________________
૧૬૨
શુભસંગ્રહ-ભાગ ચોથા પ્રાણીઓને ફટકો પડે છે, મારફાડ થાય છે, દરેક જાતને જુલમ ભોગવવો પડે છે; અરે, માનવતરીકે તેને કઈ ગણતું પણ નથી. એ હિંદની જેલોની હાલત છે. કેઈને તેને અનુભવ કરવો હોય તે તે મારી સાથે પેશાવરની જેલમાં આવે. બરેલીની જેલમાં તો કેદીઓને ખાસડાંથી મારવામાં આવે છે. લોખંડી પિંજરામાં આપણે અનેક દેશભકત અને દેશના સપના છળ કરવામાં આવે છે. મેં મારી જીંદગીનાં સાડાચાર વર્ષ હિંદના કારાવાસમાં ગાળ્યાં છે અને તેથી જ મોસ્કોમાં હતા ત્યારે તેની જેલ જવાની મને ઉત્કંઠા થઈ. મેં ત્યાં જે કંઈ જોયું તે પરથી તેને જેલ કહેવીજ કેમ, એ સવાલ પેદા થાય છે. હિંદની જેલોમાં માનવનો પશુ બને છે ત્યારે રશિયાની જેલમાં પશુતા ભોગવનાર પ્રાણીઓ પણ કેળવણું અને સંસ્કારિતા મેળવી ઉચ્ચ કેટિએ ચઢે છે. અહીંની જેલોમાં ભય પ્રવર્તે છે–ત્યાં સરસ્વતીની આશિષ વરસે છે.
મેસ્કોની જેલમાં એક કારખાનું જોયું. બાજુમાં જ કેદીઓને રહેવાની જગા હતી. જે ત્યાં લોખંડી જાળીઓ ન હોત તો તે જેલ છે એમ કાઈ પણ માનત નહિ. ખુરશીએ અને સાદડીએ બનાવવાનાં, દરજીકામનાં, સાબુ તથા ટાઇપનાં કારખાનાં પણ જોયાં, તેમ કેદીઓની દરેક સગવડ જાળવતી ખેલીઓ તથા ખોરાક પણ તપાસ્યા. મારી સાથે બીજા પણ કેટલાક ગૃહસ્થી હતા. તેમાંનો એક ચમેન બોલી ઉઠયો કે ““ અરે કણ કહે કે આ જેલ છે?” અહીંના કેદીઓ અમારા જેવા બહારથી આવેલા માણસે સાથે પણ 2થી બોલી શકતા. તેમના મનરંજન માટે ગાયનવાદનના જલસા થતા, દરેક રીતે કેદીઓને અહીં છૂટ છે. સિવાય કે, કેદી જેલમાંથી બહાર ન જાય. ઉપરાંત લાયબ્રેરીઓ પણ છે, તેમ નિરક્ષર કેદીઓને લખતાં-વાંચતાં શીખવવાની શાળાઓ છે. કેદીઓને કુલે આઠ કલાક કામ કરવું પડે છે ને તેમાંના બે કલાક તેમને ભણાવવામાં આવે છે.
વળી અહીં વેંડર હોતા નથી, માત્ર થોડા સુપરવાઈઝરે હોય છે.
દરેક દેશમાં ગુન્હેગારને સજા થાય છે અને તેમને જેલમાં પણ મોકલવામાં આવે છે; પરંતુ તેની પાછળ રહેલા હેતુવિષેજ સોવિયટ રશિયામાં દેખીતો ભેદ છે. ત્યાં કેદીને સજા માટે નહિ પણ તાલીમ આપી લાયક નાગરિક બનાવવાને માટેજ લઈ જવામાં આવે છે; તેમ કેદીઓની મદશા ધ્યાનમાં લઈ તે મુજબ તેમની પાછળ ધ્યાન આપવામાં આવે છે. વળી અહીં બીજી એક વિશેષતા એ જોવામાં આવે છે કે, કેદી જે જાતનું કામ બહાર કરતા હોય તેવું જ કામ તેની પાસેથી જેલમાં પણ લેવામાં આવે છે. કેદીઓ પોતાનાં કપડાં વાપરી શકે છે, તેમ ખેરાક પણ સારો હોય છે.
કેજદારી ગુન્હાવાળા કેદીઓની આ વાત થઈ ત્યારે રાજકીય કેદીઓની સ્થિતિ કેવી હશે એ કલ્પી શકાશે. તેમને કામ કરવું પડતું નથી. ખાસ સગવડો આપવામાં આવે છે. ગમે તે જાતની ચોપડીઓ તે વાંચી શકે છે ને મિત્રોને મળી શકે છે.
પરદેશીઓની વ્યવસ્થા વળી રશિયામાં પરદેશીઓની જે ખાનદાનીથી બરદાસ્ત રાખવામાં આવે છે તેવી બરદાસ્ત તો બીજા કોઈ પણ દેશમાં મેં કે બીજા કોઈએ પણ અનુભવી નથી. પરદેશ ખાતા તરફથી બેલાવેલી સભામાં હું એક દિવસ હાજર હતા. વક્તાઓએ પરદેશીઓના બે વર્ગો જણાવ્યા. સોવિયટ રશિયા જગતભરના કામદારોની એકતામાં માનનારૂં હોવાથી તેઓ જીગરજાનીથી બીજાઓ સાથે વહે છે. આથીજ પરદેશના પ્રતિનિધિઓ રશિયાને કિનારે ઉતરે ત્યારથી જ સરકારના પરોણુ ગણાય છે. તેમને કોઇ પણ જાતનો ખર્ચ કરવો પડતો નથી.
વળી રશિયાની સ્થિતિ નજરે નીહાળવાને માટે આવનાર પરદેશી પથિકની સોવિયટ સરકાર પિતેજ દરેક વ્યવસ્થા રાખે છે, પણ ખર્ચ દરેકે આપવું પડે છે. આ કોઈ મુસાફર આવે કે તેણે બે મહીનાની અંદર સરકારમાં પિતાની ખબર આપવી જોઈએ. નાગરિકતાના કાયદા પણ અહીં ઘણાજ સરળ ને સાદા છે. કોઈપણ પરદેશી નામઠામ નોંધાવતાંની સાથે જ ત્યાંને નાગરિક બની શકે, તેને શહેરીતરીકેના સઘળા હક મળી જાય છે અને વિશેષતા એ કે, તેમને લશ્કરમાં નાકરી કરવાની ફરજ હોતી નથી, તેમ તેઓ ચોક્કસ કાયદાઓ ભંગ ન કરે ત્યાં સુધી તેમની
૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com