________________
૧૨૪ www+
Awwwwwwwwww
શુભસંગ્રહ-ભાગ ચેાથો કે વાદળી જેવો એકલો મને મૂકીને એ કેમ ઉડી જાય?
પણ મારું પ્રારબ્ધ ફર્યું. મારા ચેકીદારો માયાળુ બન્યા હતા. દુઃખના દેખાવે ખમી ખમીને જોકે તેઓ રીઢા થયા હતા, છતાં મારા તરફ માયાળુ બન્યા. મારી તૂટેલી સાંકળ એમ ને એમ રહી. મને કેટડીમાં કરવાની છૂટ મળી. એ કારાગારમાં એક છેડેથી બીજે છેડે, ને થાંભલાઓની આસપાસ હું ફરત. ફક્ત મારા ભાઈઓની કબરો ઉપર પગ ન દેતે–રખે પગ પડી જાય ને એ કબરે અપમાનિત થાય! ને કવચિત જ મને લાગતું કે મારો પગ ત્યાં ભૂલથી પડી ગયેલ છે તે મારા અંતરમાં ચી પડતો અને મારું હૃદય કચરાઈને અધમુઉં થઈ જતું.
- (૧૨)
પછી તો મેં દિવાલ કોતરીને અંદર પગ રાખી શકાય એવડે એક ખાડો કર્યો. નાસી છૂટવા માટે નહિ; કેમકે જે મારાં હતાં તેમને તે હું ત્યાંજ દફનાવીને બેઠા હતા, એટલે હવે તો આખી દુનિયા મારે મન તે એક મોટા કેદખાના જેવી જ હતી. ન મારે પિતા હતા, ન સંતાન હતું કે સગું હતું. મારા દુઃખમાં ન કોઈ સાથી હતું અને એ સારું હતું, કેમકે એમના વિચારે કદાચ હું ગાંડ થઈ જાત; પણ ઉચેની એ સળિયાવાળી બારીમાંથી બહારની દુનિયા જોવા-એ ઉંચા પર્વતાપર નજર ફેરવી મારી આંખોને તૃપ્ત કરવા મારું મન તલસી રહ્યું હતું. એટલે મેં ભીંતમાં એટલે ખાડો કર્યો.
અને એ પર્વત મેં જોયા. એ તે એવા ને એવા હતા. મારી પેઠે કાંઈ દેહે બદલાયા નહોતા. અનંત કાળનો બરફ એના પર જામેલો હતે. નીચે વિશાળ સરોવર ઝૂલતું હતું અને આસમાની રંગની હોન નદી પૂરપ્રવાહમાં વહેતી હતી. ખડકે અને ગીચ ઝાડી ઉપર પછડાતાં તેને પાણીને અવાજ મેં સાંભળ્યો. દૂર આવી રહેલા ગામનાં મકાનની ધળી દિવાલને સરોવરમાં લસી રહેલાં વહાણના એથીયે ધોળા સઢ મેં જોયા. જોયો એક નાનાશ ટાપુ; મારી બારીની બરાબર સમ્મુખ; જાણે મારી સામે હસતો. એ નાનકડો લીલે ટાપુ લાગતો'તો તો ફક્ત મારી કોટડીના જેવડાજ; પણ તેમાં ત્રણ ઉંચાં ઝાડ હતાં અને પર્વતની સ્વતંત્ર પવનલહર એના પર વાતી; પડખે સ્વતંત્ર પાણી હીલોળે ચઢયાં હતાં; એની ઉપર નાનાં નાનાં સુગંધી રંગીન ફૂલડોલતાં, કિલાની દિવાલ આગળ સુખી રમતિયાળ માછલીઓ તરતી, ઉચે વેગભર્યું ગરુડ ઉડતું.
ને આ બધું જોઈને મારી આંખે નવાં આંસુની ધાર ચાલી; મનમાં શોક વ્યા; મને થયું કે, સાંકળેથી છૂટવ્યોજ ન હોત તો સારું હતું! હું દિવાલ પરથી નીચે ઉતરી પડવો. માથે મેટો ભાર પડયો હોય એમ કારાવાસનું અંધારું જાણે મારાપર તૂટી પડયું; જાણે કોઈને દાટવા દેલી તાજી કબર, પણ છતાં આટલો પ્રકાશ ખમવાથી મારી નજર એટલી હેરાન પરેશાન થઈ હતી કે તેને આરામની જરૂર હતી.
(૧૩) આ પછી મહિનાઓ, વી કે માત્ર થોડા દિવસે વીયે...કેટલું વીત્યું હશે તેની મેં ગણત્રી ન કરી, દરકારે ન કરી—છેવટ તેઓ મને છોડી મૂકવા આવ્યો. કયાં અને કેમ એ જાણવાની મને પડી નહોતી. છુટ્ટો કે બાંધ્યો હવે સરખું હતું. નિરાશાને હું ચાહતાં શીખી ગયો હતો.
પણ તેઓ આવ્યા; આવીને મારાં બંધન એમણે કાઢી નાખ્યાં. ત્યારે એ કોટડી મને મધુરા આશ્રમ જેવી લાગી. મને થયું કે, એ લોકે ફરી વાર મારું ઘર છોડાવવા આવ્યા છે. અંદરના કરે ળિયા જોડે મેં દોસ્તી બાંધી હતી. એમની જાળગુથણી ધ્યાનપૂર્વક જે. ચાંદનીમાં રમતા ઉંદરને જેતે. હું એ સૌના જજ બની ગયો હતો. અમે એકજ સ્થળનાં રહેનાર હતાં અને હું તે એમના રાજા જેવો હતે; મારામાં એમને રંજાડવાની તાકાત હતી; પણ અમે સૌ સં૫સંપીને રહેતાં. લાંબો વખત સાથે રહેવાના પરિચયથી અમે સૌ એટલાં એકાકાર થયાં હતાં કે મને મારી સાંકળ ઉપર પણ ભાવ થયો.
લે એ સને છોડી છુ થતાં નિસાસાની હાય મારી હું જેલ બહાર નીકળ્યો. (“કુમાર”ના આષાઢ-૧૯૮૪ના અંકમાં ફેંડ બાયરનના અંગ્રેજી કાવ્ય ઉપરથી લેખક:-દેશળજી પરમાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com