________________
શુભસંગ્રહભાગ ચોથો
તે ગરીબ અભણ ગામડીઆએમાંથી ઉપજાવી કાઢેલો છે. તેમાં એક ડોકટર સાથની અત્યારે લેબોરેટરી એકસ રે' ના ખાતામાં . નિલેસનો મુખ્ય મદદનીશ છે; આખો દિવસ કામ કરવા છતાં પણ તે માણસ પૂરેપૂરી શાંતિથી સદા તૈયારને તૈયાર જ હોય છે.
તેને પૂછ્યું કે “ડૉકટર ! તમારે ક્યાંથી કયાંસુધી દવાખાનામાં હાજરી આપવી પડે છે!” તેણે શાંતિથી ખ્યાલ આપ્યો કે “અહીં દવાખાનામાં મુકરર કરેલા કલાકે થીજ હતા, કામ કરનાર માણસ ચોવીસે કલાક કામ કરવા તૈયાર જ હોય છે, કારણકે અમે દવાખાનાના છીએ અને દવાખાનું અમારૂં છે.”
આ ડૉકટર લેબોરેટરીના એક્સ રેના કામ ઉપરાંત રસાયણશાસ્ત્ર અને શારીરિક શાસ્ત્રના અહીંની મેડીકલ સ્કૂલમાં–કે જ્યાંથી તે પાસ થઈ બહાર નીકળ્યા છે. ત્યાં-પ્રોફેસર છે.
તેવી જ રીતે ત્યાં કામ કરતી કેટલીક સેવિકાઓ અને નોકરી પણ ત્યાંનાજ મિશને તૈયાર કરેલાં છે. તેઓ ખરેખરી લાગણીથી દર્દીઓની સેવા કરે છે. મુંબઈ, અમદાવાદ કે એવાં બીજા સ્થળોની સાર્વજનિક હંસ્પિટલમાં ઘર કરી રહેલી પૈસાની નીચે લાલચ (પાન-સોપારી-ચાહ) હજુ સુધી આ સંસ્થાને નથી વટલાવી શકી. તે પ્રતાપ પણ કાર્યવાહકની સંપૂર્ણ કાળજી અને નોકરોને મળતી તાલીમનેજ છે, એમ મારું માનવું છે. દર્દમાંથી મુક્ત થઈને ઘેર જતો દદી પિતાની ચાકરી કરનારા આ ભાઈઓ-બહેનને બનતાં સુધી તો નથી જ વિસરતો.
દુનિયાના તળપર કામ કરતાં લગભગ ઘણાંખરાં ખ્રિસ્તી મિશનના વિજયની ગુપ્ત ચાવી તેની ઉચ્ચ સેવાવૃત્તિ જ છે. બેજીયમના ભલા પાદરી ફાધર ડેમિયને અને એવા બીજા ઘણા દૂર દૂર પડેલા ટાપુઓ કે દુનિયાના ભાગમાં કામ કરતા અનેક સેવાધમી પાદરી સાધુઓએ પિતાનો ધર્મનો સંદેશો મુંગી સેવાથીજ પ્રજામાં પહોંચાડવ્યો છે. કદાચ વિશ્વ સમસ્ત આવી સેવાઓથી તેઓના મતને અનુસરતું બને તે પણ નવાઈ જેવું નથી. સેવાવૃત્તિના અભાવે આપણે આપણું હજારો ભાઈઓને હમેશાં ગુમાવીએ છીએ. મીરજની હોસ્પિટલમાં બનેલો એક પ્રસંગ અહીં ટાંકું છું.
મીરજની હૈસ્પિટલમાં દગડુ સિંધે નામના એક દેશી ખ્રિસ્તી દદ સાથેની વાત દરમિયાન મેં તેને પૂછયું કે “ભાઈ ! તને હિંદુધર્મમાં શું ખામી લાગી કે તું ખ્રિસ્તી થયે ?” તેણે ઉડે નિઃશ્વાસ મૂકી જવાબ દીધો કે ““ધર્મની ખામી સેંધવા જેટલી પાકી બુદ્ધિ મારામાં નથી. પરંતુ મને હિંદુ સમાજની નિષ્ફરતાથી તે તરફ ધૃણાજ આવી. જ્યારે અમે દુષ્કાળથી અન્નપાણી વગર પાંચ ભાઈઓ. બે બહેનો અને એક વૃદ્ધ માતા પીડાતાં હતાં ત્યારે તે કેાઈએ અમારી પ્રાર્થના તરફ તજ નો. ગમે તે રીતે પૂરું કર્યું. પૂણ અમારી માંદગીપ્રસંગે આભડછેટને બહાને આસપાસના ધનિક, દયાનાં પૂતળાં જેવા દેખાતા હિંદુ ભાઈ-બહેનોએ પિતાની લાગણીશૂન્ય અને મારા ત્રણ ભાઈ અને એક બહેનને ટગર ટગર જોયાં કર્યા, પણ મરતાં મોઢામાં પાણીનું ટીપું મૂકવા જેટલી પણ દયા નજ બતાવી! અમેરિકન મિશનના પાદરીને ખબર પડતાં તેઓ અમારી મદદે આવ્યા, અમારી ચાકરી કરી અમને બચાવી લીધા. ત્યારથી અમે તે પ્રાણદાતા પાદરીના પંથે વળી ખ્રિસ્તી થયા અને આનંદથી મનુષ્યતરીકે રહીએ છીએ. તમે હિંદુઓએ તે અમને કાળના મુખમાં જવા દીધા. કોઈએ દયાની દષ્ટિ પણ કરી નહિ. હવે શામાટે વલોપાત કરો છો કે “હાય! હાય ! હિંદુધર્મને લોપ થવા બેઠો છે ! બધા વટલી જાય છે!” હું તો હજુ પણ માનું છું કે, બાકી રહેલા હિંદુઓ પણ કાળે કરી હિંદુ ધર્મ છોડશે; કારણકે હિંદુઓમાં ધમઘેલછા છે, સેવાભાવ નથી; પિતાનું હિંદુત્વ ટકાવી રાખવાની ઇચ્છા છે, પણ ભાઈઓ પ્રત્યે સહાનુભૂતિ કે સહાય નથી. માત્ર ક્રિયાકાંડની-તાલાવેલી છે, પણ સામાન્ય ધર્મને આદર નથી. અમારા ધર્મના થાંભલાતરીકે ગણાતા સાધુ મહારાજેમાં! ”
આ જવાબથી હું સ્તબ્ધ થઈ ગયો. હિંદુઓની વકીલાત કરવાના મારા બધા મુદ્દા માર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com