________________
૧૧૮
શુભસંગ્રહ ભાગ ચોથા શોષણ કરવામાં મદદ કરે છે. વળી લીવર એટલે કાળજું એક ઘણજ કાર્યસાધક “ીટર તરીકેનું કામ બજાવે છે. મોટી ઇતિમાંથી સઘળું લોહી પેટ, હોજરી, પેંક્રિયાસ (પેટમાં હાજરીની પાછળ આવેલા પિંડ), આંતરડાંઓ અને તલ્લીમાં એક ખાસ નસની મારફતે જમા થાય છે. આ નસને તબીબો પોરટલ વેઈન' તરીકે ઓળખે છે. અને એજ શિરામારફતે આ સઘળું લોહી કલેજામાં સ્વચ્છ બનવા માટે જાય છે. આ લોહી જેને “પટેલ બ્લડ' તરીકે કહેવામાં આવે છે, તે શરીરમાં ફરવા માંડે તે અગાઉ તેને લીવર મારફતે ગાળી કાઢવામાં આવે છે. યાદ રાખજે કે, જે સઘળું પાણી તમો પીઓ છે અને જે સઘળો રાક તમો ખાઓ છો, તે શરીરના બાકીના ભાગમાં જાય તે પહેલાં લીવરમાંથી પસાર થાય છે.
કાળજું ખોરાકના પાચનની રૂઢિને સંપૂર્ણ બનાવે છે. અગર જે ખોરાકમાં ઝેર ભળેલું હોય તો કલેજાનું કામ આ ઝેરને બહાર કાઢી નાખવાનું છે. જો તમે સીસાના ભેળવાળું પાણી પીએ તો કલેજું તે સીસું બહાર કાઢી નાખે છે અને તેને પિતામાં દાખલ કરી જમા કરે છે. અગર જે પાછળથી કાળજાને ગાળવામાં આવે તો સીસાનાં નાનાં નાનાં ટીપાં કરતાં તમે આ બાદ જોઈ શકશે. . જેઓને પારો એક યા બીજા રૂપમાં લેવાની વરસની ટેવ પડેલી હોય છે, તેઓ મરણ પામતાં તેમનાં કાળજામાંથી પારાનો મોટો જથો મળી આવે છે. કાળા લગભગ ખાણની રાખે છે. એ જ રીતે કોઈ પણ જાતની ધાતુનું ઝેર શરીરમાં લેવામાં આવે તો તે પણ કાળજામાં જમા થઈ રહે છે. જેઓને દારૂ પીવાની ટેવ પડી હોય છે તેઓનું લીવર દારૂના ઝેરને પોતાનામાં એકઠું કરી રાખે છે, અને પોતે સહન કરી શરીરના ભાગનું પોતાના ભાગે રક્ષણ કરે છે. એજ કારણે ઘણે દારૂ પીનારાઓનાં કાળજામાં જ્યારે ત્યારે બીગાડ થાય છે. લાંબી મુદતના દારૂડીઆઓનું કલેજું મોટું થયા વગર રહેતું નથી.
કાળજુ અને ઝેર કાળજું ચોક્કસ ઝેરેને ચૂસી લે છે અને તેને છુપાવી રાખે છે યા તે ઉપર કાબુ રાખી શકે છે. પણ બીજા ઝેરનો નાશ કરવાની પણ તે શક્તિ ધરાવે છે. દાખલા તરીકે જ્યારે બીડી વગેરે પીએ છે, ત્યારે કાળજું તેમાંના નીકોટીન નામના ઝેરનો નાશ કરી શકે છે. એટલે કે કાળાં ઝેરને જેમ રાખી શકે છે, તેમ ઝેરને નાશ પણ કરી શકે છે. કાળજાની આ ખૂબીના કારણેજ ટાઈફેઈડ ફીવર અથવા બીજા કે ચેપી રેગથી આપણે પીડાતાં હોઈએ ત્યારે કાળજા ઉપર આપણા જીવવાને વધુ આધાર રહે છે.
જ્યારે એક શખ્સ ટાઈફોઈડ નામના તાવથી પીડાતો હોય, ત્યારે જાણવું કે તે ઝેરની અસરથી પીડાય છે અને તેથી જ તેને તાવ આવે છે, તેથી જ તે બિમારી સહન કરે છે, તેથીજ તેની પીઠ, બરડા અને માથામાં જાલમ દર્દ થાય છે. આ સઘળું દર્દ ઝેરના કારણે છે. આ ઝેર કેમ લાગુ પડે છે તે જોઈએ. આ ઝેર જતુઓથી ઉત્પન્ન થાય છે. આ જંતુઓ આંતરડાંઓને ચોમેરથી ઘેરી નાખે છે અને લોહીમાં દાખલ થાય છે એટલે શરીરના આખા બંધારણમાં મળી આવે છે. એવી રીતે આખું શરીર ઝેરોથી ભરાઈ જાય છે અને આ જંતુઓ અને તેના ઝેરનો નાશ કરવા માટે કાળજાને તેમની સામે બાબાથ લડવું પડે છે. એ જ પ્રમાણે ન્યુમોનિયાનાં જંતુઓ માટે પણ સમજી લેવું. કાળજું ઝેરનો નાશ કરવાનું કામ કરે છે અને ગુરદો તે કાઢી નાખવાનું કામ કરે છે. જ્યાં સુધી કાળજું પિતાનું કામ ચાલુ રાખવા જેટલી શક્તિ ધરાવે છે, ત્યાં સુધી દર્દીને જીવવાની આશા રહે છે.
(દૈનિક “હિંદુસ્થાનમાં લેખક-શ્રી. એફ. ડી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com