________________
૧૮૮
શુભસંગ્રહ-ભાગ ચોથો છે. તેઓએ તેમની પ્રજાની વચ્ચે વારંવાર મુસાફરી કરી છે અને તેમની જરૂરીઆતોનો જાતઅનુભવ મેળવ્યો છે. એ અનુભવ-જ્ઞાન, આજથી તેમની પાસે રજુ થનારા રાજકારભારના વિધવિધ કેયડાઓને ઉકેલ કરવામાં તેમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે......મને આશા છે કે, આ જ્ઞાનથી સજજ બનીને, પિતાની વ્યવહારદક્ષ અને આત્મવિશ્વાસભરી સ્વાભાવિક વૃત્તિઓના બળે મહારાજા જરૂર પોતાના માર્ગે વેગભરી અને સલામત મજલ કરી શકશે.” અને આ બધાં વચનને મહારાજાએ પોતાના પચીસ વર્ષના રાજકારભાર દરમિયાન બરાબર સાર્થક કરી બતાવ્યાં છે.
માઈસોરને વિસ્તાર ૨૯૦૦ ચોરસમાઈલ, અને વસ્તી ૬૦ લાખ માણસની; રાજ્યની વાર્ષિક ઉપજ સાડાત્રણ કરોડની. પચીસ વર્ષ પહેલાં એ બે કરોડની હતી. ઉપજ આજે આટલી વધી છે, તે નવા કરવેરાને લીધે નહિ, કે કોઈ બીજા પ્રકારની ચૂસણનીતિને કે જુમ્રાટને પરિણામે નહિ. એ રાજ્યની ઉત્તરોત્તર ખીલવણીનું જ પરિણામ છે, ખેતીના અને વેપારઉદ્યોગના વિકાસનું જ પરિણામ છે. આટલા પ્રસ્તાવ પછી હવે આપણે માદરની એક પછી એક વિશિષ્ટતાઓ જોઈએ.
૧–સ્વરાજ્ય સંસ્થાઓ માઈસરમાં પ્રજાપ્રતિનિધિ સભા આજથી ૪૬ વર્ષ પહેલાં એટલે કે સને ૧૮૮૧માં દિવાન સી. રંગાચાર્લના સમયમાં સ્થપાયેલી. ત્યારે બહુ જ મર્યાદિત મતાધિકારના ધોરણે આખા રાજ્યમાંથી પ્રજાપ્રતિનિધિઓ ચુંટવાનું સ્વીકારવામાં આવેલું. એ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની જરૂરીઆતો અને ફરિયાદ પર રાજ્યને નિવેદનો કરવાનો અધિકાર ભોગવતા.
૧૯૨૨ માં આજના મહારાજા સિંહાસનારૂઢ થયા ત્યાં સુધી માઈસરમાં આ પ્રજાપ્રતિનિધિ સભા એ એકજ “સ્વરાજ્ય સંસ્થા” હતી. સિંહાસન ઉપર પગ મૂકતાંજ મહારાજાએ ઉલ્લેષણ કરી કે “આ સભા રાજકારભારને એક કિંમતી સહાયકરૂપ નીવડી ચૂકી છે અને યોગ્ય સમયે પોતાની પ્રૌઢતા અને સ્વતંત્રતા માટે સુવિખ્યાત એવી દેશની અગ્રેસર રાજદ્વારી સંસ્થાઓમાં તે પિતાનું સુયોગ્ય સ્થાન જરૂર લેશે.” અને મહારાજાના એ ઉગારો મુજબ આ પ્રજાપ્રતિનિધિ સભા પ્રતિષ્ઠા, લોકપ્રિયતા અને ઉપયોગિતાની દષ્ટિએ વિકાસજ પામતી રહી છે. જો
૧૯૦૮માં મહારાજાએ પ્ર. ક. સભા કરતાં વિસ્તારમાં નાની પણ સત્તા ને કાર્યપ્રદેશમાં વિશાળ એવી એક નવી સ્વરાજ સંસ્થાને જન્મ આપ્યો. એનું નામ “માસોર ધારાસભા.
૧૯૨૩માં મહારાજાએ તેમની પ્રજાને નવા સુધારાઓની નવાજેશ કરી અને બંને પ્રજાપ્રતિનિધિ સંસ્થાઓને ન અવતાર આપ્યો. આ સુધારાથી પ્રજાપ્રતિનિધિ સભાને રાજ્યના બંધારણમાં કાયદેસર અચળ સ્થાન આપવામાં આવ્યું, મતાધિકારને ખૂબજ વિસ્તારવામાં આવ્યો. સ્ત્રીઓને પણ મતાધિકારની છૂટ આપવામાં આવી. બજેટના સામાન્ય સિદ્ધાંતો અને નીતિઓ સંબંધમાં ઠરાવ લાવવાની સત્તા બક્ષવામાં આવી. રાજકારભાર સંબંધમાં ઠરાવ લાવવાની તેમજ પ્રજાની જરૂરીઆતે અને ફરિયાદ સંબંધમાં નિવેદનો કરવાની અને પ્રશ્ન પૂછવાની પણ સત્તા આપવામાં આવી. રાજ્ય તરફથી કંઇ ન કર નાખવાનો હોય તો તે નાખતાં પહેલાં પ્રતિનિધિ સભાની સલાહ લેવામાં આવે છે; તેમજ કઈ નવા કાયદાનો ખરડો ધારાસભામાં રજુ થતાં પહેલાં તે પણ પ્રતિનિધિ સભા સમક્ષ રજુ થાય છે. આમ રાજકારભારમાં સબળ અવાજ ધરાવતી આ પ્રતિનિધિ સભા જમ્બર બીન-અમલદારી બહુમતિ ધરાવે છે, એ તે ભાગ્યેજ કહેવાની જરૂર રહે છે.
ધારાસભા પણ બીન-અમલદારી સભ્યોની સ્પષ્ટ બહુમતિ ધરાવે છે; તે ૨૦ અમલદારી અને ૩૦ બીન-અમલદારી સભ્યોની બનેલી છે. આજસુધી આ સભાને ગમે તે પ્રશ્નપરત્વે સવાલો પૂછવાને, બજેટ ઉપર ચર્ચા કરવાનું અને રાજકારભાર સંબંધમાં ઠરાવ લાવવાનો અધિકાર હિતો. હવે તેને પ્રત્યેક ખાતાની ગ્રાન્ટોની માગણીઓ ઉપર મત આપવાનો તેમજ સભ્યો તરફથી કાયદાઓના ખરડાઓ પેશ કરવાને હકક પ્રાપ્ત થયું છે. આ ધારાસભાને પિતા તરફથી પબ્લિક એકાઉન્ટ કમિટિ' ચૂંટવાની પણ સત્તા મળી છે. આ કમિટિનું કર્તવ્ય કારભારના તમામ હિસાબોનું નિરીક્ષણ કરવાનું અને બજેટની ગ્રાન્ટ મંજુર કરતી વખતે ધારાસભાએ વ્યક્ત કરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com