________________
શુભસંગ્રહભાગ ચોથો
પ્રગતિ પણ સરસ કરી છે. રાજ્યમાં બધી જાતની મળીને ૭૮૮ કન્યાશાળાઓ છે અને તેમાં આશરે ૩૯,૦૦૦ કન્યાઓ શિક્ષણ લઈ રહી છે.
આદિકર્ણાટકને નામે ઓળખાતા દલિત વર્ગોનાં બાળકોનાં શિક્ષણ માટે તે ખાસ કાળજી રાખવામાં આવે છે. રાજ્ય તેમના માટે ૬ ૦૫ ખાસ શાળાઓ ઉધાડી છે અને તેમાં ૧૬,૬૦૦ બાળકોમાં ર૫૦૦ તો કન્યાઓ છે. આ કેમનાં બાળકને રાજ્યની તમામ શિક્ષણ-સંસ્થાઓમાં પણ કાજ ભેદભાવ વિના પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય તરફથી માઇસાર, બાંગલાર, તુમકુર અને ચીકામાંગલુરમાં આ બાળકોને માટે ખાસ મફત છાત્રાલયે પણ ચાલે છે. અંત્યજ બાળકોને આવી સામાન્ય કેળવણી આપવા ઉપરાંત બીજું ઔદ્યોગિક શિક્ષણ-વણકરી, સુથારી કામ, ગુંથણકામ, મોચીનું કામ, લુહારકામ વગેરેનું શિક્ષણ-આપવામાં આવે છે.
અંત્યજ બાળકોને અને તેમનાં માતાપિતાઓને શિક્ષણમાં રસ લેતા કરવા અર્થે માઈસોર રાજ્ય તરફથી અનેકવિધ અનુકરણીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. અંત્યજ બાળકોને ખાસ ઑલરશિપ આપવા ઉપરાંત કપડાં, પુસ્તકે અને તમામ જાતનાં શિક્ષણ સાહિત્યની લહાણી કરવામાં આવે છે. વિશેષમાં, એ કેમના મોટા છોકરાઓને, કમાણી તૂટી જાય એ બીકે તેમનાં માબાપ ભણવા મોકલતાં નહિ હોવાથી, રાધે એ ખોટ પૂરી પાડવા માસિક વેતન બાંધી આપ્યાં છે.
આ શિક્ષણ-પ્રચાર ઉપરાંત, રાજ્ય આ કેમની બીજી જરૂર પ્રત્યે પણ સહાનુભૂતિભયું લક્ષ આપી રહ્યું છે. રાજ્ય આ કામને પ્ર. પ્ર. સભામાં અને સર્વે પ્રજાકીય સંસ્થાઓમાં પ્રતિનિધિઓ મોકલવાના ખાસ હક્કો બક્યા છે અને તેમની દાદ-ફરિયાદને બહુજ માયા સાંભળે છે. રાજ્ય તેમને શાહકારોના ત્રાસમાંથી છોડાવવા સહાયકારી મંડળીઓ સ્થાપવા માં છે અને વિશેષમાં તેમના અભ્યદયને માટે, તેમને મફત જમીને આપી, સહાયકારી ધોરણ ઉપર તેમનું નવું સંસ્થાન વસાવવાનો પ્રયોગ માંડયે છેઆદિકર્ણાટકમાં સમાજ-સુધાર કરાવવા રાજ્ય ખાસ પ્રચારકોની પણ યોજના કરી છે. હમણાંજ માઇસેર પ્રજાપ્રતિનિધિ સભાની બેઠક વેળા પ્રારંભિક વ્યાખ્યાન આપતાં દિવાન શ્રી મીર્ઝાએ કહેલું કે “આ દલિત કેમની નિર્બળ દશા, આ રાજ્યનીજ નિર્બળતા છે અને તે સબળ બને તેમાં રાજ્યનીજ તાકાત વધે છે.” માઇસેરના અંત્યજ-પ્રેમનું ઘણું પણ અનુકરણ આપણે આંગણે આપણું નૃપતિએ આચરે તો એ કૂટ પ્રશ્ન એકદમ સરળ બની જાય, દલિત કે હિંદુસમાજને આજે બેડરૂપ છે તે થોડા જ સમયમાં આભૂષણરૂપ બની જાય.
મુસલમાનોમાં શિક્ષણ–પ્રચાર માટે પણ રાજ્ય ભારે શ્રમ લઈ રહ્યું છે. મુસલમાન વિદ્યાએ માટે અંગ્રેજી-હિંદુસ્થાની શાળાએ રાજ્યભરમાં ઠેર ઠેર સ્થાપવામાં આવી છે. મુસલમાન કન્યાઓને માટે ખાસ “પરદા–શાળાઓ” પણ ચલાવવામાં આવે છે. મુસલમાન વિદ્યાથીઓને રાજ્યની તમામ શાળાઓમાં અને કૅલેજોમાં, શિક્ષણઉત્તેજન તરીકે, અર્ધી માફી બક્ષવામાં આવે છે. આમ અનેક પ્રકારની સગવડાને પરિણામે રાજ્યની મુસલમાન કામમાં પણ શિક્ષણનું પ્રમાણ વેગથી વધતું જાય છે.
અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના આવા વિશાળ અને મજબૂત પાયા ઉપર માઈસોરના પ્રજાપ્રેમી નૃપાલે સંસ્કૃતિનું ભવ્ય મંદિર-માસોર વિદ્યાપીઠ-નું ભવન ખડું કર્યું છે. માઇસાર વિદ્યાપીઠની સ્થાપના ૧૯૧૬ માં થઈ. આજે માઈસાર વિદ્યાપીઠમાં સાહિત્ય, વિજ્ઞાન, ઈજનેરી (સિવિલ, મિલિટરી અને ઈલેકટ્રીક એંજીનિયરિંગ-એ ત્રણે શાખાઓ), તબીબી અને અધ્યાપન એટલા પ્રકારનું ઉચ્ચ શિક્ષણ આપવાને પ્રબંધ છે. સાહિત્યનું, અને અધ્યાપનનું અને મહિલાઓનું, એમ ત્રણ મહાવિદ્યાલયો માઈસોરમાં છે, ત્યારે વિજ્ઞાન, ઈજનેરી અને તબીબીનાં મહાવિદ્યાલયે બાંગલરમાં છે. આખી વિદ્યાપીઠની રચના આસ્ટ્રેલિયન વિદ્યાપીઠને આદર્શ રાખીને કરવામાં આવેલી; પણ હવે તેનું પુનર્વિધાન થઈ રહ્યું છે.
(૨) ઉપરના લેખમાં માઇસેરની સ્વરાજ્ય સંસ્થાઓ અને શિક્ષણપ્રગતિનું અવલોકન કર્યું. ભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com