________________ X X ગામડાંનાં દુ:ખદાયક દૃશ્ય 109 બાપડી હવે મધુર હાલરડાં ક્યાંથી ગાઈ શકે? પિતાના માથા ઉપર ટાંગેલી ફાટેલ તૂટેલ બાળતિયાંની ખાયમાં છ વાસાના બાળકને સૂવાડીને અનેક માતાઓ જ્યાં ત્રીકમ-પાવડા લઈને ખોદકામ કરી રહી છે ત્યાં એ વહાલભરી સેરો શું છૂટે? આવી જ્યાં સ્થિતિ છે, ત્યાં ગમ્મત સાથે જ્ઞાન અને તંદુરસ્તી મેળવવા માટે સ્ત્રીઓને રાસડા લેવાનો અવકાશજ ક્યાંથી સંભવે ? થાકી પાકીને લોથ થઈ જતી માતાઓ રાત્રે બાળકોને પિતાની ગોદમાં લઈને વાર્તાઓ ક્યાંથી કરે? અગાઉ તો - માટે મળસ્કે દળણું દળવા, બે જણું મંડી નહી, મૂઠી ભરી ભરી આરતી, ગીતડાં મીઠાં લલકારતી ગેરસ ભરી ગાળી ધમકતી, છાશ ધમધમતી હતી. ધીમા ઝીણા મધુરધ્વનિથી રંટીઓ ગાજતે, નારીકેરા મધુર ગીતને સૂર સાથે પૂરાતગાતી ગીતો મનભર મુખે હાસ્ય આ ભરાતું, સુવાસેથી રસમય બની ઝુંપડીમાં છલાતું ઉજાસવાળી અતિ ચાંદનીમાં ગીતો મધુર નરનારી ગાતાં; કે બાળનો સાથ રમે રૂપાળ, વાતવિષે વૃદ્ધ નિમગ્ન ભાવે ચોરે વિસામે સહુને હતો ત્યાં ભેળે થતા તો નિતારો ત્યાં વાતો મઝાની ગઢવી કહેતા, રાત્રે હમેશાં ભજન ગવાતાં હવે તે પ્રભાતમાંહે દેવદરે મધુર ઘંટા પણ દુર્લભ થઈ પડી છે. પ્રભાતિયાંની ધૂનને બદલે કાવા કસબે કે હાના રગડે ઘર ઘાલ્યું છે. ઘંટી–ગાળીના નાદ ભાગ્યેજ ક્યાંક કયાંક સંભળાય છે અને તે પર દિ ચઢયે. રાવણમથ્થાવાળા વાદીઓ મરી ખૂટયા છે. દૂહા-સોરઠા લલકારનારા ગોપજને અત્યારે અગોચર થયા છે. ગઢવીઓ અને ભાટચારણે પિતાને ખરે ધર્મ ભૂલ્યા છે, અને તેથી તેઓ ભૂંડે હાલે જ્યાં ત્યાં ભટકી મરે છે. ખેડુતોની હીચોમાં અગાઉને એ ઉલ્લાસ ક્યાં છે? અત્યારે તે તેઓ મરવાની આળસે અંધપરંપરાન્યાયે ખિન્ન હદયે બરાડે છે કે - વહાલું લાગે છે અને વ્રજમાં વસવું રોકુળીએ નથી જાવું રે - હરિ વેણ વાય છે કે હે વનમાં, તેને કહે લાગે અમારા તનમાંડાંગ ઉપર મણિધરની માફક લડતાં લડતાં હવે કો ગાવાળાઓ દુહા લલકારે છે? લીમડાની ડાળે ડોલતો ડોલતો હવે કો ભરવાડ રાગડા તાણીને મસ્ત બની જાય છે ? ગેજમેની વનવન વિંધતી વાંસલડી હવે ક્યાં ગઈ? “ભાઈની મારેલ બેનડી, ભેજાઈની રંગેલ ચુંદડી' જેવાં હદયની આરપાર જઈ ભેદી નાખે તેવાં કરુણાજનક પણ બોધક ગીતો હવે ક્યી માડી ગાય છે? અગાઉ તો - પાતળીઓ વહેળો સજીવન, ખળળખળ વહેતો હતો, કાંઠે ઘટા ઝુકી રહી નિત, પંખીને મેળે થતા ત્યાં પાય પાણી ખેડ દુહા, સેરઠા લલકારતા, કીચૂડ કિચુડ કોસ કેરા, ગીત નાદ થતા હતા. વડલા તારે વરાળ; પાને પાને પરજાળી કયાં જંપાવું ઝાળ, ભડકા લાગે ભાણના. અમે પરદેશી પાન, વાવ આવીચ દીધાં અમને માન, પાદરથી પાછાં વળ્યાં જોઇને હોરી જત, લાવાળા લે નહિ પડે પળે ભાત, ફાટે પણ ફીટે નહિ, ( “શારદા” માસિકમાં લેખક-રા. ચંદુલાલ બહેચરલાલ પટેલ બી. એ. ) . * * X X - X , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com