________________ 10 શુભસંગ્રહ-ભાગ છે ६०-बाळविधवाओनी याजनक दशा કુદરતની લીલા અપરંપાર છે. તે કોઈ વાર સૂર્યના પ્રખર કિરણોથી પૃથ્વીના જીવોને ગભરાવી મૂકે છે, તો કઈ વાર એટલી બધી ઠંડી પાડે છે કે જીવોનાં શરીર ધ્રુજી ઉઠે છે. તે કઈ વાર ગગનચુંબી ઈમારતોને ભાંગી નાખીને પૃથ્વીદેવીને અર્પણ કરે છે તે કોઈ વાર મરભૂમિમાં મેટા મોટા મહેલો અથવા રાજમંદિરનાં દર્શન કરાવે છે. તે કોઈ વાર રાજાને રંક બનાવી દઈને પોતાની પ્રભુતાનું દર્શન કરાવે છે તો કોઈ વાર રંકને રાજા બનાવીને પોતાની દયાળતાને પરિચય આપતાં સંકોચ રાખતી નથી. તે કોઈ વાર રાવણ, હિરણ્યકશ્યપ તથા તેમના જેવા નરપશાચ રાજાઓને ઉત્પન્ન કરીને પિતાને માથે કલંક વહોરી લે છે, તે કઈ વાર શ્રીરામ અને યુધિષ્ઠિર જેવા શાંતિપ્રિય તથા પ્રાપ્રિય રાજાઓનાં રાજ્યસુખનો અનુભવ આપવાની દયા દર્શાવે છે. ભારતવર્ષના હિંદુસમાજ ઉપર કુદરતને ભારે કેપ થયેલો દેખાઈ આવે છે. તેની સ્થિતિમાં પરિવર્તન કરી દઇને પોતાની પ્રબળતાને પરિચય તેણે આપી દીધું છે. જે હિંદ સમાજ અનેક શુભ ગુણોની ખાણું કહેવાતો હતો, જેમાં શોધવા છતાંય દુર્ગુણ દેખાતે નહિ, જેની વિદેશી યાત્રીઓએ મુક્તકંઠે પ્રશંસા કરીને પોતાનું નિપક્ષપાતીપણું તથા સભાવ દર્શાવી આપે છે, તેજ સમાજમાં આજે બાળલગ્ન જેવી વિનાશક કુપ્રથાઓ ઘર કરી રહી છે. એ સમાજમાં એવાં એવાં બાળલગ્ન થયાં છે, અને હરહમેશ થયા કરે છે કે તેનાં અનિષ્ટ પરિણામેનો વિચાર કરતાં ઈ પણ વિચારશીલ તથા બુદ્ધિવાન માણસ કંપી ઉઠડ્યા સિવાય રહી શકે જ નહિ. હિંદુસમાજમાં આ બાળલગ્નરૂપી વિનાશક રોગ એટલો બધે ફેલાયેલ છે કે સમસ્ત સંસારના કેઈ પણ સમાજમાં તેને એટલો ફેલા નથી. નીચેના આંકડાઓ ઉપર નજર ફેરવવાથી હિંદુસમાજના આ વિનાશક દૃશ્યને ખ્યાલ સહેજે આવી શકશે. (માત્ર સનાતન ધર્મનાં વિવાહિત બાલક-બાલિકાઓની સંખ્યા ઈ. સ. 1921 ની ગણત્રી મુજબ આપેલી છે. ) ઉંમર બાળકોની સંખ્યા | ઉંમર બાલિકાઓની સંખ્યા 0 થી 5 વર્ષ 92 હજાર | 0 થી 5 વર્ષ 1 લાખ 84 હજાર 5 થી 10 , 6 લાખ 61 હજાર 5 થી 10 , 17, 15 10 થી 15 - 19 ,, 77 , | 10 થી 15 , 49 , 47 , 31 ) 35 , , 15 થી 20 , કેટલું હૃદયવિદારક દશ્ય છે ! પાંચ વર્ષથી પણ ઓછી ઉંમરનાં 92 હજાર બાળકા અને 1 લાખ 85 હજાર બાલિકાઓ પરણેલાં છે! એક વર્ષથી ઓછી ઉંમરનાં પણ એક હજાર આળક-બાલિકાઓ પરણેલાં છે. હવે જરા ધ્યાનપૂર્વક વિચાર કરવો જોઇએ કે, જે સમાજમાં આટલી નાની ઉંમરનાં બાળકો અને બાલિકાઓનાં લગ્ન થાય છે, તે સમાજને રસાતાળ જવામાં શી વાર લાગવાની છે? એ સમાજ કાળના મુખમાંથી શી રીતે બચવાનો છે? એ સમાજના ઉથાનની આશા શું રાખી શકાય ? આટલી નાની ઉંમરનાં બાળકને માત્ર પોતાના જ નેત્રસુખને ખાતર પરણાવી દેનારાં માતપિતાના વિચાર અને ભણતરને તો શું કહેવું? ઉપલી સંખ્યા માત્ર સનાતનધર્મીઓનીજ છે કે જેઓ પોતાના ધર્મના ઓઠાનીચે પિતાનાં દૂધમલ બાળકનાં લગ્ન કરે છે. આ અવિચારી બાળલગ્નનો પ્રભાવ બાળક-બાલિકાઓનાં ભાવિ જીવન ઉપર કેવા પડશે, તથા તેનાથી સમાજની કેવી દુર્દશા અને હાનિ થશે તથા થઈ રહી છે, તે સમજુ લોકો સહેજે વિચારી શકશે. અલ્પ સમજણવાળાને તેની ખબર એકદમ નહિજ પડે. અજ્ઞાન અવસ્થામાં તથા અગ્ય રીતે જે વસ્તુ આપવામાં આવે છે તે અપ્રિય તથા અણગમતી થઈ પડે છે અને તેથી લાભ થવાને બદલે નુકસાન થવાને વિશેષ સંભવ છે. આ જાતનાં લગ્નથી બાળક-બાલિકાઓના ભાવી-જીવન ઉપર શી અસર થાય છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com