________________
૧૬૦.
શુભસંગ્રહ-ભાગ ચેાથા
શકે. એક કેદી તેની પત્ની પિતાનાં નાનાં બચ્ચાંને લાવી હતી તેને બચીઓ લેતો હતો. મને ખબર પડી કે, અઠવાડીઆમાં ત્રણ વખત એક કેદી પોતાના મિત્રો અને સગાંવહાલાંઓને અડધો કલાક સુધી મળી શકે; અને ગમે તેટલી સંખ્યાના પિતાના મિત્રોને એ મળી શકે, જેલના જીવન સંબંધમાં આપણા પોતાના ખ્યાલને અહીંજ પહેલો આંચકો અને અચંબો લાગે.
કોટડીઓ નાબુદ બીજી અજાયબી મને એ લાગી કે, આ જેલમાં કેદીઓ માટેની કેટડીઓ હતી જ નહિ. આ કેદખાનામાં દરેક કેદી માટે જંગલી જાનવરનાં પાંજરાં ફેશનની કોટડીઓ નાબુદ જ કરવામાં આવી હતી. કેદીઓ દરેક માળ પર આવેલા મોટા હૈલમાં પંદરથી વીસની સંખ્યામાં સૂતા હતા, અને આ હલને દિવસે કે રાતે તાળાં મારવામાં આવતાં હતાં નહિ. એક માળથી બીજે માળે, જવાના દાદરાપરનાં બારણાંને જ માત્ર તાળું મારવામાં આવતું હતું. દરેક માળના કેદીઓ પોતાને માળમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં ખુશીથી જઈ શકતા હતા; અને વગર અંકુશે વાતચીત કરી શકતા. સીગરેટ-સીગાર ઝુકી શકતા કે લેખન-વાંચનનું કાર્ય કરી શકતા. દિવસના જુદા જુદા માળ વચ્ચેના દાદરો પરનાં તાળાં પણ ખસેડી નાખવામાં આવતાં હતાં.
કસરત દિવસમાં ચાર વખત કેદીઓને બહાર ખુલ્લી જગામાં કસરત કરવા જવા દેવામાં આવતા હતા. જેલના કંપાઉંડમાં તેઓ હથીઆરબંધ ગાર્ડની સરદારી હેઠળ જતા નહિ, પણ તેઓ પોતાની જાતે જેલના કંપાઉંડમાં નિરંકુશ લટાર મારતા હતા. આ વધુ અજાયબી !
કેદીઓને બહાર જવા સુદ્ધાંની રજા • મને વધુ ખબર એ મળી કે, સારી ચાલચલગતવાળા કેદીને અઠવાડીઆમાં એક દિવસ ગામમાં રજા પર જવાનો મળતા હતા, જ્યારે તે શહેરમાં નિરંકુશ ફરી કરી શકતા અને પિતાના કુટુંબની સાથે એક આખો દિવસ ગાળી શકતો. મેં પૂછયું કે “આવી રીતે રજાને લાભ લઈને કોઈ કેદી પિલ થઈ જતો હતો કે નહિ?” તે મને જવાબ આપવામાં આવ્યો કે, રજાપર ગયેલા કેદીઓ ત્યાંથી ઠરાવેલે વખતે પાછા જેલમાં હાજર ન થવાનો બનાવ કવચીતજ બનતે. ઉનાળામાં સારી ચાલચલગતવાળા કેદીને એક પખવાડીઆની રજા બક્ષવામાં આવતી, જે તે પિતાની ખુશી પડે ત્યાં ગાળી શકતો હતો. આવા સંજોગોમાં પણ કોઈ કેદી ગુમ થતો જ નહિ.
ઇંગ્લીશ જાણતો કેદી . કેટલાક હેલમાં કર્યા પછી મને એક અંગ્રેજી ભાષા જાણતે કેદી મળ્યો. તે જેલમાંજ અંગ્રેજી શીખ્યો હતો. તેની સાથે મને ઘણી જાણવાજોગ વાતચીત થઈ. તેનો ખ્યાલ પ્રમાણે કેદખાનું એક સંદર જગ હતી. કેદીઓ દિવસના આઠ કલાક કામ કરતા હતા. તેમને ખોરાક સારો મળતા; તેમના તરફ સખ્ત વર્તણુંક ચલાવવામાં આવતી હતી નહિ. કેદીઓનાં પિતાનાં અભ્યાસનાં મંડળો હતાં. તેમની પોતાની એક લાઈબ્રેરી હતી, જેની વ્યવસ્થા ખુદ કેદીઓની પોતાની કમિટિ કરતી હતી. આ ઉપરાંત કેદીઓની પિતાની એરસ્ત્રા, વાયર્લેસ, ચેસ અને ડ્રાફટની કલબો હતી.
કલબ કે જેલ ? ટુંકામાં એ આખું મકાન એક જેલને બદલે એક ક્લબ જેવું લાગતું હતું, બિલ્ડિંગ અલબત્ત જેલ જેવી દેખાતી હતી. ફર્નિચર અને ઓઢવા પાથરવાનાં સસ્તાં હતાં. તે સિવાય એ સ્થળને કલબ કરતાં જાદી પાડનારી કોઈ સ્થિતિ હોય તો તે માત્ર એટલીજ કે, રજા વગર તેનાં માણસે મકાનની બહાર જઈ શકતાં નહિ. આ સ્થળની સુખસગવડો તે બિચારા સખત મજુરી કરનારા બ્રિટિશ ભેગવે તે કરતાં વધુ સારી હતી, અને આપણું કમનસીબ કેદીઓને આપણે જે સગવડ આપીએ તે. કરતાં અલબત ઘણીજ સારી સગવડો અને સાધનો અહીં હતાં. સીનેમાને પણ ભૂલવામાં આવ્યા હતો નહિ, અને અઠવાડીઆમાં ત્રણ વખત કેદીઓ આગળ સીનેમા દો અને નાટકે થતાં હતાં.
રશીઆમાંજ બની શકે કેદીઓનાં લૂગડાં જેલના ગવર્નર જેવાં જ હતાં. અમે જેલના મકાનની ગેલેરીમાં બેસી વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com