________________
માઈસેર રાજ્યની પ્રજાવત્સલતા
૧૯ સેરની અતિ ઉજજ્વળ શિક્ષણપ્રગતિને પૂરતો ખ્યાલ આપે તેટલી હકીકત તો એ લેખમાં અપાઈ ગઈ છે; પણ ઘણું કરીને આખા હિંદુસ્થાનમાં અજોડ એવું જે અંત્યજોદ્ધારનું કાર્ય માઇસેર રાજ્ય તરફથી અતિ ઉમંગથી થઈ રહ્યું છે અને તેનાં જે મનોહર પરિણામ આવી રહ્યાં છે તેનું
વનુભવથી બયાન કરતે શ્રી. મહાદેવ દેસાઈની કલમમાંથી ટપકેલો એક ફકરો તે સાથે આપવો રહી ગયેલો તે અત્રે ઉતારી આગળ ચાલીએઃ
આ ભાગોમાં અંત્યજોનું રૂડું નામ આદિકર્ણાટક, આદિઆંધ્ર, આદિદ્રાવિડ પડયું છે. સરકાર તે પિતાના “અસ્પૃશ્યોને એજ રૂડા નામથી વર્ણવે છે, અને જેટલું રાજ્યથી થઈ શકે તેટલું કરવામાં બાકી નથી રાખતી. એની બ્રાહ્મણવણું ઉપર બહુ અસર નથી એ સાચું, પણ ધીમે ધીમે અસર થશે. કેળવણીની અનેક સંસ્થાઓ તેમને માટે ખાસ બનાવવામાં આવી છે. બાળકોને શિષ્યવૃત્તિ મળે છે, મફત કપડાં મળે છે, મફત રહેવાનું મળે છે. બધી શાળાઓ તેમને માટે ખુલ્લી છે. ૬૦૫ ખાસ શાળાઓ છે. એ વર્ગોને માટે ખાસ સહકારી મંડળીઓ લગભગ સવાસો ઉપર સ્થાપવામાં આવી છે. તેમને જમીન ખરીદવાની, ઘરો બાંધવાની. ખેતીનાં હથિયાર ખરીદવાની ખાસ સગવડ આપવામાં આવી છે. અને હિંદુ રાયજ નહિ, પણ દિવાન મુસલમાન છતાંયે તે પણ આ આદિકર્ણાટકોને શુદ્ધ પવિત્ર હિંદુઓ બનાવવાને મથી રહેલ છે. આ કામનાં બાળકોનાં છાત્રાલએ સ્થળે સ્થળે છે, જ્યાં વિદ્યાર્થીઓને રહેવાની, ખાવાપીવાની, પુસ્તક, ફી, કપડાં આદિ તમામ વસ્તુની મફત સગવડ મળે છે; સરકાર દરેક બાળક ઉપર લગભગ ૨૦૦ રૂપિયા વર્ષે ખચે છે. બાંગલોરના આવા છાત્રાલયના વિદ્યાર્થીએ ગયે અઠવાડિયે ગાંધીજીને મળવા આવી ગયા. ઘણાના કપાળે ભસ્મ હતી, સૌ તેજસ્વી લાગતા હતા, સૌમાં સફૂર્તિ લાગતી હતી અને તેમાંના કેઈ અસ્પૃશ્ય જાતિના હોય એમ કહેવું મુશ્કેલ હતું. કેટલાકે સંસ્કૃત કે સંભળાવ્યા, કેટલાકે કાનડા, તામિલ, તેલુગુ અને હિંદીમાં ભજન સંભળાવ્યા–એમના શુદ્ધ, સંસ્કારી ઉચ્ચાર અને મધુર કંઠ સાંભળી જે લોકો એમને અસ્પૃશ્ય ગણે છે, તેમનાં દુર્ભાગ્ય ઉપર દયા આવી. શ્રી રામાનુજે એમને માટે સાધુઓના પ્રબંધોનો બનેલો “તામિલ-વેદ' રચેલે છે. તે આ વર્ગોમાં ખૂબ વંચાય છે. આ ઉપરાંત એક આભડછેટથી ન વટલાયેલો સંસ્કારી બહ્મણ આ બાળકોની વચ્ચે રહી તેમને હિંદુ ધર્મના બધા સંસ્કારનું જ્ઞાન આપે છે. આટલા પ્રેમમાં પાલન થતું હોય ત્યાં બાળકોમાં સ્વતંત્રતા કેળવાય એમાં નવાઈ શી ?
૩-ખેતીવાડી માઇસેર જેમ પોતાની પ્રજાના શિક્ષણની આટલી સરસ કાળજી રાખી રહ્યું છે, તેમ તેના ખેડુતની ખેતીવાડીની સુધારણા અને વિકાસ માટે પણ ભારે પરિશ્રમ લઈ રહ્યું છે. રાજ્યની ખેતીવાડીની ખીલાવટ માટે રાજ્ય ખાસ ખેતીવાડી ખાતે સ્થાપ્યું છે. આ ખાતું તેની સમર્થ વ્યવસ્થા અને ઉત્સાહભરી ઉદ્યમશીલતા તેમજ અગાધ સાધનવિપુલતાએ કરીને આખા હિંદુસ્થાનમાં અદ્વિતીયજ છે, એવો એના અવલોકનકારોનો અભિપ્રાય છે. આવા સમૃદ્ધ ખેતીવાડી ખાતાની સ્થાપનાથી રાજ્યની ખેતી–પ્રગતિને ભારે વેગ મળ્યો છે. આ ખાતા તરફથી બાંગલોરમાં, એક નિષ્ણાત કૃષિવિષયક રસાયણશાસ્ત્રીના અધ્યક્ષપણું નીચે, ખેતીવાડીની એક જમ્બર પ્રયોગશાળા ચાલી રહી છે. આ ખાતા તરફથી રાજ્યનાં પાંચ જુદાજુદા સ્થળે એ પ્રયોગ–ખેતરોમાં ડાંગર, બટાટા, શેરડી વગેરે પાક ઉતારવામાં આવે છે અને દરેક જાતના પાકને નુકસાન કરનારાં જંતુઓનો નાશ કરવાના પ્રયોગ ચાલે છે. જ્યાં કૈકીનોજ મુખ્ય પાક લેવામાં આવે છે એવા રાજ્યના એક મથકમાં, હમણાં કરી માટે એક નવું પ્રયોગ-ખેતર ચલાવવું શરૂ કરવામાં આવ્યું છે અને કૅરીને પાક વધારેમાં વધારે કેમ લઈ શકાય છે, તેમજ કૈફીના પાકને નુકસાન કરનારા જતુઓનો કેમ નાશ કરી શકાય તે, ખેડુતોને બતાવવામાં આવે છે. કષિ-શિક્ષણ માટે ખાસ એક કૃષિ-શાળા ચલાવવામાં આવે છે. એ શાળામાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ખેતીનું સપ્રયોગ શિક્ષણ અપાય છે અને પછી એ
મ પૂરો કરનાર વિદ્યાથીને ખાસ ડિપ્લોમા એનાયત થાય છે. બીજાં ત્રણ પ્રયોગ-ખેતરો ઉપર પણ ખેડતમાં બાળકો માટે ટકા અભ્યાસક્રમનો પ્રબંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com