________________
માઇસેર રાજ્યની પ્રજાવત્સલતા
૧૮૯ ઇચ્છાઓને જ્યાં જ્યાં અપાલન થયું હોય તે બાબતો ધારાસભાના લક્ષ ઉપર મૂકવાનું છે.
આ ધારાસભાને બને સંસ્થાઓના (ધારાસભા અને પ્રતિનિધિ સભાના) સભ્યોની બનેલી ત્રણ સ્થાયી કમિટિઓ નીમવાની પણ સત્તા છે. એક કમિટિ રેલવે તેમજ ઇલેકટ્રીકલ અને જાહેર બાંધકામ ખાતાને લગતી બાબતો સંબંધમાં પોતાના અધિકાર વાપરે છે, ત્યારે બીજી સ્થાનિક સ્વરાજ્ય, તબીબી અને જાહેર આરોગ્યનાં ખાતાંઓ ઉપર અને ત્રીજી નાણાંખાતું અને કરવેરા વિષયે પોતાની કરજો બજાવે છે. આવી ત્રણ કમિટિએ નીમવાને રાજ્યનો હેતુ પ્રજાના બીન–અમલદારી પ્રતિનિધિઓને રાજકારભારની દૈનિક ઘટમાળમાં પણ પિતાનો અવાજ પહોંચાડવાની તક આપવાનો છે.
માઇસેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ સરસ પ્રગતિ કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા બોડૅ અને ડિસ્ટ્રિકટ બેડું તેમજ ગ્રામ્ય સંધે, અને શહેરસુધરાઈઓ મુખ્યત્વે કરીને છે. આ તમામ સંસ્થાઓની સત્તા અને કાર્યા હમણાંમાં સારી રીતે વિસ્તૃત બન્યાં છે. આ સંસ્થાઓમાંની ઘણીખરીમાં બીન-અમલદારી. અધ્યક્ષ હોય છે. માઇસર ધારાસભાએ હમણાંજ ગ્રામ્ય પંચાયતને નવો કાયદો પસાર કરીને ગ્રામ્ય પંચાયતોને તેમના પિતાના ગામને દિવાની, ફોજદારી તેમજ બીજો સર્વ પ્રકારનો સ્થાનિક કારભાર ચલાવવાની ઘણું મોટી સત્તા આપી છે અને તેમને સ્વરાજ્યની સાચી પાયારૂપ સંસ્થાઓ બનાવી છે.
આ સંસ્થાઓ ઉપરાંત, રાજ્યની આર્થિક સ્થિતિનું કાયમી નિરીક્ષણ કરવા એક આર્થિક સંસદુ પણ અસ્તિત્વ ધરાવે છે; એ સંસદ અને તેની કમિટિઓ પ્રજાનાં આર્થિક હિતેના સંરક્ષણની તેમજ વિકાસની અહર્નિશ ચિંતા રાખ્યા કરે છે.
બીજા કેટલાંય રાજ્યો પિતાનાં પાપને છુપાવવા કે પિતાના ગેરકારભાર અને આપખુદીને પ્રજાની નજરે ચઢતાં અટકાવવાની દાનતથી વર્તમાનપત્રો સામે સખ કાયદાઓ કરી રહ્યાં છે; ત્યારે મારે પ્રજામતના સંદરસ્ત વિકાસને ઉત્તેજના અને કારભાર ઉપર પ્રજાની આલોચના. નિમંત્રવા, પોતાના જૂના પ્રેસ એકટમાં ઉદાર અને સંગીન સુધારા તાજેતરમાં જ કર્યા છે એને પણ અહીંજ ઉલ્લેખ કરી લઈએ.
૨–શિક્ષણ જેમ સ્વરાજ્ય સંસ્થાઓ પર માઈસોર સર્વ રાજસ્થાનમાં અગ્રપદે છે, તેમ શિક્ષણવિષયમાં પણ માઈક ર બીજા રાજસ્થાનને અને બ્રિટિશ હિંદના પ્રાંતાને મુકાબલે અગ્રપદજ ભગવે છે. જ્યાં પચીસ વર્ષમાં માઇસેરે શિક્ષણમાં અજબ પ્રગતિ કરી છે. શહેરો અને ગામોને માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીઆત તો ક્યારનું થઈ ચૂક્યું છે; હવે એ કાયદાનો ગામડાંઓમાં અમલ થઈ રહ્યો છે. નીચલા ઘોરણોનું માધ્યમિક શિક્ષણ પણ મફત કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલો અને કૈલેજોમાં વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં વેતને અને મારીઓ બક્ષવામાં આવે છે. આજે માઈસોર રાજ્યમાં શાળાઓનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે રાજ્યના કુલ ક્ષેત્રફળના દરેક સાડાત્રણ ચેરસમાઈલે અને રાજ્યની વસ્તીના પ્રત્યેક ૭ર૬ માણસો. દીઠ એક એક શાળા આવે છે. - ૧૯૦૨માં માઈસરમાં કુલ ૨૨૩૨ શાળાઓ હતી અને શિક્ષણની પાછળ રાજ્યકુલ ૩. બાર લાખ ખર્ચાતું. આજે માઇસેર રાજ્યમાં કુલ ૮૦૦૦ કરતાં વધારે શિક્ષણ-સંસ્થાઓ છે અને રાજ્યનું કુલ શિક્ષણ ખર્ચ ૬૦ લાખ રૂ. કરતાં વધી જાય છે. રાજ્યના શિક્ષણખર્ચનું પ્રમાણુ કલ ઉપજના ૧૫ ટકા આવે છે. આ પ્રમાણ બ્રિટિશહિદના પાડોશી પ્રાંતા કરતાં પણ ચઢી જાય તેવું છે. બિહાર અને ઓરિસ્સામાં કુલ ઉપજના ૧૪ ટકા શિક્ષણ પાછળ ખર્ચાય છે; સંયુકત પ્રાંતમાં સાડાતેર ટકા, મુંબઈ અને પંજાબમાં ૧૩ ટકા, બંગાળમાં લગભગ ૧૨ ટકા, આસામમાં ૧૦ ટકા, મધ્યપ્રાંતમાં ૯ ટકા અને બર્મામાં ૯ ટકા ખર્ચાય છે. રાજ્યના શિક્ષણ લેવા લાયક ઉંમરના ૩૬ ટકા જેટલા છોકરા અને છોકરીએ આજે શિક્ષણ લે છે.
રાજ્ય કન્યા-કેળવણી પ્રત્યે ખૂબ ધ્યાન આપે છે. કન્યા-કેળવણીએ હમણુનાં વર્ષોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com