________________
.....AAAAAAAAAAAA
w
w ww
મુંબઇ ઇલાકામાં થતા જુદા જુદા પાકે ઘણાં ઝાડ અને છોડવા છે, કે જે અગાઉ રંગ બનાવવામાં વપરાતા હતા; જેવા કે ગળી, કસુંબો, અળતો; પરંતુ તેમાંનું કશું હવે ઉગાડવામાં આવતું નથી. પરદેશી ડામરમાંથી બનતા રંગેની હરિફાઈમાં તેઓ ટકી શક્યાં નથી. ૪૦ વરસ પહેલાં આ પ્રાંતમાં ૪,૦૦૦ એકરના વિસ્તારમાં ગળીનું વાવેતર થતું હતું. હાલ તે માત્ર ૨૨ એકરમાં વવાય છે. કસુંબાની પણ એજ સ્થિતિ છે અને તે ખેડા જીલ્લામાં હજી પણ થોડા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. ખાનદેશમાં એક વાર અળતાને પાક મોટા પ્રમાણમાં થતો અને તેનાં મૂળમાંથી ચકચકિત રાતો રંગ થો; તેની ખેતી પણ હવે બંધ પડી છે.
મરચાં અને તેજાના મરચાં ખાતાં ગળું બળે તે તે સૌ કોઈ જાણે છે, પણ તેનું વાવેતર ૧,૧૧,૦૦૦ એકરને વિસ્તારમાં થાય છે તે કોણ જાણે છે? ધારવાડમાં ૪૯,૦૦૦ એકરમાં અને બેગામમાં ૧૩,૦૮ ૦ એકરમાં તેનું વાવેતર થાય છે. મરચાં એ લોકોના રોજના ખોરાકમાં વપરાતી ચીજ છે અને દરેક ખેડુત પિતાના ખેતરના ખૂણામાં થોડાં મરચાંના રોપ અવશ્ય વાવે છે. રાઈનું વાવેતર ૨,૦૦૦ એકરમાં થાય છે, કાળાં મરી ૪,૦૦૦ એકરમાં, લસણું ૫,૦૦૦ એકરમાં હળદર ૭,૦૦૦ એકરમાં અને આદુ ૭૩૧ એકરમાં વવાય છે. નાગરવેલનાં પાન ૪,૭૦૦ એકરમાં અને સોપારી ૨૨,૦૦૦ એકરમાં વવાય છે.
અસંખ્ય શાકભાજી શાકભાજી ઠેર ઠેર વિવિધ પ્રકારની વવાય છે. પૂનામાં બટાટાનો માટે પાક થાય છે. કુલ ૧૧,૪૦૦ એકરના વાવેતરમાંથી પૂનામાં ૮,૫૦૦ એકરનું વાવેતર થાય છે. કાંદા ૧૦,૦૦૦ એકરમાં વવાય છે. તેમાંથી નાસીકમાં અધું વાવેતર થાય છે. ગાજર, રતાળુ મેટે ભાગે પૂના અને સતારામાં વવાય છે. ૫૦૦ એકરના વિસ્તારમાં કેબી વવાય છે અને મોટો ભાગ પૂનામાં વવાય છે. મૂળા પણ પૂનામાંજ મોટેભાગે થાય છે અને તેના કુલ વિસ્તાર ૧૨૦૦ એકરનો છે. રીંગણનું ૧૪૦૦૦ એકરમાં વાવેતર થાય છે. ટમેટાં ૭૦ ૦ એકરમાં વવાય છે, તેના ૮૦ ટકા પૂના અને નાસીક જીલ્લાઓમાં વવાય છે. ભીંડાનું વાવેતર ૫,૦૦૦ એકરમાં થાય છે અને તે માટે ભાગે પૂર્વ અને પશ્ચિમ ખાનદેશ અને પૂનામાં થાય છે. ૨,૫૦૦એકર જમીનમાં તડબૂચ વવાય છે. ઉપરાંત ભાજીપાલે અને શીંગેના પ્રકારનું શાક તો પારવગરનું ઉગાડવામાં આવે છે.
ઈલાકામાં આંબાનું વાવેતર. ૧૫,૦૦૦ એકરમાં થાય છે, તેના ત્રીજા ભાગનું વાવેતર એકલા રત્નાગીરીમાં થાય છે. મુંબાઈ, થાણા, ધારવાર, ઉત્તર કાનડા અને સુરતમાં ૧,૦૦૦ એકરનું વાવેતર થાય છે. કેરીની એકંદર ૫૦૦ જાતો છે, તેમાંથી ઈલાકામાં ૮૯ જાતે ઉગાડવામાં આવે છે. કેળાં ૧૩,૦૦૦ એકરના વિસ્તારમાં, જામફળ ૪,૦૦૦ એકરના વિસ્તારમાં, અંજીર ૩૭૫, દાડમ ૧,૫૦૦; ફણસ ૧,૮૦૦; દ્રાક્ષ ૧,૦૦૦; પપૈયા ૬ ૦ ૦; લીંબુ ૧,૨૦૦ અને નારંગી ૫,૦૦૦ એકરમાં વવાય છે.
ઘાસચારા ઈલાકમાં ઘાસચારાની બહુજ ઓછી જાત ઉગે છે. ઉનાળ જુવાર ૮૧,૦૦૦ એકરમાં લેવાય છે; તેમાંથી ૩૭,૦૦૦ ખેડામાં થાય છે. ૩૦,૦૦૦ એકરમાં ગુવાર વાવવામાં આવે છે, તેનું મેટું પ્રમાણ પણ ખેડામાં જ થાય છે. ૨જકે ૬૦૦૦ એકરમાં વવાય છે અને તે અહમદનગર, નાસીક અને પૂનામાં વવાય છે. ૧,૭૨૬ એકરમાં જવ વવાય છે અને મોટે ભાગે નાસીકમાં વવાય છે.
(“ગુજરાતી”ના તા. ૧-૭-૧૯૨૮ ના “ખેતીવાડી પ્રતિ”ના લેખોમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com