________________ 1-2 ) છે 3-4 જ 2 કે બાળવિધવાઓની દયાજનક દશા અનુભવ પ્રત્યેક વિચારશીલ તથા જ્ઞાનવાન વ્યક્તિને જરૂર થશે. કેમકે વર્તમાન સમયમાં એવા બનાવો પ્રત્યેક ગામમાં બન્યા કરતા હોય છે. વર્તમાન સમયમાં ભારતવર્ષનું કોઈ પણ ગામ એવું નહિ હોય કે જે આ જાતના બાળલગ્નરૂપી રોગથી ઘેરાયેલું ન હોય. કહેવાની જરૂર નથી કે, આથી કરીને બાળક-બાલિકાઓ નાની ઉંમરમાં જ વિષયવાસનામાં ડૂબી જાય છે અને તેમનું ભાવિ જીવન નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. નાની ઉંમરને લીધે તેમને કર્તવ્યાકર્તવ્યનું ભાન રહેતું નથી અને તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા તથા દીર્ધાયુ થી હાથ ધોઈ બેસે છે. બાળલગ્ન તેનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું છે કે, આ દેશમાં બાળવિધવાઓનું પ્રમાણ વધતું જ ચાલે છે. બાળવિધવાઓની વૃદ્ધિથી દેશમાં વ્યભિચાર વિશેષ ફેલાય છે અને તેથી હિંદુસમાજના પ્રાણુસ્વરૂપ સદાચારને નાશ થાય છે. આખા દેશમાં હજારે એવી બાળવિધવાઓ છે કે જેઓ ઘણીજ દયાજનક દિશામાં દિવસ ગાળી રહી છે. આખા દેશમાં (સમસ્ત હિંદુસમાજમાં) બાળવિધવાઓની સંખ્યા જોતાં શોકસાગરમાં ડૂબી ગયા સિવાય રહી શકાય તેમ નથી. નીચેના આંકડાઓ ઉપરથી સમજાશે કે હિંદુસમાજમાં (આખા દેશમાં) કેટલી બાળવિધવાઓ છે - હિંદુસમાજની બાલવિધવાઓ ઉંમર બાળવિધવાઓની સંખ્યા 0-1 વર્ષ 597 494 1,257 2,837 6,707 11,892 5-10 , 85,037 10-15 2,23,147 15-20 3,96,172 0-20 , 7,26,248 વિચારવાન માણસે જરા વિચારી જેવું જોઇએ કે, જે સમાજમાં એક વર્ષથી ઓછી ઉંમરની 597 વિધવાઓ હયાત છે, તે સમાજ સંસારમાં શી રીતે જીવી શકશે ? તેની ઉન્નતિ શી રીતે થઈ શકશે? સંસારના કોઈ પણ દેશ કે સમાજમાં આટલી નાની ઉંમરની વિધવાઓ જેવામાં આવતી નથી. શું પ્રાચીનકાળના હિંદુસમાજમાં આવું એક પણ દષ્ટાંત મળી શકે છે? એક વર્ષથી ઓછી ઉંમરની વિધવા પિતાના લગ્નની બીજી વાતે શું સમજે? તે તો એટલું પણ જાણતી નથી કે, તેનું લગ્ન થયું હતું કે નહિ. બીજાઓને મુખેથી પિતાને લગ્નની વાતો સાંભળે એટલુંજ. ભાર મૂકીને કહું છું કે, આવીજ વિધવાઓ હિંદુસમાજ ઉપર કલંકરૂપ થઈ રહે છે. વ્યભિચારિણી વિધવાઓમાંની ઘણીખરી સમાજથી બહિષ્કૃત થઈને પરાણે વેશ્યાવૃત્તિ કરે છે. આજ કારણથી જ્યારે હજારે નવ મુસલમાન વેશ્યાઓ છે; ત્યારે દર હજારે 38 હિંદુ વેશ્યાઓ છે. (અર્થાત મુસલમાન કરતાં પ્રમાણમાં ચારગણી હિંદુ વેશ્યાઓ છે.) હિંદુસમાજના પ્રત્યેક પુરુષે આ બાબત ઉપર વિચાર કરવો જોઈએ કે, હિંદુસમાજને જાગૃત કરવાને માટે હવે શું કરવું જોઇએ. સમસ્ત સંસાર આપણા સામાજિક કુરિવાજોમાટે ફિટકાર વરસાવી રહ્યો છે. જે આ બાળવિધવાઓ પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય તો એમાં દોષ કોને છે ? હું તે એ બધા દોષ અનેક કુરિવાજેથી ભરપૂર એવા હિંદુસમાજનોજ માનું છું. હિંદુસમાજમાં જેઓ આ પ્રથાની હાનિઓથી માહિતગાર છે, તેમણે આ અનિષ્ટકારક રિવાજોને નાબુદ કરવાને હવે તે કમ્મર કસીને તૈયાર થવું જોઈએ; નહિ તે આ હિંદુસમાજ રસાતળમાં પહોંચવાનો છે. આપણી નજર આગળજ જે જાતિઓ જંગલી ગણાતી હતી, તે પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com