________________
શિલાન દુગનો કેદી
૧૨૩ અને એક પણ શબ્દ નહિ, પિતાની દુર્ભાગી સ્થિતિ માટે નિસાસે સરખે નહિ, ઉલટું મારી આશાને જીવતી રાખવા અમારા સુખી દિવસની થોડી મધુરી વાતચીત કરી મને આશા આપી. હું તે મૌનમાં ડૂબી ગયા હતા; ભાઈની ખેટના આ ભયંકર ખાડામાં ડૂબતો જતો હતો.
અશક્તિની માચ્છ આવી તેને એણે કેવી શમાવી દીધી ધીમે ધીમે કળાઈ ન જાય તેવી રીતે ! મને એ લાગ્યું; પણ હું બરાબર સાંભળી ન શકત. મેં એને નામ દઈ બેલાવ્યો, કેમકે ભય અને શંકાથી હું હવે ઝનુને ચઢયો હતો. હું જાણત તો હતો કે, હવે બધા પ્રયત્ન ફેગટ છે, તે મારું મન ન માન્યું. મેં ફરી વાર બોલાવ્યો. મને લાગ્યું કે, કંક અવાજ આવ્યો. એક સખત આંચકો મારી મેં મારી સાંકળ તોડી નાખી ને એની સામે ધસી ગયે; પણ મેં એને ન જે. એ ન હતા, એ ઘોર અંધારામાં એકલે હુંજ હાલત હત; હુંજ છત હતા; હું જ દુષ્ટ શ્વાસ લઈ રહ્યો હતો. મારી અને અનંતતાના આરા વચ્ચેની એ છેલ્લી, એકની એક, મેધામાં મેંઘી કડી. એ જીવલેણ સ્થળે ભાંગી પડી હતી.
મારા બંને ભાઈ ચાલ્યા ગયા હતા. એક ભયની ઉપર પડ્યો હતો, બીજે ભયમાં દટાયેલો પડ્યો હતો. મેં એને જડ હાથ ઉપાડ્યો, પરંતુ મારો હાથ પણ એટલોજ ઠંડાગાર હતા. મારામાં હાલવા-ચાલવાના રામ નહોતા. માત્ર એટલું લાગતું કે, હું જીવતો છું. અરેરે, જેને આપણે ચાહીએ તેને હવે ફરી વાર એ રીતે નથી મળનાર, એ કેવો ઘોરતમ વિચાર ! પણ સાથે કેમ ન મરી ગયો તેની મને ખબર ન પડી. મને કઈ દુન્યવી વાસના રહી નહોતી; કેવળ મારા ધર્મપરની શ્રદ્ધા રહી હતી; અને એ એક જ કારણે હું આપઘાત કરતો રહી ગયો.
પણ પછી શું બન્યું તેની મને બરાબર જાણ નથી; હજુયે હું એ નથી જાણતો. પહેલાં તો તેજનું ભાન ગયું, પછી હવાનું અને અંતે અંધારાનું ભાન પણ ગયું. ન હતો મને વિચાર કે ન હતી કંઇ લાગણી;-મુદ્દલે નહિ. એ પથ્થરો વચ્ચે હું પથ્થર થઈ રહ્યો. વરસતી ઝાકળમાં ઝાડપાન વગરની ટેકરી સમું બધું જ વેરાન, જડ અને ભુખરું થઈ રહ્યું હતું. રાતે નહોતી, દિવસે નહોતો. નહાત આંખને ભારેખમ કરતો એ કારાગારને ઉજાસ. હતું માત્ર અવકાશ ભરતું શૂન્ય ને એક પણ સ્થળ વગરનું જડત્વ. ન હતા તારા, પૃથ્વી કે કાળ; ન હતું દબાણ, પરિવર્તન, પુણ્ય કે પાપ. હતું એક મૌન્ય. છંદગીનેયે નહિ ને મૃત્યુનોયે નહિ એ સ્થિર શ્વાસ. જાણે કહતી આળસને પારાવાર ઉલટ-ઘેર, અપાર, મુંગે અને અચેતન!
પણ અંતે મારા મગજ પર પ્રકાશ પડે. એક પક્ષીને એ કલરવ હતો. થોડી વાર બંધ પડી વળી પાછો એ સંભળાયો. અતિમિષ્ટ ને અપૂર્વ એ ગીત હતું. મારી આંખ પ્રસન્નતા ને આનંદભરી રડી પડી. એટલી વાર તો જાણે હું કેઇ દિ' દુઃખિયો જ નહોતો એમ લાગ્યું, પણ પછી ધીમે ધીમે મારી ઇન્દ્રિય જાગ્રત થતી ગઈ. કોટડીની દિવાલો દેખાઈ અને ભેયની સપાટી મારી આજુબાજુ તરી આવી. અગાઉની પેઠે સૂરજનો ઝાંખો ઉજાસ પણ પેલી ફાટમાંથી સરતો દેખાયો. પેલું પક્ષી એ ફાટમાં બેઠું હતું. આસમાની પાંખવાળું કેવું રમણીય એ પંખી ! હજારો સ્મરણ જગાડતું કેવું અનુપમ એ ગાન ! જાણે એ મારે સારૂજ ગાતું ન હોય ! એ પક્ષી પણ જાણે મારી પેઠે પોતાના સાથીને બોલાવતું હોય એમ મને લાગ્યું. જ્યારે દુનિયામાં મને કોઈ ચાહનાર નહોતું, ત્યારે એ મને પ્રેમ કરતું હતું ! એણે મને કેદખાનામાં આનંદ આપે-વિચાર કરતો કર્યો. એ પક્ષી છૂટુંજ હશે કે કદાચ એનું પિંજરનું કેદખાનું તોડી અહીં મારા કેદખાનાપર બેસવા આવ્યું હશે ? મધુર પક્ષી ! કેદને મને પૂરો અનુભવ છે, એટલે મારું સાથી બનાવવા સારૂ હું તને કેદી નહિ બનાવું.
અથવા ૫ક્ષીરૂપે કેાઈ સ્વર્ગના જીવ તે મળવા નહિ આવ્યો હોય ? શું મારો ભાઈ પક્ષી થઈને મળવા આવ્યો હશે? પ્રભુ, પ્રભુ! એ વિચારે હું નથી હસી શકતો, નથી રડી શકત; પરંતુ આખરે એ પણ ઉડી ગયું. એ પક્ષી જ હતું, નહિ તે મને બેવડા સુનકારમાં એકલો મૂકી કેમ ઉડી જાય? એકલો-કફનમાંના મુદ્દ જે; તેજભર્યા દિવસે નિર્મળ આકાશમાં શાપરૂપ એકાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com