તન આચરવું ? કદીજ નહિ. નાગપંચમીને ઉત્સવ અમારી સમક્ષ એ આદર્શ રજુ કરે છે કે “અમારી પાસે ભલે દુષ્ટ મનુષ્ય
શુ. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com