________________
શુભસંગ્રહ ભાગ ચેથા
આ પ્રમાણે ઉધઇના જીવનવિકાસના ક્રમની સામાન્ય પદ્ધતિ તથા તેના ઉપદ્રવન અટકાવ-. માટેની મુખ્ય ચાવી કયી છે તે સમજીને હવે આપણે ઉધઈથી થતું નુકસાન અટકાવવાના બીજા ઉપાયો જોઈએ. ઉધઈ ઘણી જગાએ જોવામાં આવે છે અને જુદી જુદી જાતનું નુકસાન કરે છે; એટલે તે પ્રમાણે તેને નાશ કરવાના ઉપાયના જાદાખૂદા વિભાગ નીચે પ્રમાણે પાડી શકાય:
-ફળઝાડ ઉપર થતા ઉપદ્રવના ઉપાયો-(૧) જમીનથી બે ફુટ ઉંચી વાડીમાંનાં સઘળાં ફળઝાડોને નીચે જણાવેલી વસ્તુઓનું મિશ્રણ બનાવીને લગાડવાથી ઉધઈ ઝાડની છાલ ઉપર આવતી નથીઃ- અધાળ દીકામાળી, ૮ અધાળ ગુગળ, ૮ અધેળ હીંગ, ૩ અધાળ દીવેલીને ખેળ અને ૧૦ રતલ ગેરૂ તથા પાણી.
(૨) અંદરના મૂળમાં જે ઉધઈ લાગતી હોય તે થડની આસપાસ ખાડે કરી ખાતરતરીકે દીવેલીનો ખોળ અને મીઠું નાખવાથી ઉધઈ ઓછી થઈ જાય છે.
() ફીનાઇલ તથા ક્રડ-ઈલ ઇમશનને પાણી સાથે મેળવી થડની આસપાસ જમીન પર છાંટવાથી તેની ગંધને લઈને ઉધઈ નાસી જાય છે.
-બાગાયત તલપર થતા ઉપદ્રવના ઉપાય-(૧) પાણીની નીકમાં કે થાળામાં કુડ ઇલ ઇમલશન નામની દવા મૂકવી. જેથી જ્યાં જ્યાં પાણી પ્રસરશે, ત્યાં ત્યાં આ દવાની વાસ જશે અને ઉધઈ તેથી અટકીને નાસી જશે. તે જ પ્રમાણે આ દવાને બદલે એરડીનો ખોળ પણ તૂલને પાવાના પાણીમાં મૂકી શકાય છે. આ ખોળને ખેતરમાં ખાતરતરીકે તૂલની બાજુમાં વેરવાથી પણ ઉપદ્રવ ઓછો થાય છે.
(૨) હળદર અને દીવેલીનાં ફૂલને ઉધઈ ઉપદ્રવ કરી શકતી નથી, માટે આવાં ફૂલનું વાવેતર અવારનવાર કરવાથી ઉધઈ અટકાવી શકાય છે.
(૩) બાગમાં ઉછેરેલા છોડને જે ઉધઈ લાગતી હોય, તેનાઈલને પાણીમાં મેળવી સિંચવાથી પણ ઉધઈનો ઉપદ્રવ અટકાવી શકાય છે.
-જરાયત તલપર થતા ઉપદ્રવના ઉપાય-(૧) ખેતરમાં પાક લીધા બાદ બાકી રહેલા ખુંપરા તથા એવી સૂકી વનસ્પતિના ભાગ રહેવા દેવા નહિ; કારણ કે ઉધઈ સૂકી વનસ્પતિને પહેલાં ખાય છે અને પાછી તૂલને મોસમમાં નુકસાન કરે છે.
(૨) ઉંડી ખેડ કરી ખેતરને તપાવીને તૂલનું વાવેતર કરવું અને ત્યારબાદ પાછલી બેડ વારંવાર કરવાથી તેના ઉપદ્રવ ઘટે છે.
ઇ-ઈમારતી લાકડાં તથા મકાન વગેરે પર થતા ઉપદ્રવના ઉપાય–(૧) મકાન બાંધતી વખતે જે જે લકકડકામ વાપરવામાં આવે અને જેને ઉધઈ લાગવાનો સંભવ છે ભાગનાં લાકડાંને મકાનના પ્રયોગમાં લેતા અગાઉ થોડાક દિવસ સોડિયમ આસેનેટ મેળવેલા પાણીમાં બોળી મૂકવાં અને તે પછી સૂર્યની ગરમીથી બધા ભેજ સુકાઈ જાય ત્યારે તે ભાગ ઉપર સારી રીતે ડામર લગાવો અથવા બજારમાં આવા ઉપાયમાટે વેચાતી બનાવટ (જેવી કે બ્રોનંટ અથવા માટે એન્ટ સોલ્યુશન) લગાવવી.
(૨) ઘણી વખત મકાન બાંધતી વખતે દીવાલ ચણવામાં વાપરેલી છે. સારી ન હોય અથવા સારા થર લીધા ન હોય તે તેમાં ઉધઈનો ઉપદ્રવ થાય છે. આવા ઉપદ્રવને અટકાવવા માટે ઉધઈનું દર ખેલી નાખીને તેમાં ઝેરી વાયુ પ્રસરે એવી દવા મૂકવી અથવા નીચે જણાવેલા યંત્રનો ઉપયોગ કરી ધૂમાડો લગાવો કે જેથી અંદરની બધી વસ્તી રાણી સાથે નાશ પામે.
-ઉધઈવિનાશક યંત્ર-ઉધઈનો નાશ કરવા માટે એક ખાસ યંત્ર યોજવામાં આવ્યું છે કે જેનાથી તેના દર અને રાફડાની બખેલે અને નળીઓમાં ઝેરી વાયુ રાફડામાં પૂરીને ઉધઈનો નાશ કરવામાં આવે છે. ઘણી વખત બંગલાઓમાં, બાગમાં અને રસ્તાની બાજુમાં ઉધઈના રાફડા જોવામાં આવે છે. તેને નાશ કરવા માટે આવું યંત્ર ખાસ ઉપયોગી થઈ પડે છે. આ યંત્રના બે ભાગ હોય છે. એક ભાગમાં હવા પૂરવાનો પંપ હોય છે. જ્યારે બીજા ભાગમાં એક નાની ભદ્દી હે આ બંને વિભાગોને એક નળીથી જોડવામાં આવે છે. ભઠ્ઠીમાંથી ઝેરી વાયુ રાફડામાં પૂરવામાટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com