________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે ५०-मुंबई इलाकामां थता जूदा जूदा पाको
wwwwwwww
- તમાકુના પાકમાં માટે વધારે મુંબઈ સરકારના ખેતીવાડી ખાતાએ બહાર પાડેલી હકીકતમાં કેટલીક જાણવા જેવી માહિતી આપવામાં આવી છે. ઇલાકાના ખેડુતે એક વર્ષમાં ૧૮૦ જૂદાજુદા પાક ઉત્પન્ન કરે છે. તેમાં ૧૫ અનાજ, ૧૨ જાતનાં કઠોળ, ૧૯ જાતનાં તેલીબીયાં, ૪ જાતના રેસાઓ, ૫ જાતના માદક પદાર્થો, ૭ જાતના રંગે, ઘણું જાતની શેરડીઓ, ૨૦ જાતની મીઠી વસ્તુઓ અને તેજાના, ૫૬ જાતનાં શાક, ૩૪ જાતનાં ફળો અને ૫ જાતનું ઘાસ થાય છે.
જુવારનું વાવેતર ઈલાકામાં સૌથી મોટા પ્રમાણમાં થાય છે. ૮૫ લાખ એકર કરતાં વધારે જમીનમાં તેનું વાવેતર થાય છે. જ્યાં વરસાદ વધારે પડે છે, ત્યાં જુવારને બદલે બાજરી વાવવામાં આવે છે, એટલે કે કણ અને ખાનદેશના પશ્ચિમભાગોમાં તેમજ દક્ષિણમાં જુવારનું વાવેતર ભાગ્યેજ થાય છે. જુવારના છોડની કડબ ઘાસચારામાં પ્રથમ સ્થાન ભોગવે છે, કારણ કે તે થોડા સમયમાં ઉગે છે અને ખાવામાં મીઠી લાગે છે.
બાજરી ૩૦ લાખ એકર જમીનમાં વવાય છે. ભાત ૨૦ લાખ એકર જેટલી જગ્યામાં, વવાય છે. કોંકણમાં કુલ પેદાશને અર્ધો ભાગ પાકે છે. ભારત અનેક પ્રકારના વવાય છે; અને તે ૯૦ થી ૧૨૦ દિવસમાં પાકે છે. કેટલાકને પાકતાં ૬ મહીના જેટલી લાંબી મુદત લાગે છે. તે પછી પંદર લાખ એકરમાં ઘઉંનું વાવેતર થાય છે. જવને પાક થાય છે તે જાનવરેના ખોરાકતરીકે વપરાય છે; માણસે તે ખાતાં નથી.
કઠોળની જાતો કાળમાં ચણા મુખ્ય પાક છે. ચણા પ્રસંગેપાત માણસે ખાય છે, પણ મોટે ભાગે તે ઘોડાઓનો ખોરાક ગણાય છે. ચણાના છોડવાઓ ઉપર રાત્રે વસ્ત્ર પાથરી ક્ષાર મેળવ આ પાકથી જમીન પણ સુધરે છે. તુવરનો ઉપયોગ માણસે ખોરાતરીકે કરે છે, તેમજ ઢોરને પણ આપવામાં આવે છે. તેના છોડવાની રાખનો ઉપયોગ લાંબા સમયથી હિંદમાં બંદુકને દારૂ બનાવવામાં થાય છે. કળથીનું વાવેતર બીજાં કઠોળ કરતાં વધારે વિસ્તારમાં થાય છે અને માહુસે તેમજ તેના ખોરાકતરીકે તેનો ઉપયોગ થાય છે
તેલી બીયાંમાં મગફળી અથવા ભયશીંગનું સ્થાન પહેલું આવે છે. તેને સારે ભાવ ઉપજે છે; કારણ કે તેમાંથી બનતું તેલ બદામ અને એલીવના તેલની ગરજ સારે છે. ઔષધિઓમાં પણ આ તેલને છૂટથી ઉપયોગ થાય છે અને આ દેશમાં સાબુ બનાવવામાં, સાંચાકામમાં પૂરવામાં અને બીજા કામમાં તે વપરાય છે. આ તેલને ઉપયોગ હજી વધારે પ્રમાણમાં થવા સંભવ છે.
તલનું તેલ વર્ષો સુધી ખરું થતું ન હોવાથી તે કરકસરની દૃષ્ટિએ ફાયદાકારક છે.
ઇલાકામાં નાળિયેરીનાં ઝાડ ૪૫,૨૧૫ એકરમાં ઉગે છે. સારી નાળિયેરી વર્ષમાં ૩ થી ૪ વાર ફળે છે અને દર વખતે સરાસરી ૭૫ નાળિયેર આપે છે.
તંતુવાળા પાકમાં ૫૦ લાખ કરતાં વધારે એકર જમીનમાં રૂનો પાક થાય છે. તે પછી તમાકના પાકનો વિસ્તાર દર વર્ષે વધતો જાય છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા લઈએ તે ૭૦,૦૦૦; ૭૭,૦૦૦; ૮૦,૦૦૦; ૧,૨,૦૦૦; અને ૧,૦૫,૦૦૦ એકરમાં તેનું વાવેતર થતું રહ્યું છે. તેમાંના ૪૦ ટકા ખેડા જીલ્લામાં અને ૩૬ ટકા સતારા જીલ્લામાં વાવેતર થયું છે. નવાઈ જેવું એ છે કે, આ બધે તમાકુને પાક માત્ર હિંદમાંજ વપરાય છે; પરંતુ યુરોપનાં બજારોમાં છે ચાય અને ત્યાં મોકલાય એ દષ્ટિથી તે ઉગાડવામાં આવતો નથી.
વનસ્પતિમાંથી રંગો જે વનસ્પતિમાંથી રંગે બને છે, તેનું વાવેતર મોટા પ્રમાણમાં થતું નથી. આ ઇલાકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com