________________
૧૧૨
શુભસંગ્રહ-ભાગ ચોથા
ઉન્નતિથી સંસારને ચકિત કરી રહી છે અને હિંદુસમાજ તો દિનપ્રતિદિન નીચેજ ૫ડતો જાય છે. હવે જાગ્રત થવાનો સમય આવી પહોંચ્યો છે; નહિ તો પછી પાછળથી હાથ ધસતા પસ્તાવું પડશે. સંસાર પરિવર્તનશીલ છે. સંસારની પ્રત્યેક જાતિએ આવશ્યકતા જણાતાં પિતાનામાં ફેરફાર કર્યા છે. જાપાન વગેરે દેશો એજ પ્રમાણે વતીને ઉન્નતિને શિખરે પહોંચ્યા છે. હિંદુસમાજે પણ એ પ્રમાણે કરવાની જરૂર છે. હું માનું છું કે, એમ કરતાં અનેક મુશ્કેલીઓ આવશે, પણ તે મુશ્કેલીઓની કંઇપણ પરવા કર્યાસિવાય આગળ વધવું જોઇએ.
જગનિયંતા આપણને જરૂર સહાય કરશે. તથાસ્તુ. ( વિશ્વામિત્રીના એક અંકમાંના શ્રી કાર્તિકનાથ ઝામંઝીલના લેખનો સ્વતંત્રાનુવાદ) –૪s
- ६१-स्त्रीरोगना उपाय
આમળાં ૬૪ તેલા, લોહભસ્મ ૩૨ તલા, જેઠીમધનું ચૂર્ણ ૧૬ તોલા, એ બધાંને બરાબર મિશ્ર કરીને ગળોના રસની સાત ભાવના દઈ તેમાંથી ૨ થી ૪ વાલના પ્રમાણમાં ખાવાથી અતિઆર્તવ (લોહીવા) મટે છે. - ઈંદ્રજવ, અતિવિષ, સુંઠ, પીપર, મરી, બીલી, મેથ અને ધાવડીનાં ફૂલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી તેમાંથી ૧ ફેલો ચૂર્ણ દરરોજ સવારમાં સ્ત્રીને ખવરાવવાથી અતિઆર્તાવ રોગ મટે છે.
પાણી સાથે કેતકી(કેવડાનું મૂળ ઘસીને તેમાં સાકર નાખીને પીવાથી સ્ત્રીઓને લોહીવા જલદીથી નાશ પામે છે. - આંબાની છાલ, જાંબુની છાલ અને અર્જુનવૃક્ષની છાલ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેને રીતસર હીમ તૈયાર કરી તેમાંથી ૧ તોલા મધ સાથે પીવાથી અતિઆતંવ-લોહીવા મટે છે.
રસવંતી ૧ થી ૨ વાલના પ્રમાણમાં પાણીમાં વાટી સાકર સાથે મેળવી પીવાથી અતિઆર્તવ મટે છે.
આમળાની માંજે ચાર તોલા લઈને સાકર સાથે ખાવાથી લોહીવા મટે છે.
આમળાની છાલ ૪ રૂપીઆભાર, બેઢાંની છાલ ૨રૂપીઆભાર અને હરડેની છાલ એક રૂપીઆભાર લઈ ત્રણેને મેળવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણનું હીમ બનાવી તેની ગર્ભાશયમાં પીચકારી મારવાથી અત્યાર્તવમાં ફાયદો થાય છે.
ફટકડી, ગેલીક એસીડ અને મોચરસનું ચૂર્ણ કરીને પાતળા કપડામાં ઘાલી તેની પિટકી કરીને સ્ત્રીએ ગુહ્ય ભાગમાં રાખવાથી અતિઆર્તવ મટે છે.
રસવંતી, ઈદ્રજવ, અતિવિષની કળી, કડાછાલ, ધાવડીનાં ફૂલ અને સુંઠ, એ સર્વને સરખે ભાગે લઈ ચૂર્ણ કરી તેમાંથી થી તોલો ખાવાથી અતિઆર્તવમાં ફાયદો થાય છે.
નાગરમોથ, ઇંદ્રજવ, સુંઠ, ધાવડીનાં ફૂલ, ટેટું, લોદર, વાળે, બીલું, બેચરસ, કાળીપાટ, કડાછાલ, આંબાની ગોટલી, અતિવિષની કળી અને રીસામણી સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેમાંથી બેઆની ભાર કે પાવલીભાર લેવાથી પ્રદર, વીર્યસ્ત્રાવ અને અત્યાર્તાવ મટી જાય છે. લોહભસ્મ ૧ રતી, ઘી તથા સાકરમાં સવારસાંજ લેવાથી સારો ફાયદો થાય છે..
(“ ભાગ્યોદય”નાં એક અંકમાંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com