________________
રશિયાને શિક્ષણપ્રયોગ આ કાલિદાસક્તિ પ્રમાણે બાળક જન્મે ત્યારથી તેની તમામ કાળજી સરકારે એટલે સમાજે રાખવી એવું તેમનું નિદાન થેય છે અથત પહેલાં ત્રણ વર્ષ સુધી બાળક આરોગ્ય મંડળની દેખરેખ નીચે હોય છે. પછી ત્રણથી આઠ વર્ષની વય સુધી કિંડરગાર્ટન નિશાળામાં તેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં છોકરાંઓને હરવાફરવાને ને રમવાને જોઈતા બગીચા અને મેદાને પ્રત્યેક નિશાળાનાં સ્વતંત્ર હાઈ કેટલાકના મળીને એકત્ર પણ હોય છે. સર્વ વ્યવહારની અંદર સામયિકપણું ને સહકાય એ ધ્યેય હોવાથી તૂટકપણું જેટલું નષ્ટ કરી શકાય તેટલું કરવા પ્રયત્ન છે.
પછી ૮ થી ૧૫ વર્ષની વયપર્યંતનાં બાળકને માધ્યમિક નિશાળામાં દાખલ કરવામાં આવે છે. ૧૫ થી ૧૦ પર્યત પ્રત્યેકને કંઇ ને કંઇ ધંધો શીખવો પડે છે. બીજા વર્ષે એ ધંધાનાં કારખાનાંઓમાં પ્રત્યક્ષ કામ કરવું પડે છે. તે કામ થોડું ઘણું હાથેથી કર્યું” ને ધંધાની પ્રત્યક્ષ પિછાન થઈ ગઈ કે વીસમે વર્ષે એ ધંધાનું ઉચ્ચ શિક્ષણ લેવા સારૂ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળે છે. વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થયા પછી જેમને ઉચ્ચ સંશોધન કરવાનું હોય છે, એવાએને માટે સંશોધન સંસ્થાની વ્યવસ્થા છે. માત્ર આ સંસ્થા સુદ્ધાં વ્યવહારશૂન્ય પંડિતે ન થાય એટલા સારૂ તેની વ્યવસ્થા જૂદાં જાદાં કારખાનાંઓમાંજ કરેલી હોય છે. સંશોધન માટે ખાસ શિષ્યવૃત્તિઓ હોય છે જ; પણ ઇતરત્ર સુદ્ધાં શિક્ષણ સંસ્થાઓમાં ગરીબને માટે નું નામ પણ નથી હોતું. અર્ધાશ્રીમંતોની પાસેથી અત્યાર સુધી ફી લેવાય છે ને અસલ ખાનદાન શ્રીસંતાને શિક્ષણ સંસ્થામાં આવવાનોજ પ્રતિબંધ છે–અર્થાત આ સંક્રમણાવસ્થાની યેાજના છે. આજની મજુરોની સરકાર પૂર્ણપણે સ્થિરસ્થાવર થાય અને સામયિક માલીકનું તત્ત્વ વ્યવહારમાં ખુલ્લી રીતે ખેળવા લાગે, એટલે બધાજ વ્યવહાર પૈસા સિવાય થઈ શકશે, એવી કલ્પના છે. આજ ફી લે છે તે સુદ્ધાં માફકસરજ હોય છે. કિંડરગાર્ટનની શાળાના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ દર મહિને માત્ર બે રૂબલ એટલે સરાસરી ત્રણ રૂપિયા ખર્ચ આવે છે; અને આ ખર્ચ સુદ્ધાં એકલા શિક્ષણનો નહિ પણ રહેવા તેમજ ભેજનખર્ચ વગેરેને મળીને જ હોય છે.
અભ્યાસક્રમમાં પણ નવીનતા નજરે પડે છે તે એ કે, આપણું શાળાઓની પેઠે ગણિત, ભૂગોળ, ડ્રોઈંગ વગેરે વિષય બીલકુલજ દેખાઈ આવતા નથી. એટલે આ સર્વમાન્ય વિષયનું શિક્ષણ આપવામાં આવતું ન હોઈ આખા જગથી વિરુદ્ધ એવું કંઇ પણ જૂજ શીખવવામાં આવે છે, એ તેને અર્થ નથી; પણ આપણે જેમ પ્રત્યેક ધારણમાં અમુક વિષય શીખવવા એમ કરાવીએ છીએ, તેવી વ્યવસ્થા રશિયન કાર્યક્રમમાં નથી. પ્રત્યેક ધારણની અંદર વ્યવહારમાં નડનારા અમુક અમુક પ્રશ્ન ઉકેલતાં શીખવવું એ તેમનો મત છે. આપણે ત્યાં અંગ્રેજી ચોથા ઘેરણુમાં વિદ્યાર્થીએ પ્રવેશ કર્યો કે તેને બીજગણિત, ભૂમિતિ વગેરે નવા વિષય શીખવા પડે છે કિંવા આગળ જતાં ઈગ્લંડનો ઈતિહાસ, રસાયણશાસ્ત્ર વગેરે વિષય પણ તેની સામે આવીને ઉભા રહે છે; પણ રશિયન શિક્ષણના નિષ્ણાતોની વિચારસરણી એવી છે કે, છોકરાને પ્રથમ આજુબાજુના વ્યવહારનું નિરીક્ષણ કરવાનું શીખવવું, એ મુખ્ય બાબત. પછી તે નિરીક્ષણ શરૂ થયું કે તેને અનેક અડચણે ભાસવા લાગશે; અને એ અડચણો જેમ જેમ ભાસતી જશે, તેમ તેમ તેમાંથી પાર પડવાનું જ્ઞાન આપી શકાય એવો કાર્યક્રમ આંકવો જોઈએ. અને એને માટે વિષય નીમવાને બદલે વ્યાવહારિક અનસમુદાય (પ્રોબ્લેમ્સ) નીમવા એ તેમને મત કેટલીક મર્યાદાની પેલી તરફ કે જ્યાં પ્રાવીણ્યનિષ્ઠ શિક્ષણની શરૂઆત થાય છે ત્યાં ઉપરથી વિષય ઉપર પુનઃ કુદકે માર પડશેજ; પણ સાધારણત: માધ્યમિક શાળામાંના અભ્યાસક્રમમાં વિષયના કરતાં વ્યાવહારિક અનેથી વિદ્યાર્થીઓને વધુ કાર્યક્ષમ શિક્ષણ મળે છે, એ રશિયનેને મત છે, તેને વિચાર કરવો.
પણ વ્યાવહારિક પ્રશ્ન સુદ્ધાં ચુંટવા કેવી રીતે? તે તેની પસંદગી કરતી વખતે મુખ્ય ધ્યેય તરફ લક્ષ રાખીને ત્રણ ક્ષેત્રો પસંદ કરવામાં આવ્યાં છે. તે એ કે, સૃષ્ટિવિજ્ઞાન, સમાજવિજ્ઞાન અને ધંધાવિજ્ઞાન, સમાજ, સૃષ્ટિ અને ધંધે, આ ત્રણનું જ્ઞાન વ્યક્તિમાત્રને હોવું આવશ્યક છે. આને મૂળભૂત સિદ્ધાંતતરીકે સ્વીકારીને એના પર સર્વ શિક્ષણક્રમની રચના કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com