________________
કલબ કે કેદખાનાં ? કરતા હતા. હું, ગવર્નર, બે ત્રણ ગવર્નરના એસિસ્ટટા અને ચાલીસ જેટલા કેદીઓ, ત્યાં આવી પહોંચ્યા. તેને ખબર મળી હતી કે, હું જેલ જોવા આવ્યા હતા, અને મારો સત્કાર કરવા તે આવી પહોંચ્યો હતો. તે અમારા મંડળમાં ભળી ગયું અને અંગ્રેજ કેદખાનાની પદ્ધતિ વિષે અમે સઘળા, ગવર્નાર, ન્યાયાધીશ, હું અને કેદીઓ સઘળાં છૂટથી ચર્ચા કરવા લાગ્યા અને તે પણ સમાનતાથી. રશીઆ સિવાય બીજા કોઈ પણ દેશમાં આવી સ્થિતિ ચાલી શકે જ નહિ. તેમનાં લુગડાં પરથી કેઈજ કહી શકે નહિ કે, કેણ ન્યાયાધીશ હતા ? કાણુ ગર્વનર અને કોણ કેદીઓ ? કેદીઓએ પોતાની એક દુકાન ઉધાડી છે, જે તેમની એક કમિટિ ચલાવે છે. આ દુકાનમાંથી કેદીઓ તંબાક, મિઠાઈ, દાંત ઘસવાનાં બ્રશે, દંતમંજન વગેરે હમેશની જરૂરની નાની નાની વસ્તુઓ ખરીદી શકે છે. આ દુકાનમાંથી જે નફે થાય, તેની આવકમાંથી જેલમાંથી છુટેલા કેદીઓને મદદ આપવામાં આવે છે.
કેદીઓને પગાર મળે કોઈ પૂછે કે, જેલમાં વસનારા કેદીઓ બિચારા પૈસા વગર કેમ કંઈ ખરીદી કરી શકે? પણ વાત એમ છે કે, રશીઆમાં કેદીઓને તેઓ જે કામ કરે તેના બદલામાં પગાર આપવામાં આવે છે અને એ પિતાની આવકને ઉપગ ગમે તેમ કરવાને તેમને હકક હોય છે. - કેદીઓ એકબીજા સામે કંઈ મારફાડ કે ગુન્હા કરે તો તેને નીકાલ જેલના ગવર્નર નહિ પણ કેદીઓ પોતે કરે છે.
કેદીઓની કમિટિ કેદીઓની પોતાની ચુંટાયેલી કમિટિ જેલમાં ઉભી થતી મુશ્કેલીઓને તોડ કાઢવા માટે હોય છે. આ કમિટિને સત્તાવાર સ્વીકાર થયેલો હોય છે અને તે ગમે ત્યારે ગવર્નરને મળી શકે છે. જે ઝગડામાં કેદીઓ અને ગવર્નર વચ્ચે સમાધાનીભરી સમજુતી ન થાય તે ન્યાય ખાતા આગળ એ વાત જાય
દીઓનું પિતાનું નાનકડું છાપું નીકળે, જેમાં તેઓ ગમે તે લખી શકે છે; અને ખુદ જેલના કારોબારવિષે તેમાં ટીકા કરી શકે છે. કેદીઓની કમિટિ છાપાંમાં આવતાં લખાણો વાંચી જાય છે.
હુન્નર ઉદ્યોગના વર્ગો જુદા જુદા રૂમમાં મેં કેદીઓને જૂદા જૂદા ધંધા અને ઉદ્યોગોમાં રોકાયેલા જોયા હતા. કોઈ શીવણકામ કરતા, કોઈ બૂટ બનાવતા, કોઈ સુથારકામ કરતા, એ રીતે કામ કરતા તેમના અભ્યાસવર્ગમાં કેાઈ વખત બહારને શિક્ષક શીખવવા આવતે તો કોઈ વખત કેદીમાંથીજ કઈ શિક્ષકનું કામ ઉપાડી લેતે. એક કેદી જે શિક્ષણ આપવાનું કામ કરે તો તેની સજાના ત્રણ દિવસ બે દિવસના ગણાય.
માન્યું નહિ મને કહેવામાં આવ્યું કે, મારી મરજી હોય તે કેદીઓને એક બાજુ લઈ જઈ હું તેમની સાથે વાતચીત કરી શકું તેમ છું. આ તકને મેં લાભ લીધે. ઍફીસરો બીજી બાજુ ચાલી ગયા અને કેદીઓ મારી જોડે વાતે વળગ્યા. તેઓએ મને બ્રિટિશ જેલખાનાં વિષે ઘણું ઘણું સવાલો પૂછ્યા અને જ્યારે મેં જણાવ્યું કે, ઈગ્લાંડની જેલમાં દરેક કેદીને રાત્રે એક ઓરડીમાં પૂરવામાં આવે છે ત્યારે એ વાત તેમને ગળે ઉતરી નહિ. કેદીઓની કમિટિ શું કરે છે? એમ એ લોકેએ પૂછયું ત્યારે મારે શરમીંદગીથી જવાબ આપવો પડે કે બ્રિટનમાં કોઈ જેલના ગવર્નર કેદીઓની કમિટિની વાત સાંભળે તો તેને માથે લેહી ચઢી જાય.
કેદીઓએ પછી તેમને માટે સુરતનેજ તૈયાર કરવામાં આવેલો નહાવાનો હોજ મને બતાવ્યો અને હું ઉપડે ત્યારે મને બાદશાહી આવકાર આપ્યો અને બ્રિટિશ કેદીઓ માટે ભલી દવાના પેગામ મોકલી જેલના બગીચામાંથી મને પુષ્પોની એક સુંદર કલગી ભેટ આપી.
(દૈનિક “હિંદુસ્થાન” ના એક અંકમાંથી. મૂળ લેખક –ડબલ્યુ. જે. બ્રાઉન)
સુધરેલા કહેવાતા દેશોમાં પણ જેલનું નામ દેતાં માણસ ધ્રુજી ઉઠે છે. ખરેખર, એની તુલના શાસ્ત્રોમાં જે નરકવાસ તરીકે જણાવવામાં આવે છે તેથીજ થઈ શકે. એ નરકવાસમાં દુર્ભાગી
શુ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com