________________
પર
શુભસંગ્રહ-ભાગ ચાથા
(જૂના ઇતિહાસ-ભૂગાલાદિ વિષય કાઢી નાખીને સમાજ, સૃષ્ટિ અને વૃત્તિ, આ ત્રણ નવા વિષયજ રજુ કર્યો છે, એમ કહીએ તાપણુ ચાલે.) આ નવી રચના પ્રમાણે અભ્યાસક્રમ કેવી રીતે આંકે છે એની કલ્પના આવવા સારૂ આશરે ચૌદ પંદર વર્ષની વયના—એટલે આપણે ત્યાંના લગભગ મૅટ્રિકના કહેાને–વિદ્યાથીને શું શું શીખવું પડે છે તે જોઇએ.
(૧) પ્રથમ સૃષ્ટિવિજ્ઞાનના સદર નીચે વિષય લખ્યા છે તે આવાઃ—
અ— મનુષ્ય અને ઢારઢાંખરના જીવનક્રમસમજવાને આવશ્યક રસાયન અને પદાર્થ –વિજ્ઞાનશાસ્ત્ર. ગા—ખાણા, ખનિજપદાર્થોં અને જ્વાલાગ્રાહી, એનું સામાન્ય જ્ઞાન અને રશિયામાંની ખાણુ!– સબંધે વિશેષ જ્ઞાન.
૬ —ઉદ્યોગધંધામાં થતાં જનાવરા અને ખેતીવાડીના માલ.
ફ્—પ્રાણિસૃષ્ટિમાંના માનવાનું સ્થાન–શારીર શાસ્ત્ર.
જી—શારીરિક અને માનસિક આરેાગ્ય.
(૨) ખીજું સદર ઉદ્યોગધંધાનુ', એમાં નીચેની બાબતાને સમાવેશ દેખાઈ આવે છે:અ—ખાણામાંથી ખનિજપદાર્થો કાઢવાનું જ્ઞાન.
—નાની સરખી દુકાન કિવા માટું કારખાનું કેવી રીતે ઊભું' કરવું અને ચલાવવું એનું જ્ઞાન. રશિયામાંનાં તેમજ બહારનાં કારખાનાંએસ.બધી માહિતી. ઉદ્યોગધંધામાં તેમજ ઇતરત્ર કારખાનાંઓસબંધી માહિતી, ઉદ્યોગધંધામાં જોતાં રસાયને તથા યંત્રોની માહિતી.
૬—ખેતીવાડીમાં જોઈતું પ્રયાગજ્ઞાન.
—માનવવંશની દૃષ્ટિએ ભૂંગાલનું જ્ઞાન. વ્યક્તિ અને સમાજ એ પરિસ્થિતિ ઉપજી છે એની સમજણ.
૩——ધામાંનું આરેાગ્ય અને સ્વચ્છતા.
(૩)—ત્રીજું સદર સમાજજ્ઞાનનું. એમાં નીચેની માખતા નજરે પડે છેઃ——
મજુર અને મુડીવાળા, રાજદારી અને મુડીશાહી, ખાનગી માલીકી અને મજુર–મજીરવની ખરી સ્થિતિ, થાપણવાળા અને જાગીરદારાની એકતા, મર્યાદિત રાજસત્તા, પૈસાવાળાઓના હાથમાં રમનારી નકલી લેાકશાહી, અનર્થાવહ હરિફાઇ, મુડીવાદી અને મજુર વચ્ચેના ઝગડા, ચાર્ટિસ્ટાની ચળવળ, ૧૮૪૮ ના વર્ષીના ઈતિહાસ, કમ્યુનિસ્ટાનું જાહેરનામું, મજુરાની સ`રાષ્ટ્રીય સંસ્થા, ટ્રેડ યુનિ યન્સ, રાજકીય પક્ષાપક્ષ, રશિયામાંની ૧૯૦૫ અને ૧૯૧૦ માંની ક્રાન્તિ વગેરે.
શિક્ષણુક્રમનું સ્વરૂપ લક્ષમાં આવવાને આટલે નમુના ખસ થશે.
આ શિક્ષણક્રમના અભ્યાસસબંધે હમણાં હમણાં વિશેષ ગાજી રહેલી જે ટાલ્ટન પદ્ધતિ તે સંબંધે રશિયામાં અનુભવ લઇ જોતાં રશિયને ને એ પદ્ધતિસબંધે એવા ગ્રહ થયા કે, એ પતિમાં વિદ્યાર્થીને સ્વતંત્ર અભ્યાસ આંકી લેવા એ જે વિશેષ છે, એનાથી એકત્ર કામ કરવાની અભિરુચિ ઉત્પન્ન થતી નથી. વ્યક્તિ એ સ્વતંત્ર ન હેાઇ સમાજના ધટક છે, એ રશિયન ધેારણમાંનું મહાસૂત્ર છે. આ ધેારણના વિરાધીતરીકે ડાલ્ટન પદ્ધતિને તેમણે છેડી દીધી છે. અહીં માત્ર એ કહેવું જોઇએ કે, નવા પ્રયાગ કરવાની રશિયનેાને કેટલીએ હાંશ હાય, તાપણુ શિક્ષણક્ષેત્રમાંનાં અમેરિકન પ્રયાગાના લક્ષપૂર્વક અભ્યાસ કર્યાં પછીજ તે નવા પ્રયાગમાં હાથ ધાલે છે. અસ્તુ. હવે શિક્ષણસંસ્થાના કારભાર તરફ વળીએ. આ બાબતમાં મુખ્ય બીના એ છે કે, સંસ્થાના મુખ્ય ચાલક મંડળમાં બધા શિક્ષકા તે બેસે છેજ; પણ એ સિવાય પાલકાના પ્રતિનિધિ, એ જીલ્લામાંનાં કારખાનાંઓના પ્રતિનિધિ તે છેવટે વિદ્યાર્થીઓના પ્રતિનિધિએ સુદ્ધાં એમાં સમાવિષ્ટ હોય છે. શસ્ટાન્તની એક શાળાના મંડળમાં છર સભાસદ હાઇ તેમની વહેંચણી ૩૭ શિક્ષક, ૨૫ વિદ્યાર્થી, ૩ પાલક તેમજ જીલ્લામાંનાં કારખાનાં, નગરમંડળ, મનુસંધ, શાળામાંના શિક્ષકેતર કામદારવ, તરુણ કમ્યુનિસ્ટ ને પાયેાનિયર વિદ્યાથીં વગેરે તરફથી એકેક પ્રતિનિધિ, આવી કરેલી છે. માસ્કામાં આવેલી ‘એડિસન શાળા’ના ચાલકમ`ડળમાં પ૦ શિક્ષક, શાળાને ડૉકટર, શાળાના કામગારાના તે જીલ્લામાંની કમ્યુનિસ્ટ પાર્ટીના એક એક પ્રતિનિધિ, ૧૨ વિદ્યાર્થી અને ૧૫ પાલક આટલાને સમાવેશ કરવામાં આવેલે જણાઇ આવે છે. ઠેકઠેકાણાનાં કારખાનાંઓને તે શાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com