________________
૧૬૫
મીરજ મિશન હૈસ્પિટલ ७८-मीरज मिशन हॉस्पिटल
વિશેષ્ય ધર્મ કરતાં સામાન્ય મનુષ્યધર્મ વધે છે; કારણ કે જન્મતી વખતે જન્મનાર પ્રથમ વિશ્વદર્શન એક મનુષ્યતરીકે જ કરે છે. પછીજ સ્થળ, કાળ અને સંજોગોને વશ થઈ તે હિંદુ, મુસલમાન, પારસી કે ખ્રિસ્તીરૂપે મતમતાંતરવાદી બની, સત્ય-અસત્યના ઝઘડામાં પડી મનુષ્યત્વની મહત્તા વધારે છે કે ઘટાડે છે.
છેવટનાં લગભગ એક સો વર્ષ થયાં, ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરનાર ઘણાં મિશને અત્યારે આખા હિંદમાં સ્થળે સ્થળે કાર્ય કરી. સેવાવૃત્તિથી હજારો અન્ય ધમાં ને ! છત્ર નીચે લાવી રહેલા છે. ધમઘેલછાનો સવાલ જે બાદ કરવામાં આવે તો અમુક સંસ્થાએ ઉંચા પ્રકારની. સમાજસેવા-દીનસેવા બજાવી, હજારો કચરાયેલા, લાચાર અને પરપદદલિત કે જેઓ માત્ર નામનેજ: મનુષ્યત્વે ભોગવી રહેલા હતા, જેએની ગણત્રી પશુઓથી પણ નપાવટ જેવી હિંદુઓએ કરી હતી, તેઓને પુનઃ મનુષ્ય બનાવી, જગતને ઉપયોગી સેવક-સેવિકાઓ આપ્યાં છે. મુક્તિફેંજ, કેટલાંક ફાઉન્ડલીંગ હોમ્સ-અનાથાશ્રમ અને દવાખાનાંઓ આ ઉપયોગી સંસ્થા માંહેલાં છે.
મીરજની મિશન હોસ્પિટલમાં થતી દર્દીઓની ચિકિત્સા, નિદાન અને સારવાર વગેરેની તારીફ ઘણે વખત થયાં તેને લાભ લેનારાઓ પાસેથી સાંભળેલી; પરંતુ ત્યાં પ્રભુ ક્રાઈસ્ટના સાચા ભેખધારી, રોગી જનતાને ચરણે પિતાનું જીવન અપી રહેલા છે તે તો ગયા ઑગસ્ટ માસમાં જ જાણ્યું.
મીરજ હૈસ્પિટલ અમેરિકન પાદરી ડૉક્ટર પૅનલેસે આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં અમેરિકન પ્રેસ્કિટેરિયન મિશન તરફથી એક નાના ભાડાના મકાનમાં બોલી, તેને પિતાનું જીવનકાર્ય બનાવ્યું. ધીમે ધીમે કાર્યપરાયણતા, સેવાવૃત્તિ અને દઢતાથી હાલની સ્થિતિ પર એ સંસ્થાને આણી.
શરૂઆતમાં ડૉકટર ઑનલેસને ઘણુજ મુશ્કેલીઓ સામે થવાનું હતું. તેનું કાર્યક્ષેત્ર, હિંદુધર્મના ચુસ્ત હિમાયતી અને તદન અજ્ઞાન માણસની વચમાં હતું. મીરજ રાજ્ય કોઈ પણ રીતે અને કઇ પણ શરતે પાદરી લોકોને જગ્યા આપે તેમ હતુંજ નહિ. આવા સંજોગોમાં પણ તે પાદરીએ પોતાનું કામ સાધારણ પાયાપર ચલાવ્યેજ રાખ્યું. તે બિમારને દવા આપતો અને ખબર પડતાં વગરનોતરે-વગરણીએ દદીને ત્યાં પહોંચી જતો. તેની પાસે બોલવાનાં વચને કે પાંડિત્ય જેટલું હોય તે કરતાં ગરીબોના ચરણમાં ધરવા સેવાવૃત્તિ વધારે હતી.
એક સાચા સંન્યાસીનું જીગર હતું અને માથે લીધેલા કાર્યને પાર પાડતાં સામે આવતી વિપત્તિઓ ઝીલી લેવા એક વીર-ધીર-હૃદય હતું.
આ અરસામાં કોલ્હાપુરના કોઈ કુંવરનું ઑપરેશન કરવાની તેમને તક મળી અને આરામ પછી મહેનતના બદલામાં હાલની હૉસ્પિટલની જમીનની માગણી કરી, જે સ્ટેટે કબૂલ રાખી મીરજ પાસેથી અપાવી દીધી. આ વખતે આ ડેકટરને પિતાના અંગત સ્વાર્થ સાધવાની તક સારી હતી, પરંતુ તેને તો પોતાનું-સેવાનું અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવાનું કાર્ય પાર પાડવાનું હતું.
પગભર થયા પછી તેણે આસપાસના અભણ–અજ્ઞાન હિંદુઓ કે જેમને હિંદુઓએ અસ્પૃશ્ય ગણું દૂર કરેલા હતા, જેમનું મનુષ્યત્વ અધુપર્ધ તો આ પાપે હરાઈ ગયું હતું, જેમના નીતિરીતિના સંસ્કારો ધોવાઈ ગયા હતા અને પેટપૂરતું ગમે તે રીતે મેળવી પેટનો ખાડો પૂરવો એજ જેમના જીવનવ્યવસાય થઈ પડેલો હતે, તેઓને કેળવી પુનઃ મનુષ્ય બનાવી તેમના ભૂખ્યા પેટમાં રોટલી આપી ઉઘાડાં શરીર ઢાંકી, તેઓના દિલના અને દેહના આખા આખા જો દવાથી અને ઈસુની દુવાથી રૂઝવવાનું કાર્ય શરૂ કર્યું. અત્યારે તેઓ ખ્રિસ્તી સ્વરૂપે ડંકટર વૈનલેસના મદદનીશ બની રહે છે. લગભગ ર્ડોકટરથી માંડી વૈડમાં કામ કરતા હલકા નોકરો સુધીના તમામ સ્ટાફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com