________________
૧પ૦
શુભસંગ્રહભાગ ચોથા
७५-रशियानो शिक्षणप्रयोग
રશિયામાં આજ બધીજ બાબતમાં કાન્તિને અમલ ચાલુ છે, પણ શિક્ષણવિષયક મતમાં તેણે કરેલા ફેરફાર બધાના કરતાં વિશેષ ધ્યાન ખેંચનારા છે. ” બ્રિટીશ ટ્રેડ યુનિયનના. શિષ્ટમંડળે રશિયામાં ચારે તરફ પ્રવાસ કરી પ્રત્યક્ષ નજરે જોયેલી સ્થિતિને જે રિપોર્ટ લખ્યો છે તેમાંનાજ આ ઉદ્દગાર છે. તેવી જ રીતે અમેરિકાના શિક્ષણપ્રેમી લેખક ડેંટ નિયરિગે પણ રશિયામાં ફરી આવી ત્યાંના શિક્ષણ પર જે પુસ્તક લખ્યું છે તેમાં તે કહે છે કે, રશિયા એ આજના જમાનામાં “શિક્ષણવિષયક સર્વ પ્રકારના પ્રયોગોની જગતમાંની અત્યંત મોટી પ્રયોગશાળા હાઈ કલ્પનાની સામે તરતાં ધ્યેયને કુતિમાં ઉતારવાને રશિયન લેકેનો આત્મવિશ્વાસ અને ભગીરથ પ્રયત્ન જોઈને મને આશ્ચર્યચકિત થઈ જાય છે. ” આવી જાતના નવલ ઉગાર જે શિક્ષણપ્રયોગની બાબતમાં સંભળાય છે, તે શિક્ષણપ્રયાગમાંનું વૈશિષ્ટય તે શું છે, એ વધુ નહિ તે કલ્પનાવડે પણ જાણવું આપણું હિંદુસ્થાનમાંના શિક્ષકને જરૂરનું છે. તે પુસ્તકવાચનથી અને મને આવેલી કલ્પના આજના રશિયા અંકને નિમણે મારા વ્યવસાયબંધઓની સામે સંક્ષેપર કરવાનો પ્રયત્ન કરું છું.
હમણુની નવી એટલે મજુર સરકારે શિક્ષણક્ષેત્રનું નિરીક્ષણ કરતાંની સાથે તેની આંખમાં પ્રથમ જે બાબત વિશેષ ખેંચી તે નિરક્ષરતાનું ભયંકર પ્રમાણ. થોડામાં કહીએ તો આ બાબતમાં રશિયા, હિંદુસ્થાનના ઉત્તર તરફને ભાગ લેવા જેવોજ હતે.
પહેલાંનું ઝારનું રાજ્ય એટલે તે “સ્વરાજ્યજ, છતાં પણ આ “વ”રાજ્યના એક ફરમાનમાં સ્પષ્ટ લખ્યું છે કે, મીઠું જેમ થોડા પ્રમાણમાં વાપરવાથી તે ઉપયુક્ત ઠરે છે, તેવું જ શિક્ષણનું પણું. કંઇ થોડા લોકેને તેની આવશ્યકતાઓનું તારતમ્ય જોઈને તે આપવામાં આવે તેજ તે ફાયદાવાળું, નહિ તે સૌ કોઈને લખતાં વાંચતાં શીખવવામાં આવ્યું તે અનર્થ થશે. નવી સરકારને આ ગર્ભિત અનર્થનો અર્થ સારી રીતે સમજાય ને તેણે માત્ર દશ વર્ષની અંદર સેંકડે ૧૦ સાક્ષર ને ૯૦ નિરક્ષર આ પહેલાનું પ્રમાણ બરાબર ઉલટું કરી બતાવ્યું છે. સિવાય શિક્ષણમાં માત્ર શાળામાંનું પાટી–પેનનું શિક્ષણ એટલોજ અર્થ ન લેતાં તેમાં મતપ્રચારનાં સર્વે સાધનોનો અંતર્ભાવ કરવાનું તેણે પોર્યું ને એ યોજના પ્રમાણે રશિયાના શિક્ષણ ખાતામાં હમણાં શાળા, વર્તમાનપત્ર, સિનેમા અને નાટકગૃહ, આ બધાને એકસમવાયે અંતર્ભાવ કરવામાં આવે છે. તેવી જ રીતે આ બધામાંથી કયા મતેનો પ્રચાર કરવામાં આવો જોઈએ તે, આ. બધાઓના પ્રતિનિધિઓની સામુદાયિક કમિટિ તરફથી નક્કી કરવામાં આવે છે.
આ ચતુષ્ટય પૈકી શાળામાં શિક્ષણસંબંધેજ બે શબદ લખવાના છે. રશિયામાંની સરકાર એ નિઃસીમ પેયવાદી હાઈ સામયિક માલમત્તાના વિશિષ્ટ તત્વ પર તેને સમાજની પુર્ઘટના કરવાની છે. આ પુનર્ધટનાને પ્રયોગ યશસ્વી કરવાને લશ્કરી સામર્થ્ય આવશ્યક છે. આ જેવો તેનો સિદ્ધાંત છે, તેમજ તે પ્રેગની બાબતમાં જનતાના મનમાં ગ્ય આદર ઉત્પન્ન કરવા સારૂ લોકશિક્ષણના બધા અંગોને બહુ મોટે ઉપયોગ થાય એમ છે, એવો પણ તેને દઢ વિશ્વાસ છે–અર્થાત વગરવાહનના, મોળા, નિરાકાર “ઉદાર” શિક્ષણને માટે તેને જરા જેટલો પ્રેમ નથી. રાષ્ટ્રનાં યેયને મૂર્ત સ્વરૂપ આપવાનું શિક્ષણ એ એક પ્રમુખ સાધન છે, એમ તે માને છે કે એ મતને અનુસરી શિક્ષણમાંની પ્રત્યેક નાની મોટી બાબત મુખ્ય મધ્યવતી ધ્યેયને પોષક થાય એવી રીતની ઠરાવવાનો તેને પ્રયત્ન છે.
શિક્ષણ પદ્ધતિમાં પારખવાની બાબત છે. એક શિક્ષણક્રમ ને બીજી શિક્ષણ સંસ્થાની ઘટના અને કારભાર.
શિક્ષણક્રમ સંબંધે લખવું એટલે પ્રથમ મહત્ત્વની બાબત એ કે, શિક્ષણની શરૂઆત બાળકનાજ જન્મથી જ થાય છે, એમ કહીએ તે ચાલે. “ પાનાં વિનાયાધાના રક્ષાળા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com