________________
૧૯૨
શુભસંગ્રહ-ભાગ ચોથા ખેતીવાડી ખાતા તરફથી ખેતીના બળદો રાખવામાં આવે છે, પશુ-ઔષધાલય ચલાવવામાં આવે છે અને રેશમના કીડાઓને ઉછેરવાનું ખાસ કામ કરવામાં આવે છે. આ ત્રણે કામ માટે તે કામના જાણકાર ખાસ અમલદારો રાખવામાં આવે છે અને તેમની દેખરેખ નીચે મદદનીશાનું જૂથ આખા રાજ્યમાં થાણું નાખી કામ કરી રહ્યું હોય છે.
ખેતીની સુધરેલી અને વૈજ્ઞાનિક રીતે પ્રચાર કરવા રાજ્યના ખેતીવાડી ખાતા તરફથી આ અને બીજી અનેક સગવડ આપવામાં આવે છે તેને પરિણામે, તેમજ ખેડુતોને જોઇતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાને રાજ્ય તરફથી થઈ રહેલી નહેરોની સંખ્યાબંધ યોજનાઓને પરિણામે, એક તરફથી માઈસોરના ખેડૂત સમૃદ્ધ બનતા જાય છે અને બીજી તરફથી રાજ્યની ખેતી–ઉપયોગી જમીનનું પ્રમાણ પણ વધતું જાય છે. ૧૯૦૨ માં મહારાજા ગાદી ઉપર આવ્યા ત્યારે ૫૫ લાખ એકર જમીન ખેતીના ઉપયોગમાં લેવાતી; આજે તે પ્રમાણ વધીને ૬૨ લાખ સુધી પહોંચ્યું છે, એટલે કે છેલ્લાં પચીસ વર્ષમાં ૮ લાખ એકર જેટલી વિશેષ જમીન ખેડવા લાયક બની છે. આજે માઇસેરને ખેડુત ખૂબ આબાદ છે અને ખેતીના ધંધામાં રસપૂર્વક મા રહે છે. આનું એક બીજું કારણ એ પણ છે કે, માઈસેરના ખેડુતને તે થોડી જમીન ખેડતો હોય કે ઝાઝી જમીન ખેડતો હેય તેને કશો ભેદ કર્યા વિના,અતિ સરળ શરતોએ, તેને જોઈતી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
રાજ્ય તરફથી ખેતી-ઉપયોગી જે મોટાં જળારા બાંધવામાં આવ્યાં છે, તેમાં બેની ખાસ નેંધ લેવા જેવું છે. માઈસોરની પાસેજ કૃષ્ણરાજ-સાગર નામનું મોટું જળાશય બનાવવામાં આવ્યું છે. એ વિષેનવજીવનમાં શ્રી મહાદેવ દેશાઈ લખે છે કે:-“શ્રીરંગપટ્ટનથી દશ માઈલ અને માઈસરથી છ માઈલ ઉપર કાવેરી નદીના પાણીને બાંધી લઇને આ કૃષ્ણરાજ સાગર રચવામાં આવ્યો છે. આ સાગરનું પાણી ૧૦૮ ફુટ ઉંડું છે અને ૪૪ ચોરસમાઈલનું એનું ક્ષેત્રફળ છે. આમાંથી સેંકડો માઈલના ક્ષેત્રમાં ખેતરોને પાણી મળે છે. આ જબરદસ્ત બંધ જગતમાં માત્ર મીસરમાંજ છે. આ બીજા નંબરને બંધ કહેવાય.”
આ કુષ્ણરાજ-સાગરને બંધ ૧૩૦ ફુટ ઉંચે છે-અને હિંદુસ્થાન માં તે તે ઉંચામાં ઉંચાજ છે. આ સાગર, ચેકસ આંકડામાં કહીએ તે, ૧૨૦,૦૦૦ એકર જમીનને પાણી પૂરું પાડે છે. વિશેષમાં આ સાગર, ખેતીવાડીને જે અગાધ લાભ કરી રહ્યો છે તે ઉપરાંત, શિવસમુદ્રના
ધ આગળ રાયે કાઢેલા વિજળીના કારખાનાને જમ્બર વિજળી ક બળ પૂરું પાડી રહ્યો છે. આ કણરાજ-સાગર પાછળ રાજ્યને સાડાચાર કરોડ રૂપિયાનું ખર્ચ થયું છે અને તે મશહુર માઈસોરી ઇજનેર સર વિશ્વેશ્વરૈયાની કૃતિ છે.
રાજ્ય તરફથી ચિતલદુર્ગ તાલુકામાં, એક નદીને બાંધીને, વેણુવિલાસ-સાગર નામનું એક બીજું જળાશય પણું બાંધવામાં આવ્યું છે. આ જળાશય મનહર સંવરરૂપે ચાળીસ ચારસમાઈલના વિસ્તારમાં પથરાયેલું છે અને જમ્બર ખર્ચ આજથી પંદર વર્ષ પહેલાં રચવામાં આવ્યું છે. આ સાગરથી હજારો એકર જમીનને ખેતી-ઉપયોગી બનાવી શકાઈ છે.
આ બન્ને મેટા “સાગર” ઉપરાંત, રાજ્ય તરફથી આ પચ્ચીસીમાં બાંધવામાં આવેલાં બીજાં નાનાં સંખ્યાબંધ જળાશયો છેઅને તે બધાંનો રાજ્યની ખેતીવિષયક આબાદીમાં કાંઈ નાનોસુનો હિસ્સો નથી.
૪-ઉદ્યોગવિકાસ આમ ખેતીની ખીલાવટથી તર-બતર બનેલી પ્રજાના અમુક વર્ગોને ઉદ્યોગપ્રિય બનાવવાને. માટે પણ રાજ્ય તરફથી ખાસ મહેનત લેવાઈ રહી છે. હુન્નર-ઉદ્યોગ અને વેપારના વિકાસ માટે રાજ્ય તરફથી ખાસ ખાતું ચલાવવામાં આવે છે. એ ખાતા તરફથી છેલ્લાં પચીસ વર્ષમાં સંખ્યાબંધ નવા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે અથવા તો આશ્રય પામ્યા છે. રાજ્યની પ્રજામાંથી જેમની પાસે ન હુન્નર શરૂ કરવાની સમજદાર યોજના હોય તેને દરેક પ્રકારે ઉત્તેજન આપવું, એવી રાજ્યની સામાન્ય નીતિ છે. તેવા પ્રજાજનોને રાજ્ય સરળ શરતોથી દ્રવ્ય ધીરે છે અને બીજી બધી જરૂરીઆત પૂરી પાડવા સહાનુભૂતિભર્યુ ધ્યાન આપે છે. આવા જનાવાળા માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com