________________
કલબ કે કેદખાનાં?
૧૬૩ ખાનગી મલામતા પણ જપ્ત થતી નથી.
સેવિયટ સમાજ અહીંની સમાજ પદ્ધતિ સુધરેલી ગણાતી પશ્ચિમ અને પ્રણાલિકાવાદી પૂર્વથી એકજ જુદી જણાય છે. પોષાક માટે કોઈ જાતનું બંધન નથી. શહેરીઓ પણ મિલિટરી ફેશનનાં કપડાં પહેરી શકે છે, તેમ સ્ત્રી-પુરુષોના પોષાકમાં પણ કોઈ જાતનો ફેર હેતો નથી. તેમનાં મંડળો પસંદ કરે તે પોષાક તેઓ પહેરી શકે છે. આથી લશ્કરી વિભાગમાં સંખ્યાબંધ યુવતીઓ મિલિટરી યુનિફોર્મમાં હરતી ફરતી દેખાય છે.
નાનાં નાનાં છોકરાંઓ પણ ખાખી યુનિફોર્મ પહેરે છે. તેઓ દેશના ભાવી આધારરૂપ ગણાય છે. મેં એક અમલદારને પૂછયું કે “૧૫ વર્ષની અંદરનાં છોકરાંઓને તમે લશ્કરી પોશાક પહેરવાની પરવાનગી શા માટે આપે છે ?”
અરે ભાઈ ” તેમણે જવાબ આપ્યો “આ તો મનોદશા કેળવવાનો એક મહત્ત્વને સવાલ છે. નાનપણથી તાલીમ ન હોય અને જે રશિયા સામે એકાદ શાહીવાદી હુમલો થાય તો શું કરવું? તે પ્રસંગે નવા સિપાઈઓની ભરતી કરવી, તાલીમ આપવાની ધાંધલ કરવી, તે કરતાં હમેશ જ યુવાનોની મનોદશા કેળવવી એ વધારે મહત્ત્વનું છે. વળી તમે જાણતા નથી કે, લશ્કરી લેબાશથી માણસમાં તેવી જાતનું ઝનુન સ્વાભાવિક રીતે જ પેદા થાય છે ? અમારી પ્રજામાં અમે ગાડરીયા ઘેટાં પેદા થયેલાં જોવા માગતા નથી. તેમના અંતરમાં તેજસ્વિતાના ઝર ઝમકતા રહે એ જોવાની અમારી ઝંખના છે.
કામદારની પ્રતિષ્ઠા સોવિયટ રાજતંત્રનું આખું રહસ્ય કામદાર વર્ગોમાં તેના હિતસંબંધની જાગૃતિ પેદા કરવામાંજ સમાએલું છે. કામદારો અને ખેડુતોની પંચાયતો એટલે
ને તેથીજ રાજકીય સત્તા આ પંચાયતોના હાથમાં હોય છે. શ્રમજીવી સમાજેનું તંત્ર એટલે આ પંચાયત ચૂંટેલા પ્રતિનિધિ તરફથી ચાલતું તંત્ર–અને જે કાઈ પંચાયતને એમ લાગે કે, એક વાર ચુટેલ પ્રતિનિધિ તેના ધોરણસર ચાલતો નથી તો તેને પંચાયત રદ કરી શકે છે. અને તેથીજ મધ્યવર્તી કમિટિ પર પ્રાંતિક કમિટિએનું અને તેમની ઉપર તાલુકા કમિટિનું દબાણ હોય છે.
૧૯૨૦-૨૧ ના કાળમાં જે વૈર-કમ્યુનીઝમ તરીકે ઓળખાય છે તે કાળમાં દેશમાંની દરેક વ્યક્તિને એકસરખો ખોરાક તથા બીજી જરૂરીઆત વસ્તુઓ પૂરી પાડવામાં આવતી; પણ તે પછીના અલ્પ સમયમાં જે નવી આર્થિક પદ્ધતિ ઘડાઈ તેણે વ્યવસ્થાશક્તિની દષ્ટિએ અદભૂત પરિવર્તન કરી નાખ્યું છે. પરંતુ છતાં કારખાનાંઓની માલીકી તો કામદારોની જ છે, તેમ જમીનના ખરા માલીકે પણ ખેડુતો જ રહ્યા છે.
ખેડતાની આબાદાની કામદારો સાથે જ બીજો મહત્ત્વનો વર્ગ એટલે ખેડુતોનો-ખેડુતને ત્યાં “મૌજીદ” કહે છે. આ લાંબી દાઢીવાળ પરગજુ મૌજીદ ઝારના કાળમાં ભયંકર પ્રણાલિકાવાદી હતો અને તબદીરનું નામ લઈ આળસમાં પડી રહેતો. તેમને અજ્ઞાનતામાં રાખવામાં આવતા, રાજકીય શિક્ષણ જેવું તેમને કંઈ પણ મળ્યું ન હતું-જાણે કેમ જમીનદારની ગુલામી સિવાય તેમને દુનિયામાં કંઈ કરવાનું હોયજ નહિ, એમ તેમને વિષે માનવામાં આવતું; અને જે તે કદાચ તકરાર કરે તો તરત તેની સામે કડક પગલાં લેવામાં આવતાં.
પણ હવે-ક્રાંતિ પછી-ખેડુત અજ્ઞાની રહ્યો નથી. તેઓને કોઈ લૂંટી શકે નહિ, ખેડુતોમાં પણ હવે યુવાન મંડળ જામી ગયાં છે. તેમને પોતાની ગુલામી સાલતી હતી અને તેથીજ તેઓ ક્રાંતિવાદી બન્યા, ખરું છે કે, અજ્ઞાનને લીધે માનવી ગુલામ બની રહે છે, પણ અંતરના અગ્નિપર વળેલો રાખને ઢગલો કેળવણીના પવનથી ઉડી જતાં તે પ્રખરતા ધારણ કરે છે–ભભુકી ઉઠે છે. અને ગુલામીનાં બંધનેને બાળી ભસ્મ કરે છે.
આ ભાન બે રતે થાય છે; કેળવણુથી અને ભયંકર દુર્દશાથી. કેળવણીનું ભાન પાયરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com