________________
ઉધઇને ઉપદ્રવ ભદ્દીને એક ધાતુની નળી લગાડવામાં આવે છે કે જે રાફડાના દરના મુખમાં મૂકી શકાય. આ યંત્ર ચલાવવા માટે ભઠ્ઠીમાં કોલસા સળગાવીને પંપવડે હવા પૂરવી, જેથી ઉત્પન્ન થયેલ ગરમ વાયુ ધાતુની નળીમાં થઈને પસાર થાય અને નળીને જોઇતી ઉષ્ણતા આપે. પછી નળીને રાફડાના દરમાં દાખલ કરવી અને બરાબર દર છાંદી લઈને ભઠ્ઠીનું ઢાંકણું ઉઘાડી તેમાં ગંધક અને સેમલનું સરખા પ્રમાણુવાળું મિશ્રણું નાખીને તુરત બંધ કરીને પંપવડે ખૂબ હવા ભરવી, જેથી ભઠ્ઠીમાં ઉત્પન્ન થયેલે ઝેરી વાયુ રાફડામાં સધળી જગાએ પ્રસરશે. યંત્ર જ્યાં ચાલતું હોય તે છિદ્રની ચેતરફ કઈ જગાએથી ધૂમાડે બહાર નીકળતા જણાય તો તે કાણાં ભીની માટીથી તૂર્ત બંધ કરી દેવાં, સાધારણ રીતે યંત્ર પા કલાક ચલાવવું અને તે દરમિયાન વખતોવખત ગંધક અને સેમલનું મિશ્રણ ભઠ્ઠીના કોલસા ઉપર નાખવું. ત્યાર બાદ વાયુ પૂરનારી નળી છિદ્રમાંથી બહાર કાઢી લઈને તે છિદ્ર પણ કાદવવડે બંધ કરવું, યાને બરોબર ત્રણ દિવસથી વહેલો રાફડો ખેલ નહિ; કારણ કે ઝેરની અસર જતી રહેવાથી રહ્યાંસહ્યાં કીટકો ફરીથી રાફડાની શરૂઆત કરે. આ યંત્ર ચલાવતી વખતે ઝેરી વાયુ શ્વાસમાં ન લેવાય તેની સંભાળ રાખવી.
ઉપસંહાર:-(૧)ઉધઈના રાફડામાં ત્રણ જાતનાં કીટક હોય છે -સેવક, રક્ષક અને રાણી. રાણી ઈંડાં મૂકે છે અને રાફડાની હસ્તી વધારે છે. રાણી ન હોય તે રાફડો વધેજ નહિ; માટે રાણીને નાશ અવશ્ય કરવો જોઈએ.
(૨) ઝાડની છાલ ઉપર ઉધઈ ન ચઢે તેટલા માટે ગેરૂ, દિકામાળી, બળ ને ગુગળ વગેરેનું મિશ્રણ થડની આજુબાજુ બે ફુટ ઉંચે સુધી લગાડવું.
(૩) ઝાડના મૂળને ઉધઈથી થતું નુકસાન અટકાવવા માટે મીઠું અને દીવેલીને ખોળ થડની આસપાસ પૂરો.
(૪) કડ ઑઈલ ઈમેશન અથવા ફીનાઈલના આછા મિશ્રણવાળા પાણીનું સિંચન કરવાથી છોડને કે ઝાડને ઉધઈ લાગતી નથી.
(૫) ખેતરમાં ઉધઈ ન થાય તેટલા માટે ખુપરા વગેરે સૂકી વનસ્પતિ(સેન્દ્રિય દ્રવ્યો)ને ખેતરમાં રહેવા દેવા નહિ; કારણ કે તે ઉધઈના ખોરાક છે.
(૬) ઉંડી ખેડ કરીને તૂલ વાવવાથી તથા ત્યાર બાદ પાછલી ખેડ વારંવાર કરવાથી ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે.
(૭) બાગાયત તૂ માટે પાણીની નીકમાં કે શાળામાં કુડ ઓઈલ ઈમશન અથવા દીલીને ખોળ મૂકવાથી પાણી સાથે દવાની વાસ ખેતરમાં પ્રસરે છે અને તેથી ઉધઈ નાસી જાય છે.
(૮) હળદર તથા દીવેલીના પાકને ઉધઈનો ઉપદ્રવ થતો નથી; તે આ ટૂલો અવારનવાર કરવાથી ઉપદ્રવ અટકાવી શકાય છે.
(૯) ઇમારતી લકકડને પ્રથમ સોડીઅમ આર્સેનેટના પાણીમાં બોળી મૂકીને પછી ડામર ચોપડવાથી ઉધઈ લાગતી નથી.
(૧૦) મટે–એટ–સેલ્યુશન અને એવી બજારમાં મળતી બનાવટોનો ઉપયોગ કરવાથી ઈમારતી લકકડ ઉપર આવતી ઉધઈને અટકાવ કરી શકાય છે.
(૧૧) ગંધક અને સેમલના મિશ્રણને ઝેરી વાયુ ઉત્પન્ન કરી ઉધઈવિનાશક યંત્રવડે રાફડામાં પૂરવાથી રાફડાની કે દિવાલની ઉધઈને નાશ થાય છે.
(“ગુજરાતી' ના તા.૧-૭-૨૮ના અંકની ખેતીવાડી પૂર્તિમાં લેખક-રા. મહાદેવપ્રસાદ હ. દેશાઈ “જંતુશાસ્ત્રીય મદદનીશ” ગુજરાતવિભાગ, સુરત )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com