________________
શુભસંગ્રહ-ભાગ ચોથો પાયરીએ ધીમે ધીમે થાય છે, જ્યારે ભયંકર વિપત્તિનું ભાન એકદમ થાય છે અને તેમાંની ક્રાંતિનો જ સ્ફોટ થતો હોય છે.
આ અવસ્થા સમજવી હોય તો ચપડાં વાંચીને નિરાંત નહિ વળે-ખરી સ્થિતિ નજરે નિહાળવી જોઇશે, તેની અંદર સંકેલાયેલાં અનેક તનું આકલન કરવું જોઈશે. રશિયન ખેત અભણ છતાં આ સત્ય જોઈ શકે તેથી હવે તે ધર્મને ખોરંભે પિતાના સવાલો મૂકતોજ નથી. તે જાણે છે કે, ધર્મને નામે તો તે ઝારની ગુલામીના દોઝખમાં સબડતો પડયો હતો. આમાંથી મક્તિ આપનારી એક ક્રાંતિજ હતી અને તેથી તે ક્રાંતિને જ પિતાની પૂજામૂતિ ગણી વંદે છે. રશિયામાં હવે એ તો કહેવતજ પડી ગઈ છે કે, ધર્મ એ પ્રજાને માટે અને ખાસ કરીને ખેડુતને સરજાયેલું અખીણ છે. જ્યારે તેની અસર કાઢી નાખનારી જવલંત માત્રા એક માત્ર કાંતિ-ચતુરંગી પરિવર્તન એજ છે.
કામ નહિ તે દામ નહિ જે કંઈ પણ માણસ શરીરે તેમ માનસિક દષ્ટિએ સાજે છે તેને ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર દરમિયાનમાં કામ કરવું પડે છે. જે કોઈ કામ કરતું નથી તેને સામાજિક તેમ રાજકીય મોભે હેતો નથી. તેની કેળવણી, દવાદારૂ વગેરે માટે સરકાર જોખમદાર નથી. ત્યાં તે એજ કહેવત છે કે “કામ નહિ તે દામ નહિ.”
આવા માણસે સામાન્ય રીતે ઝારની આમદાનીમાંના અમીરજ હોય છે. તેમણે ક્રાંતિ વખતે પોતાની ધન-દોલત જમીનમાં દાટી રાખેલી તે હવે જરૂર પડે તેમ વાપરી શાંતિલું
છે જ્યારે આ દાટી રાખેલું ધન ખલાસ થઈ જાય છે, ત્યારે તેઓને કેળવણી ખાતા તરફ કે કારખાનાંઓ તરફ જ આજીવિકા માટે દોડી જવું પડે છે. તરત તેને સર્વે સામાજિક તથા રાજકીય હક્ક મળી જાય છે અને તે પોતાના પસીનાની કમાણી કરતા થાય છે.
રશિયાની સ્ત્રીઓ સોવિયટ રાજતંત્રમાં સ્ત્રીઓને પુરુષથી આર્થિક સ્વતંત્રતા આપવાની દૃષ્ટિએ ઘણાજ ખંતીલા પ્રયાસો આદરવામાં આવ્યા છે. સોવિયટ તંત્ર સ્થાપન થયું કે તરતજ એક ઢંઢેરો પ્રકટ કરી સ્ત્રીઓ સામે મૂકાયેલા અંકુશો કાઢી નાખવામાં આવ્યા હતા, એટલે હવે સ્ત્રીઓ રાજકીય તેમ સામાજિક દરજજામાં પુરુષોની બરાબરીએ હક ભોગવી શકે છે. તે હવે પુરુષના
થીઆરરૂપ રહી નથી, તેમ લગ્નની ગુલામ પણ રહી નથી. રશિયામાં લગ્નને પ્રેમેન્યન સામાજિક વ્યવહારતરીકે માનવામાં આવે છે. સ્ત્રીપુરુષની ખુશી હોય તે-અને ત્યારે જ તેઓ પરણી શકે છે. તેમ છટાછેડા મેળવી શકે છે. તેમજ જ્યાં સુધી એકાદ લગ્ન ખાતામાં કે સામાજિક ખાતામાં નોંધાયું નથી ત્યાં સુધી તે કાયદાસરનું ગણાતું નથી.
સ્ત્રીસ્વાતંત્ર્યની આ મનનીય પેજનાથી રશિયામાં વેશ્યાવૃત્તિ તદ્દન નષ્ટ થઈ ગઈ છે. કુટણખાનાં એ હવે રશિયામાં ભૂતકાળની બીના થઈ પડી છે, તેમ તે સામે ઘણાજ કડક કાયદા ઘડવામાં આવ્યા છે.
ખેતીવાડી હિંદુસ્થાન પ્રમાણેજ રશિયા પણ કૃષિપ્રધાન એટલે ખાસ કરીને ખેતીવાડીવાળો દેશ છે; અને તેથી જ દેશની લોકવસ્તીમાં ખેડુતોનું પ્રમાણ ઘણું મોટું છે. ૧૬ કરોડની રશિયાની પ્રજામાં ૧૪ કરોડ ખેડુતો છે. અન્ય સ્થળે આપણે જોઈ ગયા તેમ ક્રાંતિના પૂર્વકાળમાં ખેડુતોની હાલત ઘણીજ ખરાબ હતી. કુલ જમીનોમાંની ત્રીજા ભાગ જેટલીજ ખરાબ જમીન ખેડુતેની માલીકીવાળી હતી. “કલ્યાકાએ” (જમીનદારોએ) તેમને સદૈવ ગુલામીમાં દબાવી રાખ્યા હતા. ધર્મગુરુઓ ઝારના હથીઆર બની પ્રજાને ઉંધે રસ્તે દોરી જતા હતા, પરંતુ ક્રાંતિએ આખી સ્થિતિમાં પરિવર્તન કરી નાખ્યું હતું. ક્રાંતિ પછી જમીનોની માલીકી ખેડુતને મળી. તા. ૧૪ ફેબ્રુઆરી ૧૯૧૮ને રોજ જમીનો દેશની માલીકીની બનાવી દેવાનો કાયદો ઘડાયો અને ૧૯૧૯ સુધીમાં તો ૯૬ ટકા જેટલી જમીને ખેડુતોને કબજે થઈ ગઇ તથા સહયોગી પદ્ધતિ પર તેમનું સંગઠન પણ જામી ગયું.
(મૂળ લેખક-ભાઈ શક્તિ ઉસ્માની. અનુવાદક-શ્રી રાજશેખર. દેનિક “હિંદુસ્થાનમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com