________________
૧૨૦
શુભસંગ્રહ-ભાગ ચેાથો મહેરોનું વર્ષાસન બાંધી આપ્યું. ઈ. સ. ૧૫૩૭માં બસે સભાસદની મંડળીમાં એને પણ સભાસદ કરી બેસાડે. બેનિવાર્દ પણ નકામો ન બેઠા. શાસનતંત્રની સુધારણામાં તેણે ઘણું પ્રકારે મદદ કરી. - ધર્મશાસ્ત્ર અને ઇતિહાસમાં પારંગત એ બેનિવાઈ જેટલો વીરેન્દ્ર તેટલા જ વિદ્વાન હતા. વિજ્ઞાનને એને ભારે શોખ હતો. ૧૫૫૧માં તેણે પોતાનું સમૃદ્ધ પુસ્તકાલય શહેરને ભેટ કર્યું.
કો મળ્યા પછી ત્યાંની પબ્લિક લાયબ્રેરી” હસ્તીમાં આવી. એજ અરસામાં તેણે રીપબ્લિકને પોતાના વારસદારતરીકે ઠરાવ્યું અને તે એક શરતે–એ પાઠશાળાનો ખર્ચ નભાવવા પૂરતો પિતાના દ્રવ્યનો ઉપયોગ થાય. એવો મહત્ત્વાકાંક્ષી કર્મવીર બેનિવાઈ ઈષ્ટસિદ્ધિને સંતોષ મેળવતે ઈ. સ. ૧૫૭૦માં સ્વર્ગવાસી થયો.
ઇંગ્લંડને વિહારી કવિ બાયરન પિતાનો દેશ છેડી ઈ. સ. ૧૮૧૬માં ચૂરપના પ્રવાસે નીકળ્યો. રસ્ત સ્વિટઝર્લાડના એક ગામડામાં વરસાદને કારણે તેને રોકાઈ જવું પડયું. એ ગામની સામેજ શિલોનનો પુરાતન કિલ્લો આવેલો હતો. એ કિલાને જોઈ કવિ બાયરનને નીચેનું કલ્પિત કરુણ કાવ્ય બનાવવાની પ્રેરણા જાગી.
આ શિલોનના કિલ્લાનું એક પડખું લેમાન અથવા જીનીવા સરોવર ઉપર પડે છે. પાછલી બાજુએ આપ્સ પર્વતનાં હિમ જામેલાં ગિરિશિખર ચમકે છે. કુદરતના એ પ્રકાશિત સૌદય
૨ કિલો શયતાનના અંધારિયા રહેઠાણ જે ભયંકર લાગે છે. આઠમા સૈકામાં તેને ખડકના ટાપુપર બાંધવામાં આવ્યો ત્યારથી તેને જેલખાનાતરીકે જ વાપરવામાં આવ્યું છે. કિટલે પાણી નીચે આઠ ફૂટ ઉંડે જાય છે. ત્યાં આગળ કાળકોટડીઓની હાર બાંધેલી છેજેમાં અનેક રાષ્ટ્રભક્તો અને રાજ્યદ્રોહીઓને કેદ કરવામાં તથા ફાંસીએ લટકાવવામાં આવ્યા છે. સ્વિટઝર્લંડના સ્વાતંત્ર્ય ખાતર ઝઝનાર જવાંમર્દ કાન્સિસ દ નિવાઈ પણ આજ કિલામાં કેદ થયેલે.
બાયરને આ કાવ્ય રહ્યું ત્યારે આ વીર પુરુષના ઇતિહાસની એને જાણ નહોતી. એણે તો એ સ્વકપનાથીજ રચેલ: પરંતુ પાછળથી એને બોન્નિવાઈની પરાક્રમ-કથા મળી આવી. તે પછી એને વિષે બાયરન લખે છે –
આ મહાપુરુષ જીનીવાવાસીઓને ચેતનતારક છે. ધીર આત્મા, શ્રદ્ધાળુ અંતઃકરણ, ઉચ્ચ આશય, દક્ષ સલાહ, કાર્યતત્પર સાહસિક પ્રાણ, વિશાળ જ્ઞાન અને ચિત્તની અસાધારણ જાગૃતિએ સૌ લક્ષણોવડે અંકિત બેનિવાઈ સાચેજ મહાપુરુષના પદને અધિકારી છે. બેનિવાર્દ પ્રજાસત્તાક શાસનતંત્રનો પ્રચંડ પક્ષકાર હતો. સ્વિટઝર્લીડની સ્વાતંત્ર્યપ્રાપ્તિને માટે તેણે પિતાની સ્વતંત્રતાને ભેગ દીધો, આરામ ને અમનચમનને હોમી દીધાં, ધનદોલત ગુમાવી અને પોતે માનેલ ને પતીકા કરેલા પિતૃદેશ સ્વિટ્ઝર્લેડના સ્વાતંત્ર્યને ખાતર એ પરમ નાગરિક બોન્નીવાર્દ વીર પુરુષને છાજે તેવા દઢ ભાવથી સેવાધર્મ સ્વીકાર્યો. તેણે ભાવિક દેશજનની અને તત્ત્વજ્ઞાનીની દષ્ટિએ સ્વિટ્ઝર્લંડનો ઇતિહાસ પણ લખે, આજે એ પોતાના સ્વાતંત્ર્યપ્રિય જીવનથી અને એ ઇતિહાસથી અમર બન્યો છે.
બોન્નિવાઈના બંદીવાસને લીધે શિલોનને કિલ્લે સ્મરણીય છે, તે બેનિવાર્દ અને શિલોન બંને કવિ બાયરનના આ કાવ્યથી અનેકધા ચિરસ્મરણીય છે, એ નિઃસંશય સાચું છે. (સંકલિત)
એક રોમાંચકારી આપકહાણું
મને પળિયાં આવ્યાં છે, પણ તે ઘડપણને લીધે નહિ; દુઃખના અચાનક આઘાતને લીધે પણ નહિ. મારું શરીર વાંકું વળી ગયું છે, તે કામની મહેનતને લીધે નહિ; કેદખાનામાં કાટ ખાતું જકડાઈ રહેવાને લીધે ને આજ એની શક્તિ સાવ હરાઈ ગઈ છે.
અને મારા ભાગ્યની શી વાત કરૂં? આ મધુરી ભોમ ને આ તાજી હવા, એ બંનેના ઉપભોગથી બાતલ થઈને અહીં મોતની જંજીરમાં હું જકડાય તે મારા પિતાના ધર્મને ખાતર. એય જીવતા બળ્યા પણ ધર્મભ્રષ્ટ ન થયા; અને એજ ટેકને માટે અમે–એમના પુત્રોએ પણ અંધારઘેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com