________________
મીરજ મિશન હોસ્પિટલ તપાસી બાર વાગતાં ઘેર જઇ સૂએ છે. આ કામ ઉપરાંતના ફાજલ પડતા વખતમાં મેડિકલ સ્કૂલમાં લેકચર આપવા દર માસે ત્રણ ચાર દિવસ મુંબઈ આવી દર્દીને તપાસવાનું કામ પણ કરવું પડે છે.
રવીવારે સવારે ગાનતાને સાથે દરેક વૈર્ડમાં દર્દીની સામે ઈશ્વરપ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થનાના અંતમાં “પિતા જીસસ ! દૂરદૂરથી આવેલાં મારાં દર્દીઓને આરામ કરી તેમનાં પાપ મારું કરી તેઓને તેમનાં વહાલાંઓ પાસે ઘેર પાછાં મોકલી દે” આ યાચના હોય છે. જ્યારે દર્દી ઘૂંટણ પડી પ્રાર્થના કરતા પોતાના દાતરના આ છેલ્લા શબ્દો સાંભળે છે ત્યારે તે આભાર નીચે દબાયેલા દર્દીના જીગરમાં ખરી સેવાવૃત્તિ ઉદ્દભવી આ ઈશ્વરના બંદાઓ તરફ ગમે તેવા ચુસ્ત હિંદુઓને પણ પૂજ્યબુદ્ધિ આવી જાય છે. મનુષ્યના જીવનને પલટો ખરા પ્રેમથી-સેવાથી જ થઈ શકે તેની પ્રતીતિ આ પ્રભુની પ્રાર્થના વખતે થાય છે.
મૂર્ખાઓ કે જેઓ માત્ર ટીકા કરવા આવતા તેઓ પણ આ પાદરીના પ્રાર્થનાના સરેદો સાંભળી ભક્તિમાં લીન થઈ જતા; તેમજ મેં કેટલાએક ચુસ્ત વૈષ્ણવનાં માથાં પણ આ વખતે લાગણી, ભાવ અને કોમળતાથી નમતાં જોયાં છે.
રાઓ અને બાળકોના વૈમાં હમેશાં બપોરે પ્રાર્થનામય સંગીત વાદ્ય સાથે સેવિકાઓ કરે છે, જેથી જમેવાળા દર્દીએ થોડા વખત માટે તે પોતાનું દુઃખ વિસરે છે
રવીવારે સાંજને વખતે મેજિક લેન્ટર્નથી ઈસુ ખ્રિસ્તના જીવનના પ્રસંગે દર્દીઓને બતાવવામાં આવે છે.
આ પાદરીએ પિતાનું એક મિશન પાર પાડવા માટે પિતાનું માનેલું સત્ય બીજાને સમજાવી મનાવવા માટે કેટલું કેટલું કામ કરી રહેલા છે, કેટલા કેટલા ઉંચી કેળવણુ પામેલા માણસે કે જેઓ સંસારીતરીકે રહે તે નામના અને નાણું મેળવી બાદશાહી માણી શકે, તેઓ સ્વછાએ ફકીરી સ્વીકારીને મિત્ર, સંગાથ અને માતૃભૂમિથી દૂર-તદ્દન અજાણ્યા અંધારા પ્રદેશમાંકામ કરી, ૫ડેલાને ઉઠાડી, અંધારામાં પ્રકાશ લાવી, ભૂખ્યાને ભોજન આપી, ધર્મબોધ સંન્યસ્ત દીપાવે છે. આવા લોકો સમસ્ત વિશ્વને પણ પોતાના બાહમાં સમેટી દે તો નવાઈ શી?
જ્યારે જ્યારે મને આ પાદરીઓનું કામકાજ યાદ આવે છે, ત્યારે ત્યારે કવિ ગેડસ્મીથે ત્યજાએલા ગામડામાં વર્ણવેલ પાદરી મારી આંખ સામે તરી આવે છે. હાલના જમાનામાં જેટલે સેવાભાવ ક્રાઈસ્ટના આ ભેખધારીઓ કેળવી શક્યા છે, તેટલો અન્ય ધર્મના અત્યારના આચાર્યો-મહારાજે નથીજ કેળવી શકથા! વિશેષ્ય ધર્મના અનુષ્ઠાનમાં એટલે એક જાતીય ધર્માના ક્રિયાકાંડમાંજ જ્યારે આપણા આચાર્યો, ગોસાંઈનાં બાળકો અને બ્રહ્મદેવ પડથી રહી, સામાન્ય ધર્મ વિસરી રહેલા છે. ત્યારે આ વિદેશી પાદરીઓ આપણા ભાઈઓને સેવાથી, પ્રેમથી પોતાના કહીને જગતને બતાવી આપે છે કે, એમનો ધર્મ એક દિવસે વિશ્વ સમસ્તમાં વિજય મેળવશે.
અત્યારે કેટલાં કેટલાં ખાતાંઓમાં જેવાં કે રક્તપિત્તિયાંના દવાખાનામાં, અનાથાશ્રમે, અને ખુદ લડાઈના મેદાનમાં તથા તેના મરચા સામે પણ આ પાદરીઓને જીવતા મરતા અને પીડાતા માણસાની સેવા કરવાનું મળે છે; ત્યારે આપણે ધનપ્રાપ્તિ, મજશેખ, પરોપકારને નામે સ્વાર્થસાધના અને ઉંચ નીચના ઝઘડામાં રહીને ધર્મનો લેપ કરી રહેલા છીએ.
આ ખ્રિસ્તીઓ સામે તિરસ્કારની દૃષ્ટિથી જોનારા હિંદુ ભાઈઓએ અને સાધુ મહારાજેએ કે જેમની પાસે કરોડોને ફાળે સેવકોમાંથી ઉભો થયેલો છે, તેમાંથી પોતાનાજ ભાઈઓ માટે આવા કામમાં ખર્ચવા વિચાર કર્યો છે ખરો?
કેળવણી પામેલા હજારો હિંદુમાંથી આમ ધર્મ-ફકીર બની, હિંદુઓને સેવાથીજ હિંદુત્વ બધી હિંદુ રાખવાને વિચાર સૂઝયો છે ખરો? ના, આપણે કાર્ય કરવું નથી ! વાતેજ કરવી છે! હિંદુ ધર્મના પક્ષપાતીઓ, શા દુઃખે હિંદુઓ ખ્રિસ્તી થાય છે, તે શોધી કાઢી તેને ઉપાય તે પાદરીઓ લે, તેની પહેલાં જ પતે લઈ લે, તેજ કામ સરે. આમાં મુખ્ય ફાળે સાધુ આત્માઓજ આપી શકે. ખરો સાધુ-ચરિત આત્મા ધારે તે પોતાની સેવા, પવિત્રતા અને પ્રેમના બળથી, આખી પ્રજાની પ્રજાને નચાવી શકે–પેતાની પાછળ ગાંડી બનાવી શકે-તે મહાત્માજીના પ્રસંગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com